Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
કરાવ્યું અને ઉદારતાના (આ કાર્યથી) કર્મને નાશ તેણે કર્યો.
(૫) તેણે જિનની ભવ્ય અને મહાન મૂર્તિઓ ઘણું સંખ્યામાં બનાવી અને જે પ્રમાણે ભારતે કૈલાસ પર્વતને (તીર્થ બનાવ્યું છે, તે પ્રમાણે તેણે ચારણુદ્ધિને એક પવિત્ર તીર્થ બનાવ્યું.
(૬) ધર્મની અપ્રતિમ મૂત, દઢ અને પવિત્ર ધર્મશ્રદ્ધાની અદ્વિતીય વ્યક્તિ, દયાળુ, પર્વિત્ર, પત્ની પ્રત્યે પવિત્ર ભાવવાળા, (ઔદાયમાં) કલ્પવૃક્ષ જે એ ચકેશ્વર પવિત્ર ધમને રક્ષક, પાંચમો વાસુદેવ બને છે. ફાલ્ગન બુધવાર.”
આની નીચે ઢેલાવ ઉપર કેટલીક નાની ગુફાઓ છે જે બધી જેનેની છે. આ બધી ગુફાઓને વિનાશ થયેલ જોવામાં આવે છે. શિખરની પાસે એક સાદી ગુફા છે. તેના આગલા ભાગમાં બે ચેરસ સ્થભ છે.*
સતરમી શતાબ્દિ આસપાસ થઈ ગએલ મહેપાધ્યાય શ્રી મેઘવિજયજીએ પિતાના ઔરંગાબાદમાં થએલ ચોમાસામાં એક વિજ્ઞપ્તિપત્ર (મેઘદૂતસમસ્યલેખ) તૈયાર કરી આચાર્ય વિજયપ્રભસૂરિને દીવબંદર મોકલેલ તેમાં ઔરંગાબાદથી દીવબંદર સુધીને ભૌગોલિક અને પ્રાકૃતિક જ્ઞાનને પરિચય કરાવેલ છે. તેમાં જણાવેલ છે કે “દેવગિરિથી ઇલેરા પહાડપર જઈ ત્યાંના જૈનમંદિરમાં બિરાજિત પાર્શ્વનાથને નમસ્કાર કરી ” આગળ જવા બતાવેલ છે–
इत्येतस्मान्नगरयुगलाद्वीक्ष्य केलिस्थल त्वमीलोराद्रौ सपदि विनमन् पाचमीशं त्रिलोक्याः । भ्रातः ? प्रातव्रज जनपदस्त्रीजनैः पीयमानो मन्दायन्ते न खलु सुहृदामभ्युपेतार्थकृत्याः ॥४२॥
–ર્વિસમિત્રિવેણી, મુનિ જિનવિજયજી, પૃષ્ઠ ૨૧
* Archoalogical Survey of Western India. Miscellaneous Publications. Bombay 1881. P. 98100,
કેટલાંક અનિવાર્ય કારણેને લીધે આ અંક રવાના કરવામાં અસાધારણ વિલંબ થયો છે તે માટે વાચકો ક્ષમા કરે!
આવતે અંક વખતસર-એપ્રિલ માસની પંદરમી તારીખ પ્રગટ થશે.
For Private And Personal Use Only