Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] દલેરાની જૈન ગુફાઓ [૩૧] , , , , , , ભક્તો છે. આ મંદિરમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર નજરે પડે છે. આ મૂર્તિઓ ધ્યાનસ્થ દશાએ પ્રતિષ્ઠિત છે, અને મૂર્તિના મસ્તકની આજુબાજુ કેટલાક સંગીત વગાડનારાની આકૃતિઓ છે. પાછળના ભાગમાં ઈદ્રની આકૃતિ પિપટોવાળા વૃક્ષ નીચે માલુમ પડે છે. ઈદ્ર બે સેવ સાથે હાથી ઉપર આરૂઢ થયેલ જણાય છે. જમણી બાજુએ દેવી. છે જે સામાન્ય રીતે ઇંદ્રાણી તરીકે ઓળખાય છે, પરંતુ ખરી રીતે તે અંબા કે અંબિકા નામની જૈનેની સુપરિચિત મહાન દેવી છે. ચોગાનમાં પ્રવેશ કરતાં જમણી બાજુએ એક મહાન હાથીની આકૃતિ જોવામાં આવે છે. ડાબી બાજુએ એક સુંદર સ્થંભ છે જેની ઊંચાઈ ૭ ફુટ ૪ ઈંચ છે, તેના મથાળે એક ચૌમુખ આકૃતિ હતી જે આકૃતિ લઈ નેર્યબ્રુ આ ગુફાઓની મુલાકાત લીધી તેના બીજા દિવસે ખડક ઉપર તૂટી પડી હતી. ચોગાનની મધ્યમાં ચૌમુખી આકૃતિ ઉપર એક મંડપ છે. આ મંડપ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ કે ચરમ તીર્થકર શ્રી મહાવીરની આકૃતિ ઉપર થઈને પસાર થાય છે. મૂર્તિના સિંહાસનમાં વચ્ચે ધર્મચક અને બન્ને બાજુએ બે સિંહે બતાવેલ છે. મંડપ તેમજ ચગાનના પ્રવેશદ્વારની રચના ઘણું કરીને લગભગ કવિડીયન ઢબની છે, પણ ઉત્તર હિંદના જે મંડપ અને પ્રવેશદ્વારે મળી આવે છે તેનાથી આ મંડપ અને પ્રવેશદ્વારની રચના એટલી બધી જુદી છે કે જે સમયમાં રાઠોડ વંશના રાજ્યકર્તાઓની સત્તા સંપૂર્ણ ટોચે પહોંચી તે સમયમાં ઘણું કરીને તે મંડપ અને પ્રવેશદ્વારની રચના થયેલી હોવી જોઈએ. એ મંડપ અને પ્રવેશદ્વારનો સમયકાળ બદામીની જૈન ગુફાના સમયકાળ (ઈ.સ ૬૫૦) લગભગ છે. જુદા જુદા દૃષ્ટિબિંદુઓનું આ ગુફાનું સામ્ય ઇદ્રભા સાથે સરખાવતાં બન્ને વચ્ચે આબેહૂબ સામ્ય જણાય છે એટલે કે એ બને પ્રકારની ગુફાઓ આઠમી શતાબ્દિની હોવી જોઈએ. ચોગાનની પશ્ચિમ બાજુએ એક ગુફા કે ઓરડે છે જેના આગલા ભાગમાં બે અને અંદરની બાજુએ ચાર સ્થંભે છે. દક્ષિણ ભણીની દિવાલના મધ્ય ભાગમાં ત્રેવીસમાં તાર્યકર શ્રી પાર્શ્વનાથની આકૃતિ છે. તેની સામે ગૌતમની આકૃતિ છે. આ ગુફામાંની આકૃતિઓ દરવાજાની બહારના મંદિરમાં જે આકૃતિઓ બનાવેલ છે તે કરતાં વધારે મહેટી છે. વળી એ આકૃતિઓ આ ગુફાઓમાં સ્થળે સ્થળે જોવામાં આવે છે. પાછલા ભાગની દિવાલ પર ઈદ્ર અને અંબિકાની આકૃતિઓ છે અને મંદિરમાં સિંહાસનસ્થ મહાવીરની મૂર્તિ જોવામાં આવે છે. એ મૂર્તિના મસ્તક ઉપર ત્રેવડું છત્ર છે. આ અને મુખ્ય ગુફાની વચ્ચે એક નાનું મંદિર છે જે લાંબા વખત થયાં કેટલુંક પુરાઈ ગયું છે. એ મંદિરમાં ઈદ્ર અને અંબિકાની મૂર્તિ એ સારી રીતે કેહતરી કાઢેલી છે. અંબિકાની મૂર્તિને કેઈએ છેલ્લા વર્ષો દરમ્યાન જાણી બુજીને નુકશાન કર્યું હોય તેમ જણાય છે. આ મંદિર ઉપર એક બીજું મંદિર છે જેમાં ઈદ્ર અને અંબિકાની મતિઓ પહેલાના મંદિર જેવી છે. તદ્દન સામે એક મંદિર આવેલું છે તે પણ આ બન્ને મંદિર - નીચેના ખંડમાં પ્રવેશ કરતાં એક દેવડી જેવી પડસાળ માલુમ પડે છે. એ પાસાળની વચ્ચે પડદો છે જે પડદાની પેલીમેર બાર સ્થંભવાળ ખંડ છે. એ રથભે પૈકી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38