Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ છે છોટા કૈલાસની જૈન ગુફાઓ ગુફાઓના સમૂહ પૈકીની સૌથી દક્ષિણભણીની ગુફા બીજી ગુફાઓની દક્ષિણ-પૂર્વ બાજુએ ટેકરીના આગલા ભાગથી સહેજ ઉપર આવેલ છે. આ ગુફા પરદેશીઓ તેમ દેશવાસીઓએ બહુ જ ઓછી વાર જોયેલ છે. વળી તે અત્યાર સુધી એટલી બધી પૂરાઈ ગયેલ હતી કે તેમાં પ્રવેશ કરો એ ઘણું મુશ્કેલ હતું. નામદાર ર્નિઝામ સરકારે કાઢેલા ફરમાન મુજબ તેનું ખોદકામ કેટલેક અંશે થયું હતું. તે છોટા કૈલાસના નામથી ઓળખાય છે. [એક પંથના બાંધકામનું બીજા પંથના અનુયાયીઓ કેવી રીતે અનુકરણ કરે છે તેનું આ ગુફા એક અજબ દષ્ટાંત છે. કૈલાસ પર્વત પરના મહાન બ્રાહ્મણી મંદિરના અનુકરણ પ્રમાણે થયેલ હતું.] મંડપ ૩૬ ફૂટ ૪ ઈંચ સમચોરસ છે અને તેમાં સોળ સ્થંભે આવેલ છે. પાછળના ભાગના મંદિરની લંબાઈ સાડાચઉદ ફુટ છે. એંસી ફૂટ પહોળા અને આશરે એક ત્રીસ ફૂટ લાંબા એવા એક બેદી કાઢેલા ખાડામાં આખું મંદિર આવેલું છે. મંદિરને બહારને ભાગ શ્રવિડીયન ઢબને છે, જો કે તેનું શિખર નીચું છે. મંદિરનું કેટલુંક કામ અધૂરું રહે છે, પરંતુ તેનાં કારણ જાણવા આપણી પાસે પૂરતું સાધન નથી. કૈલાસ મંદિરની યોજના સાથે તેનું સરખાપણું છે, નવમા સૈકામાં રાષ્ટ્રકૂટોના વિનાશ પછી દ્રાવિડીયન ઢબનો ઉત્તર હિંદમાં અમલ થયો નથી. ધમનારનું મંદિર કે જેને સમયકાળ આઠમી શતાબ્દિને ખાત્રીપૂર્વક લાગે છે, તે મંદિર સિવાય ખાડાઓમાં કઈ પણ બીજું મંદિર હિંદમાં હાલ વિદ્યમાન હોય તેમ જણાતું નથી. આ ગુફામાં કોતરાએલ શિલાલેખ શક સંવત ૧૧૬૯ (ઇ. સ. ૧૨૪૭) ને છે. ઇકસભા જૈન ગુફા ઈદ્ધિસભા એ એક ગુફાના બદલે જૈન ગુફાઓના સમૂહનું નામ છે. બે માળવાલી બે ગુફાઓ તેમજ શાખાઓ અને ઉપમંદિર વગેરે સાથેની એક ગુફાથી વરતુતઃ ઈદ્રભા બનેલ છે. આમાંના પહેલા પ્રકારની ઈદ્રસભાથી યુરોપિયનો સારી રીતે પરિચિત છે. બીજા પ્રકારની ગુફાને જગન્નાથસભા તરીકે ઓળખે છે. ઈદ્રસભાના ચોગાનમાં દક્ષિણભણીના પડદાની દિવાલ મારફત પ્રવેશ કરી શકાય છે. તેની બહારની બાજુએ પૂર્વ તરફ એક મંદિર છે. તેના આગલા ભાગમાં તેમજ પાછળની બાજુએ બબે સ્થભે છે. ગુફાઓની દિવાલો ઉપર ઉત્તર ભણીના છેડે પાર્શ્વનાથની મૂર્તિ નગ્ન સ્વરૂપમાં કોતરી કાઢવામાં આવેલી જોવામાં આવે છે. આ મૂર્તિ પર એક સાત ફણાવાળે સર્પ અને છત્રધારી પરિચારક જોવામાં આવે છે. છત્રધારીની નીચે બે નાની નાગણીઓ જોવામાં આવે છે. વળી છત્રધારીઓની ઉપર ભેંસ ઉપર આરૂઢ થયેલ એક પુરુષ આકૃતિ અને તેના ઉપર બંધ અને શંખ વગાડી આકૃતિ નજરે પડે છે. શિલ્પકામની જમણી બાજુએ કમઠ નામને તાપસ સિંહ ઉપર બેઠેલ જોવામાં આવે છે. તેની નીચે એક સ્ત્રી અને એક પુરૂષ જણાય છે. આ તાપસ તીર્થંકર પાર્શ્વનાથને ઉપસર્ગ કરે છે એવી આકૃતિ બતાવેલ છે. દક્ષિણ ભણીના છે ગૌતમ સ્વામી નગ્ન સ્વરૂપમાં જોવામાં આવે છે. તેમની આસપાસ પરિચારિકાઓ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38