Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૭ હોય છે અને કાંતે કોઈ એકાંત જગ્યામાં હોય છે. પડસાલના ડાબા છેડે ઈદ્રની મૂર્તાિ અને જમણે કે ઉત્તર ભણીના છેડે અંબિકાની મૂર્તિ જોવામાં આવે છે. કેટલાક મુદ્રાલેખે પણ છે જેમાંના કેટલાક અક્ષરે વાંચી શકાય છે. આ મુદ્રાલેખે ગુફાના સ્થભે પર જોવામાં આવે છે. જૂની કેનેરી લીપીમાં લખાયેલા આ મુદ્રાલેખનો સમયકાળ ઈ. સ. ૮૦૦-૮૫૦ હવે જોઈએ. [ જે કે જે દેશની લીપી છે તે ઉપરથી ગુફાને સમયકાળ આપ એ બહ...] આની તદન હામે એક મંદિર છે જેની અંદર એક સુંદર ભેયરૂં છે. આ મંદિર કેતરી કાઢેલું અને તેમાં હંમેશ મુજબ મૂર્તિ બિરાજમાન છે. ચોગાનના પાછલા ભાગની ગુફા લાંબા સમય થયાં માટીથી પુરાઈ ગઈ છે. એ ગુફાનું શિલ્પકામ અજાયબી પમાડે તેવી રીતે સામાન્યપણે સુરક્ષિત રહ્યું છે, એમ કહી શકાય. આગલા ઝરૂખાના છેડા ઉપર ઝાડની નીચે ઇંદ્ર અને અંબિકાની મૂર્તિઓ બિરાજમાન છે. આ મૂતિઓ તેમજ: પરિ. ચારકની મૂર્તિઓ બહુ સુંદર રીતે કેરી કાઢવામાં આવેલ છે. એ મૂર્તિના જુદા જુદા ભાગાને અદ્યાપિ સુધી બહુ જ ઓછું નુકસાન થયું છે. આગળના સ્થંભો રસ છે. એખરાના ઝરૂખા પાછલના સ્થળે નીચેના ભાગમાં ચોરસ અને ઉપરના ભાગમાં સેળ બાજુવાળા છે. અંદરના વિસ્તારમાં ચાર ચેરસ સ્થભે છે. મંદિરમાં એક તેણુ કે સુશોભિત કમાન નીચે થઈને જઈ શકાય છે. પાર્શ્વનાથ ગૌતમ વગેરેની મૂર્તિઓ બીજા મંદિરની માફક આ મંદિરમાં વિદ્યમાન છે. પ્રસધારની પૂર્વ બાજુએ તેમજ દક્ષિણ બાજુની હામે એકેક મંદિર છે, જેમાં દરેક છેડે મહાવીર કે શાંતિનાથ બિરાજમાન છે. જરાક પાછળ જતાં ડાબી બાજુએ પાર્શ્વનાથ અને જમણી બાજુએ ગૌતમ જોવામાં આવે છે. આની જમણી બાજુએ એક સીડી છે, જે ઉપર થઈને ઉપલે માળ જઈ શકાય છે. આ માળમાં બાર સ્થંભવાળા મહેટો ખંડ છે. એ ખંડની ઉંચાઈ તેર ફૂટ દસ ઈંચથી સાડા ચઉદ ફૂટની છે. ખંડના મોખરે બે થંભે છે અને પાછલા ભાગમાં બે થંભે છે. આ ભારે સ્થાના પાયા સમરસ છે. ગુફાના આગલા ભાગમાં બાંકડાવાળી દિવાલ આવેલ છે, તેના પર બે સ્થંભે છે. એક જ મધ્યબિંદુવાળાં વસ્તુ લે છત ઉપર ચીતરવામાં આવેલ છે. દિવાલ ઉપર મહાવીરની આકૃતિઓ નવ-દસ છે. જિન તીર્થકરના મસ્તક પરની ખાલી જગ્યાઓમાં વધુ જિતે તેમજ તેમના ભક્તો આલેખવામાં આવ્યા છે. દ્વારપાલની બહાર પાછલી દિવાલો ઉપર ઈદ્ર અને અંબિકા છે. મંદિરમાં જિનેન્દ્રની મૂર્તિ બિરાજમાન છે. સિંહાસનના મોખરા પર ચાર સિંહે જોવામાં આવે છે. ધર્મચક્ર કઈ વામન પુરૂષ પકડી રાખેલ જોવાય છે. જિનમૂર્તિ પર ત્રેવડું છત્ર છે. મંદિરની જમણી બાજુએ નીચા સરખા બારણુંવાળું એક ભોંયરું છે. તે મંદિરની નીચેની છતમાં એક રસ બી કું હતું. આ બને ને ઉપયોગ કીમતી ચીજ છુપાવી રાખવા તે હેવો જોઈએ. મોખરાના ઝરૂખાના પશ્ચિમ ભણીના છેડા ઉપર જે બારણું છે તે બારણામાં થઈને એક નીચા ભેયરાની નીચે ખંડ ખોદી કાઢવા માટે ભયરાની એક બાજુ કાપી નાંખવામાં આવેલ છે. એખરાના ઝરૂખાના બીજા છેડામાંના એક ભોંયરામાં થઈને દિવાલના બાંકાના માર્ગે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38