Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[તંત્રી સ્થાનેથી] જાવાલનું દુઃખદ પ્રકરણ સિરોહી રાજ્યની જવાબદારી : આપણી ફરજ કરપીણ ઘટનાઓ
સિરોહી રાજ્યના દકરાતી ગામ જાવાલમાં ગયા પખવાડિયામાં જેને ઉપર-જૈનધર્મ ઉપર જે સિતમ વરસી ગયો તેના અખબારમાં પ્રગટ થયેલા સમાચાર એ જૈન આલમમાં ખૂબ બેચેની ફેલાવી મૂકી છે. જાણે આપણે આ વીસમી સદીમાંથી બારમી-તેરમી સદીમાં ફેંકાઈ ગયા હોઈએ, અને પરદેશીપરધર્મીઓ આપણાં પ્રાણથી પ્યારા ધર્મમંદિરને નષ્ટ-ભ્રષ્ટ કરીને સીતમનો કેયડો વીંઝતા હતા તે યુગનો અનુભવ કરતા હોઈએ, એમ ક્ષણભર લાગે છે.
જાવાલમાં બનેલ એ કાળી સિતમ-કથા અખબારોનાં પાને આ પ્રમાણે નોંધાઈ છે– (૧) તા. ૨૦-૩–૪૨, દિવસના દસ-અગિયાર વાગ્યાના સુમારે પિતાને સનાતની હિંદુ કહેવડાવતા
કેટલાક માણસે જેની માલીકીના અંબિકા દેવીના મંદિરમાં ઘૂસી ગયા અને તલવારવતી મૂળનાયક
શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિને ખંડિત કરી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. (૨) જિનમંદિર આગળ, રસ્તા પર પાડાને વધ કરી તેનું લેહી મંદિરની દિવાલો અને દરવાજા ઉપર છાંટવું. (૩) જિનમંદિરની ધજા ઉતારી લીધી. (૪) પિતાના ઉપર ગુજરેલા આ કાળા કેરથી ત્રાસીને જે જેને હિજરત કરી, ગામ છોડી જતા હતા
તે, રસ્તામાં, સિરોહી રાજ્યની હદમાં જ, કંટાઈ ગયા.
સુલેહ અને શાંતિપ્રિય જેન કામ ઉપર વીતેલી આ ઘટનાઓ પિોતે જ એવી છે કે, એના વધુ કાંડાણમાં ઉતર્યા વગર જ, કેઈપણ ન્યાયનિષ્ઠ વ્યક્તિનું હૃદય કકળી ઉઠે !
સાચે જ, જાણે પરધર્મીઓની અત્યાચાર-કથાઓને ભૂલાવી દેતા હોય એવી કરપીણ આ ઘટનાઓ છે ! આ અત્યાચારના કરનારા સનાતનધમી (!) હિંદુઓ
અને અત્યંત શરમજનક વાત તો એ છે કે આ કરપીણ કૃના કરનારા, બીજા કોઈ નહીં પણ, પિતાને ઉચ્ચ જાતીના કહેવડાવનારા અને સનાતન ધર્મને ઝંડો લઈને ફરનારા હિંદુઓ છે.
જાવાલમાંના જેને હસ્તકના આ અંબિકા દેવીના મંદિર અંગે ત્યાંના હિંદુઓ અને જેને વચ્ચે મતભેદ જૂને છે. એ મંદિરની માલીકી મેળવવા માટે હિંદુઓએ કેટલીક વખત પ્રયત્ન કર્યા હતા. પણ જેને પાસેના દસ્તાવેજ તેમજ બીજા પુરાવાઓ આગળ તેઓ ફાવી શકયા ન હતા. છેલ્લે છેલ્લે આ પ્રકરણ અદાલતે ગયું હતું, અને અદાલતે પણ તા. ૧૭-૧-૪રના રોજ ફેંસલે આપીને જેનેનાં હક્ક અને માલીકીને સ્વીકાર કર્યો હતો. ન્યાયદષ્ટિ તો એમ કહે છે કે અદાલતના આ ફેંસલા પછી આ પ્રકરણનો અંત આવવો જોઈતો હતો. પણ ત્યારપછી જે ઘટનાઓ બની તે તો એમ સૂચવે છે કે આ ફેંસલા પછી આ પ્રકરણ વધુ ખરાબ થયું હતું. અને એ વધુ ખરાબ કરવાની જવાબદારી, સાંભળવા પ્રમાણે, જાવાલના ઠાકરની છે. જાવાલના ઠાકોરે કેટલાક હિંદુઓને સનાતન ધર્મને નામે ઉશ્કેર્યા અને તેમના સહકારથી આવાં કુકૃત્યો આદર્યા.
અમે નથી માની શકતા કે એક દેવસ્થાનને કબજે લેવા માટે આવા અત્યાચારોને જરાપણું વ્યાજબી ગણું શકાય. ધર્મને નામે આવા અત્યાચારમાં નથી દેવની સેવા કે નથી સનાતન ધર્મની શેભા! આવા અમાનુષી અત્યાચારોમાં સાથ આપનાર એ સનાતન ધર્મી હિંદુ ભાઈઓને અમે સુચવીએ છીએ કે તેઓ જાલેરના ઠાકરના હથિયાર ન બને અને આવાં કુકૃત્યોમાં સાથ આપી પોતાના હાથ કાળા ન કરે !
એ સનાતની ભાઈઓ ધ્યાન રાખે કે–તેમણે આ કૃત્ય કરીને ન કેવળ જાવાલના જેનેને જ
For Private And Personal Use Only