________________
તારે ખરીદવું હોય તે બધુજ ખરીદી લે. તેની માતાએ કહ્યું આ કોઈ સોદાગર વેપારી નથી. આ આપણા રાજા છે. આપણા માલિક છે. આથી તારે તેમનું અભિવાદન કરી તેમને માન આપવા, સત્કાર કરવા નીચે આવવાનું છે. માલિક શબ્દ સંપૂર્ણપણે તેના કાનમાં ગુંજવા લાગ્યો. તેને આશ્ચર્ય થયું શા માટે મારો ઉપરી કોઈ માલિક હોઈ શકે? હું પોતેજ મારી જાતનો માલિકરાજા છું. આ પ્રમાણે વિચાર કરતા તે નીચે આવ્યો. રાજાનું અભિવાદન કરી તેમનો યોગ્ય માન-સત્કાર કર્યો પરંતુ ત્યા લાંબો સમય રોકાયો નહિ. તેની વિચારધારા તો ચાલુ જ હતી. તે વિચારવા લાગ્યો કે તે પોતે મુક્તાત્મા નથી- કારણ કે તેના માથે કોઈ ઉપરી માલિક જેવો રાજા છે. તે પોતાના પિતાશ્રી કે જેઓ એ સાધુત્વ ગ્રહણ કર્યું છે અને જિંદગીની સાચી વાસ્તવિકતા તેના વાસ્તવિક અર્થ વિશે વિચારવા લાગ્યો અને તે જ ક્ષણે તેણે મનોમન સાધુ થવાનો નિર્ણય કરી લીધો, અને પોતાના કુટુંબીજનોને પોતાના નિર્ણયથી વાકેફ કર્યા. તેની માતા અને તેની બત્રીસ પત્નીઓએ તેને થોડો વધારે સમયે તેમની સાથે રોકાઈ જવા જ્યારે ખૂબ આજીજી વિનંતિ કરી પરંતુ હવે તો તેણે આ સંસાર છોડવાનો પાકો નિર્ધાર કરી લીધો હતો. પોતાની સંપૂર્ણ સંપત્તિ સમૃદ્ધિ અને કુટુંબીજનોની કુટુંબીજનોનો એકી સાથે ત્યાગ કરવાને બદલે તે દરેક પત્ની સાથે એક-એક દિવસ વીતાવશે અને બત્રીસ દિવસને અંતે સાધુત્વનો સ્વીકાર કરશે તેવી રજુઆત કરી. અને એજ દિવસથી તેણે આ પ્રમાણેનું વર્તન શરુ કર્યું. શાલિભદ્રને સુભદ્રા નામે બહેન હતી. તેના લગ્ન ધન્ના સાથે થયા હતાં. ધન્નાને આઠ પત્નીઓ હતી. એક દિવસ સુભદ્રા તેના પતિને સ્નાન કરાવી રહી હતી ત્યારે એકાએખ તેની આંખમાં અશ્રુઓ મુખ પરથી સરી ને ધન્ના પર પડ્યા. ધન્નાએ તેને રડવાનું કારણ પૂછ્યું તેણે કહ્યું કે તેના ભાઈએ સાધુત્વ સ્વીકારવાનો પાકો નિશ્ચય કરી લીધો છે અને તે પ્રત્યેક દિવસે એક-એક પત્નીનો ત્યાગ કરીને બત્રીસમે દિવસે સાધુત્વ સ્વીકારશે. ધન્નાએ હસતાં હસતાં સુભદ્રાને કહ્યું: તારો ભાઈ કાયર છે. જો તેણે સાધુ જીવન અપનાવવું જ છે- સાધુ બનવું જ છે તો પછી શા માટે બત્રીસ દિવસની રાહ જોવી જોઈએ? પતિનું આવું કથન સાંભળી સુભદ્રા વ્યથિત થઇ ગઈ. તેણીએ પતિને કહ્યું: કરવા કરતાં બોલવું સરળ છે. તેના આ શબ્દ પ્રયોગથી જ ધન્નાના મનમાં જ્ઞાનની ચિનગારી પ્રગટી ઉઠી અને તેણે સુભદ્રા ને કહ્યું હું તમારો આઠે પત્નીઓનો અત્યારે જ ત્યાગ કરીને સાધુત્વ અંગીકાર કરું છું. સુભદ્રા અસમંજસ, આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. તેને લાગ્યું કે તેના પતિ મજાક કરી રહ્યા છે. પરંતુ ધન્નાએ કહ્યું હવે ઘણુંજ મોડું થઇ ગયું છે. જો તમે બધાજ મારું અનુસરણ કરવા ઇચ્છતા હોય તો તમે બધાજ આવકાર્ય છો. ધન્નાનો મક્કમ નિર્ધાર જાણીને સુભદ્રા અને અન્ય સાતે પત્નીઓએ પણ સાધ્વી બનવાનો નિર્ણય કર્યો.
આ પછી ધન્ના તેના સાળા શાલિભદ્રના મહેલ ગયો અને તેને પડકારતા કહ્યું "અર! શાલિભદ્ર ખરેખર, જો તું તારા કુટુંબીજનો- સ્નેહીઓ અને સર્વ સંપત્તિનો ત્યાગ કરવા ઇચ્છતા હોય તો હવે રાહ શેની જુએ છે? ચાલ મારી સાથે જોડાઈ જા શાલિભદ્ર બનેવીની વાત સાંભળી અને તેમનો પડકાર ઝીલી લીધો. તેણે તેની પત્નીઓ અને માતા સહિત કુટુંબીજનોને કહ્યું "હું અત્યારે જ તમારા બધાનો સંપૂર્ણ પણે ત્યાગ કરું છું." તે પોતાના બનેવી સાથે ચાલી નીકળવા નીચે આવ્યો. તેઓ બધાજ તીર્થંકર મહાવીરસ્વામી પાસે ગયા. બધાએ દીક્ષા અંગીકાર કરી અને સાધુ-સાધ્વી પદ ગ્રહણ કર્યું. ઉગ્ર તપશ્ચર્યાની આરાધના કરવા ધન્ના અને શાલિભદ્ર સ્વર્ગમાં દેવરુપે જન્મ ધારણ કર્યો. ત્યાંથી ચ્યવીને તેઓ ફરી માનવજન્મ ધારણ કરશે અને મોક્ષને પ્રાપ્ત કરશે.
નિસ્વાર્થ સેવા અચૂક ફળ આપે છે. પાડોશીઓ પરસ્પર એક-બીજાને મદદ કરે તો નિશ્ચિતપણે પ્રેમાળ ભદ્ર સમાજને પ્રતિબિંબિત કરી શકે છે. દાનવૃત્તિના એક સદ્દગુણથી નાના બાળકને શાલિભદ્રના જીવન રુપ અનેક ગણો બદલો ઇનામ રુપે પ્રાપ્ત થયો. પરિણામસ્વરુપે તે દરેક વસ્તુનો સરળતાથી ત્યાગ કરવાને શક્તિમાન હતાં. શુભ કાર્યો હંમેશા આત્મા પર સુંદર રીતે અંકિત થઈ જાય છે. શુભ કાર્યો અને ઉગ્ર તપશ્ચર્યા- એ બંને આત્માને મુક્તિ તરફ દોરી જતી અંતિમ પરમ ક્રિયાઓ છે.
162