Book Title: Jain_Satyaprakash 1942 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
રખડે છે. આથી અન્ય સવા કરી સુખે યાત્રા કરી માતા માંડવ પાછા આવ્યાં. પુત્ર ને સ્કાર કરવા અને કુશળ પૂછવા આવ્યા ત્યારે માતાએ ઉદાસીનતા બતાવી, તેથી પુત્રએ પૂર્વ કે-“માતા ! એવી તમને માર્ગમાં શી આચણ પડી કે આપ ઉદાસીન જણાઓ છે માતાએ કહ્યું: “તમે મારા પેટે પથ્થર પાકયા હેત તે સારું થાત કે કોઈના નાવા દેવા કામમાં તે આવત’ પુત્રોએ પૂછ્યું: “મા ! એવું શું બન્યું કે આપને આમ કહેવું પડે છે
માતાએ જણાવ્યું: ‘તમારી આટઆટલી સમૃદ્ધિ છતાં તમારા નામે ધોળકામાં છે ન મળે અને કહેવાય કે “અમારા ગામમાં એવા ગદ્ધા ભેંસા તો ઘણું રખડે છે એ તમારી કીર્તિ !” પુત્રએ “મા ! દુનિયાને મઢે ડૂચ દેવો કયાં જઈએ? લેકે તે ફાવે તે બોલે, તેમાં આપણે શું !” એમ કહી વાત પતાવી.................
એક પ્રસંગે ગદ્ધાશાને ગુજરાત તરફ જવાનું થયું. પૂર્વના પ્રસંગને ધ્યાન લઈ ઘોળકાના વેપારીઓને શિક્ષણ આપવાનું મન થયું તેથી તે તરફ આવ્યા અને આજુબાજુનાં પાંચ-પચ્ચીશ ગાઉમાં આવેલ ગામડાઓમાં ફરી બે મા સુધીમાં જે કંઈ તેલ થાય તે સર્વ અગાઉથી ભાવ ઠેરાવી અમુક કિંમત અનામાં આપી ખરીદી લીધું. પછી ધોળકામાં આવી તે જ પ્રમાણે સર્વ વેપારીઓ પાસેથી બધું તેલ ખરીદી લીધું, વેચ્યા પછી પણ વેપારીઓએ પોતાના વ્યવહાર પ્રમાણે તેલ વેચી નાંખ્યું ને વિચાર્યું કે અવસરે ગામડામાંથી તેલ લાવીને તેમને પૂરું કરી આપીશું નક્કી કરેલ સમયે ગદ્ધાશા તેલ લેવા આવ્યા. વેપારીઓ પાસે તેટલું તેલ ન હતું એટલે તેઓ તેલ લેવા ગામડામાં દોડયા. બધાં ગામડાઓમાંથી એક જ જવાબ મળ્યો કે અમારે પાસેથી બે માસ પહેલાં જ અમુક વેપારીએ બધું તેલ ખરીદી લીધેલ છે. વાણીઓએ બુદ્ધિ દોડાવીને શેઠને જવાબ આપ્યો કે “શેઠ! તેલ ભરવાનાં વાસણ લાવે એટલે તેલ ભરે આપીએ.” ગદ્ધાશા કંઈ કાચા ન હતા. તેમણે તરત કહ્યું કે “ના ભાઈ, મારે તેલ વાસણમાં ભરીને લઈ જવું નથી. મારે તો અહીં તેલની નદી વહેવરાવવી છે. અને તે ઠેઠ માંકડ પહોંચાડવી છે. અને કહેવરાવવું છે કે તેની પણ નદી વહેવરાવનાર વાણિયો માંડવ રહેતે હતો.” વાણિયાઓ ગભરાયા. શેઠની માફી માંગી અને કોઈ પણ રીતે પોતાને મુક્ત કરવા આજીજી કરી. ગદ્ધાશાહે જે તેઓ “શાહ” નામ છેડી દે તે મુક્ત કરવા જણાવ્યું. એટ ત્યાંના વાણિયાએ તે કબુલ કરી “શાહ” પદ છોડી દીધું. કહેવાય છે કે આજ પણ ધૂળકાના વાણિયા પિતાને “શાહ' કહેવરાવતા નથી.
માંડવમાં આજ પણ ગદ્ધાશા ભેસાશાની હવેલીની મોટી દિવાલે ઊભી છે. તે દિવાલ પરના રંગો જાણે તાજા જ રંગ્યા ન હોય તેવા દેખાય છે. તેમની હવેલી પાસે એક વિશાળ વાવ છે. તે પણ દર્શનીય છે. આ ગદ્ધારા માંડવમાં ૧૫૬ ૭માં થયા હતા કારણ કે તેમની હવેલીને, કોઈ એમ કહે છે કે નાસીરુદ્દીન પછી તેના પુત્ર મહમુદ બીજાએ ગદ્ધાશાહની દુકાનું પાસે હિડેલા મહેલના ઘાટને એક મહેલ બંધાવ્યો હતો તેની મા દિવાલું છે. ૪. જેઠાસા:
અહીંના અનેક વ્યાપારીઓમાં જેઠાશા પણ પ્રસિદ્ધ હતા. હાલમાં તેમનાં સ્થાન કે અવશેષ ઉપલબ્ધ નથી, પણ માંડવની કેટલીક દેખરેખ નાલછાને એક યતિ
For Private And Personal Use Only