________________
સાધુ નેમકુમાર ગિરનાર પર્વત પર ગયાં એકાગ્રપણે ધ્યાનાવસ્થામાં સ્થિર થઈ આ બધા દુ:ખ- આપત્તિનું કારણ શોધવા માટે પ્રયત્નશીલ થઈ ગયાં. તેમને સમજાયું કે પોતાની જાત પ્રત્યેની સાચી કુદરતી ગેરસમજ માનવને મોટી સમજણશક્તિ તરફ દોરી જાય છે અને ખોટી પ્રવૃત્તિઓનો પ્રભાવ જ દરેક પ્રકારનાં દુઃખ અને આપત્તિના મૂળ કારણભૂત છે. અને આથી જ તેઓ પોતાની જાત પ્રત્યેના ગહન ચિંતનમાં ડૂબી ગયાં.
ગિરનાર પર્વત પર ચોપન દિવસ ગહન આધ્યાત્મિક ધ્યાનાવસ્થામાં પસાર કર્યા પછી નેમિનાથે સાચી સમજ અને આત્મસત્તા પ્રાપ્ત કરવા માટે વિઘ્નરૂપ બધાજ ઘાતક કર્મોનો નાશ કર્યો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને તેઓ સર્વજ્ઞ થયાં. તેમણે ચર્તુવિધ સંઘ કે જે તીર્થરૂપ છે તેની સ્થાપના કરી અને જૈન ધર્મના બાવીસમાં તીર્થકર બન્યાં. આ પછી તેઓએ લાંબા સમય સુધી આમ જનતાને મુક્તિ માર્ગના પ્રયાણરૂપ ધર્મોપદેશ ફરમાવ્યો.
જયારે નેમિનાથે દુન્વયી જીવનનો ત્યાગ કર્યો, ત્યારે રાજુલની સખીઓ તેને સોળ શણગારથી અલંકૃત કરી રહી હતી. તે વરરાજા નેમિકુમારના આગમનની આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહી હતી. પછી તેઓએ નેમિકુમારના લગ્નમંડપેથી પાછા ફર્યાના સમાચાર સાંભળ્યાં. તેઓના આ નિર્ણયને કોઈપણ સમજી શક્યું નહી. રાજુલા લોકોદધિમાં ગરકાવ થઈ ગઇ. એકાએક કોઈ એક વિપત્તિ તેને ચોમેરથી ઘેરી વળી તેની આવી કટોકટીની ક્ષણોમાં તેની સખીઓએ તેને સહાનુભૂતિ આપવાનો પ્રયત્નો કર્યા. તેઓમાંની કેટલીક સખીઓ પોતાની પ્રિય સખીને આવી દુ:ખ ભરી પરિસ્થિતિમાં મુકવા બદલ નેમિકુમારને શાપ આપવા લાગી. કેટલીક સખીઓ આવા અકથ્ય નેમિકુમારને વિસ્તૃત કરીને બીજો કોઈ યોગ્ય સાથી શોધવા માટે આગ્રહ કરવા માંડી. પરંતુ રાજુલે તો બસ નેમિકુમારને જ હૃદયમાં પતિસ્થાને સ્થાપિત કર્યા હતા. તે હવે અન્ય કોઈપણ પુરુષને પોતાના પતિના સ્થાનરૂપ વિચારી પણ શકતી ન હતી. નેમિકુમાર વિષે કોઈ અપશબ્દ બોલે કે અયોગ્ય કહે તો પણ એને પસંદ ન હતું. રાજુલ પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સુસંસ્કૃત હતી. જ્યારે તેણે તેઓના ત્યાગનું સાચું કારણ જાણ્યું ત્યારે તે દુ:ખના મહાસાગરને પાર કરવા કટિબદ્ધ થઈ શકી. તે હવે સમજી શકી હતી કે નેમિકુમારે એક સ્તુત્ય-પ્રશંસનીય કાર્ય માટે સંસાર ત્યાગ કર્યો છે. તે એમના ધ્યેયની પ્રશંસા કરવા સમર્થ બની. તે પણ હવે ધર્માભિમુખ બની ધાર્મિક વિધિઓમાં તલ્લીન થવા લાગી.
જ્યારે રાજુલે જાણ્યું કે નેમિનાથ સર્વજ્ઞ થયા છે, ત્યારે તે પોતાની અનેક સખીઓ સાથે સમવસરણમાં ગઈ અને દીક્ષા અંગીકાર કરી, તેણે પોતાની જાતને ધ્યાન અને તપ કાર્યમાં મશગુલ કરી અને બાકીનો સમય સાધ્વી આચાર્યાની આજ્ઞાનુવર્તી રહી પસાર કર્યો અંતિમ સમયે તેણે પોતાના બધાં જ કર્મોનો ક્ષય છેવટે મુક્તિ પ્રાપ્ત કરી.
ભગવાન નેમિનાથનું જીવન એ પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા -કરુણાનું સર્વોત્તમ ઉદાહરણ છે. પોતાને કારણે થતી
અને અત્યાચાર એ ખ્યાલે દુઃખથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની તેમની શોધની ભાવના-લાગણીને પ્રદીપ્ત | કરતી હતી. રાજુલ એક ઉમદા-ઉદાત્ત રાજકુમારી હતી કે જે નેમકુમારની સત્ય માટેની શોધનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી, સંપૂર્ણ સમજ અને પ્રસન્નતા પૂર્વક તેમને અનુસરી.