________________
જૈન પn
તહેવાર શબ્દ અતિ પ્રચલિત છે. ધાર્મિક તહેવારને જૈન મહર્ષિઓએ 'પર્વ'નું વિશિષ્ટ નામ આપ્યું છે. તહેવારમાં મોજ અને મજા, ધાંધલ-ધમાલ અને ઘોંઘાટ મુખ્ય હોય છે. પર્વમાં હોય છે. તપ, ત્યાગ, સંયમ અને આરાધના. પર્વમાં તાપૂર્વક વિશિષ્ટ જાપ અને ક્રિયાઓ કરવાની હોય છે. જૈન પર્વ એક દિવસના પણ છે અને બેથી વધુ દિવસોના પર્વ પણ છે. વિશિષ્ટ જૈન પર્વ આ પ્રમાણે છે.
પર્યુષણ પર્વ જૈનોનું આ મહાનમાં મહાન પર્વ છે. તે આઠ દિવસનું છે. દર વર્ષે ચાતુર્માસમાં શ્રાવણ વદ ૧૨ કે ૧૩થી તેનો પ્રારંભ
છે અને ભાદરવા સુદ ૪ના અથવા પના તેની પૂર્ણાહુતિ થાય છે. પર્વના અંતિમ દિવસને "સંવત્સરી" કહે છે. સાત દિવસ સાધનાના અને આઠમો છેલ્લો દિવસ સિદ્ધિનો. આઠમા દિવસનું નામ "સંવત્સરી" છે. નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધીના લોકોની ભરચક્ક ભીડ આ આઠ દિવસોમાં દરેક ઉપાશ્રયે જામે છે. આ આઠ દિવસ ઘર અને ધંધાની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને તપ-ત્યાગ કરવાના હોય છે. આ દિવસોમાં જૈનો યથાશક્ય ઉપવાસ કરે છે. પર્વમાં ઉપવાસનું ખાસ મહત્ત્વ અને પ્રવચન છે. નાના બાળકો અને વૃદ્ધો હોંશથી લગાતાર આઠ દિવસના સળંગ ઉપવાસ-અઠ્ઠાઈ વિધિવત કરે છે. સાધુ ભગવંત આઠેય દિવસ "કલ્પસૂત્ર'નામના ગ્રંથનું ક્રમશઃ સચોટ અને સવિસ્તર વાંચન કરે છે. ઘણાં શ્રાવક શ્રાવિકાઓ આઠેય દિવસ પૌષધ કરે છે. પૌષધ એટલે લગભગ સાધુના જેવું જીવન, સામાયિક અને પ્રતિક્રમણ આ આઠ દિવસની નિત્ય ક્રિયાઓ છે. આ દિવસોમાં એક દિવસ સહુ વાજતેગાજતે સ્થાનિક દેરાસરોની યાત્રા કરે છે. તેને "ચૈત્યપરિપાટી" કહે છે. સંવત્સરીના દિવસે સાધુ મહારાજ કલ્પસૂત્રના મૂળ ૧૨૫૦ સૂત્રોનું વાંચન કરે છે. આખો સંઘ ભાવવિભોર બનીને સાંભળે છે. પર્યુષણ પર્વ "ક્ષમાપના પર્વ" તરીકે જગતભરમાં ખ્યાત છે. સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા આરાધકો એક બીજાની ક્ષમાપના માંગે છે. થઈ ગયેલાં મનદુઃખો અને અપમાન વગેરે ભૂલી જઈને મૈત્રીનો હાથ પુનઃ લંબાવે છે. ક્ષમાનું આદાન-પ્રદાન આ સંવત્સરીનું મુખ્ય અંગ છે. અન્ય ધર્મોની જેન જૈન ધર્મના પણ કેટલાંક સંપ્રદાયો છે. તેમાંથી કેટલાંક સંપ્રદાયો ભાદરવા સુદ પાંચમે સંવત્સરી પર્વની આરાધના કરે છે.
નવપદ ઓળી જૈન ધર્મમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવનું વિશિષ્ટ મહિમાવંતુ સ્થાન છે. તેને "નવપદ" કહેવાય છે. તેને "સિદ્ધચક્ર" પણ કરે છે. આ નવપદની આગળ આરાધનાના દિવસોને "નવપદ ઓળી" કહે છે. વરસમાં બે વખત તેવી આરાધના કરવામાં આવે છે. દર વરસે ચૈત્ર સુદી ૭ કે ૮ થી ચૈત્રી પૂનમ સુધી અને આસો સુદી ૭ કે ૮ થી આસો સુદી પૂનમ સુધી એમ નવ-નવ દિવસ સુધી તેની આરાધના કરાય છે. તેની આરાધનામાં નવ દિવસ સુધી સળંગ "આયંબિલ" કરવાના હોય છે. અને દરેક દિવસે તે તે પદની પુજા, જાપ, વંદન વગેરે ક્રિયાઓ કરવાની હોય છે.
114