Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 119
________________ ચૈત્ર સુદ તેરસના શ્રમણ ભગવાન મહાવીરના જન્મદિવસ, પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદના દિવસે તેમજ પ્રતિષ્ઠાઅંજનશલાકા મહોત્સવ પ્રસંગે આવી "રથયાત્રા"નું આયોજન સવિશેષ થાય છે. સંઘયાત્રા નગર-શહેરના દેરાસરો તેમજ વિવિધ તીર્થોના દર્શને ચતુર્વિધ સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને "સંઘયાત્રા" કહે છે. આ યાત્રામાં ભાગ લેનારે છ નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે. ૧. એક ટંકનું ભોજન (એકાસણું કે આયંબિલ) ૨, પદયાત્રા ૩. ભૂમિ પર શયન ૪. બ્રહ્મચર્યનું પાલન ૫. સચિત્ત વસ્તુનો ત્યાગ અને ૬. સાચી શ્રદ્ધા આ છ નિયમના અવિકલ પારિભાષિક શબ્દો છે : જેમકે ભોયપથારી, પાદવિહારી વગેરે. એ દરેક શબ્દનો છેલ્લો અક્ષર પુરી" હોય છે. આથી તેને ૬'રી કહે છે. તેની મુખ્યતાના કારણે દુરી પાળતો સંઘ પણ કહે છે. આ યાત્રાસંઘમાં વ્યક્તિગત ધર્મની આરાધના સાથે જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર પણ થાય છે. ભાવિક યાત્રિકો સ્થાનિક સંઘોની સમ્યક પ્રવૃત્તિ માટે યથાશક્ય દાન પણ કરે છે. તેથી યાત્રાસંઘ જે નગરોમાંથી પસાર થાય છે કે જ્યાં રોકાય છે ત્યાંના સંઘને પણ લાભ થાય છે. માળારોપણ સુદીર્ધ "ઉપધાન તપ" કરનાર તપસ્વીનું તેમજ "સંઘયાત્રા"ના સંયોજક અને આયોજકનું "માળ" પહેરાવીને તેમની ધર્મભાવનાનું બહુમાન કરવાના પ્રસંગને માળારોપણ કહે છે. આ "માળ" નિયત વિધિ અને ક્રિયાપૂર્વક પહેરાવવામાં આવે છે. "માળ" એટલે એક પ્રકારની માળા, રેશમ–જરી આદિ વિશિષ્ટ પદાર્થની તે બનેલી હોય છે. જેમ સામાન્ય: ફૂલહાર પહેરાવી બહુમાન કરાય છે તે પ્રમાણે તપસ્વીનું અને દાતાનું માળારોપણથી બહુમાન કરાય છે. ઉદ્યાપન ઉદ્યાપન એટલે ઉત્સવ. આને "ઉજમણું" પણ કહે છે. તેમાં પોતાના નિર્મળ આનંદની વહેંચણી કરવામાં આવે છે. વિશેષ તપશ્ચર્યા કે સાધના નિર્વિને અને સાનંદ પરિપૂર્ણ થઈ તેની ખુશાલી, તેનો આનંદ અભિવ્યક્ત કરવા ઉદ્યાપન કે ઉજમણું કરવામાં આવે છે. એમાં જિન ભક્તિમાં ઉપયોગમાં આવતાં ચંદન, કળશ, વાટકી, દીપ વગેરે ઉપકરણો, જ્ઞાનસાધનાના પુસ્તકો, સાપડો વગેરે ઉપકરણો તેમજ સાધુની જીવનચર્યા માટેના રજોહરણ, સંથારો, પાતરાં વગેરે ઉપકરણો, આમ મુક્તિમાર્ગરુપ જ્ઞાનદર્શન અને ચારિત્રના ઉપકરણોનું પ્રદર્શન યોજવામાં આવે છે. યથાશક્ય એ ઉપકરણોની પ્રભાવના (નિઃશુલ્ક વહેંચણી) કરાય છે. આ ઉદ્યાનમાં "છોડ" ભરાવવાનું વિશેષ મહત્ત્વ હોય છે. "છોડ" એટલે ચંદરવો, પંઠિયો અને રૂમાલ. આ ચંદરવો મખમલ અને રેશમી વસ્ત્રોનો બનેલો હોય છે. તેમાં સોના-રૂપા , ચાંદીની જરીથી વિવિધ પ્રસંગોની ગુંથણી કરેલી હોય છે. દેરાસરોમાં ભગવાનની મૂર્તિની પાછળ તથા સાધુ-સાધ્વી જયાં વ્યાખ્યાન વાંચવા બેસે છે, તે સ્થાનની પાછળ આ "છોડ" બાંધવાની પદ્ધતિ છે. 1230

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174