________________
(ઉપોદ્દઘાત)
ભાગ-૩
- લે. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
ભારતીય દર્શનો- ‘દર્શન’ એટલે ‘તત્ત્વજ્ઞાન સંબંધી વિશિષ્ટવિચારસરણી'. આને અંગ્રેજીમાં ‘System of Philosophy' કહે છે. એની સંખ્યા વર્ગીકરણના દૃષ્ટિબિન્દુ ઉપર અવલંબે છે. દર્શનના જે ભારતીય અને અભારતીય એવા બે વર્ગો પડી શકે તેમાં ભારતીય દર્શન તરીકે મોટે ભાગે છની સંખ્યા દર્શાવાય છે. વૈદિક હિન્દુઓ-ગ્રન્થકારો વગેરે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત એમ
છ દર્શનો ગણાવે છે અને એને જ “આસ્તિક દર્શન’ ગણે છે, જ્યારે નાસ્તિક દર્શનો તરીકે એઓ ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનનો ઉલ્લેખ કરે છે. મહત્તરા યાકિનીના ધર્મપુત્ર તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ પદર્શનસમુચ્ચયના બીજા પદ્યમાં નીચે મુજબ છ દર્શન ગણાવ્યાં છે :
(૧) બૌદ્ધ. (૨) નૈયાયિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) વૈશેષિક અને (૬) જૈમિનીય.
એમણે ૭૯મા પદ્યમાં કહ્યું છે કે જેઓ તૈયાયિક અને વૈશેષિકને અભિન્ન ગણે છે તેઓ છ દર્શન ગણાવતી વેળા ‘લોકાયત’ મતનો અર્થાત્ “ચાર્વાક દર્શનનો ઉલ્લેખ કરે છે.
જૈન ગ્રંથકારોમાં સ્વમતના નિરૂપણ ઉપરાંત પરમતનું વ્યવસ્થિત સ્વરૂપ પ્રતિપાદન કરવાની પહેલ કરનાર સિદ્ધસેન દિવાકર છે. એ પ્રતિભામૂર્તિને પગલે ચાલીને એમની રચેલી દ્વાáિશિકાઓ લક્ષમાં રાખીને આ. હરિભદ્રસૂરિએ પદર્શનસમુચ્ચયમાં તેમજ શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં છ યે દર્શનોનું નિરૂપણ કર્યું છે. આ ઉપરથી અન્ય જૈન મુનિવરો પણ વિવિધ દર્શનોનું નિરૂપણ કરવા પ્રેરાયા છે અને માધવાચાર્ય તો એથી પણ આગળ વધીને સર્વ દર્શનોના સમૂહરૂપ સર્વદર્શનસંગ્રહ નામની કૃતિ રચી છે.
જૈ૦ સ0 પ્રવે” (વ. ૧૬, અં. ૨)માં સર્વસિદ્ધાન્તપ્રવેશક એ નામનો મુનિશ્રી જંબૂવિજયજીનો લેખ છપાયો છે. એમાં એમણે સર્વસિદ્ધાન્તસંગ્રહનો ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં એમણે અજ્ઞાતકર્તક પરંતુ જૈન કૃતિ નામે સર્વસિદ્ધાન્તપ્રવેશકનો નૈયાયિક દર્શન પૂરતો વિભાગ અહીં રજૂ કર્યો છે. બાકીના વિભાગ આ પછીના અંકોમાં છપાયા છે. કાલાંતરે આ લખાણ ગ્રન્થસ્થ કરાયું છે.
૧. આનો મોટો ભાગ તા. ૧૫-૪-૫૯ને રોજ મેં તૈયાર કર્યો હતો. ૨. કેટલાક પર્વ-મીમાંસા. સેશ્વર-સાંખ્ય અને નિરીશ્વર-સાંખ્ય તેમ જ સોળ પદાર્થ જણાવનાર ન્યાય અને સાત પદાર્થ
જણાવનાર ન્યાય (વૈશેષિક) એમ છ દર્શન ગણાવે છે. વળી કેટલાક સૌત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક એમ બૌદ્ધ દર્શનના ચાર પ્રકારોમાં જૈન અને લોકાયતિક દર્શન ઉમેરી છ દર્શનો ગણાવે છે. કેટલાક આ બંને પ્રકારે છ છ દર્શન ગણાવી દર્શનોની સંખ્યા બારની દર્શાવે છે. આ ઉપરાંતની કેટલીક બાબતો મેં “જૈન સત્ય પ્રકાશ” (વ.
૯, અં. ૩)માં પ્રસિદ્ધ થયેલા મારા લેખ નામે “દર્શનોની ગણના અને ઘટનામાં આપી છે. ૩. જુઓ પૃ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org