Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 156
________________ વિનંતિ કરી, વેપારી તેના ઘરે જવા અનિચ્છુક હતાં કારણ કે જો રાજા પોતેજ એક પણ શાલ ખરીદી શક્યો નહી તો પછી બીજો કોઈ સામાન્ય નાગરિક આટલી મૂલ્યવાન શાલ કેવી રીતે ખરીદી શકે? જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે ભદ્રા શેઠાણીએ પુછ્યું, તમારી પાસે કેટલી શાલ છે? તેઓ એ કહ્યું કે તેમની પાસે સોળ શાલ છે. તેએ કહ્યું કે માત્ર સોળ ? મને તો બત્રીસ જોઇએ છે કારણ કે મારે બત્રીસ પુત્રવધૂઓ છે. વેપારીઓએ વિચાર્યું કે તેઓ એક પણ શાલ ખરીદી શકે તેમ નહી હોય એટલે તે મજાક કરી રહી લાગે છે. તેએ કહ્યું મહેરબાની કરી એ બધી જ શાલ બહાર કાઢી મને બતાવો. વેપારીઓએ સોળે શાલ બહાર કાઠી. તેએ એક ક્ષણની પણ વિચાર કે વિલંબ કર્યા વિના તે બધીજ સોળે શાલો ખરીદી લીધી તેથી વેપારીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેએ જ્યારે આવી અમૂલ્ય ઉત્કૃષ્ટ શાલને બે ટુકડામાં ફાડીને બત્રીસ ટુકડા કરીને તેમની સમક્ષ જ બત્રીસે પુત્રવધૂઓને તેમના પગ લૂછવા માટે આપ્યાં. ત્યારે વેપારીઓ તો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયાં. વેપારીઓ ખરેખર દિગ્મૂઢ થઈ ગયા હતાં પરંતુ તેએ પ્રસન્નતાપૂર્વક વિદાય લીથી. પુત્રવધૂઓએ તે શાલના ટુકડાઓનો એક વાર ઉપયોગ કર્યો અને પછી તેમને ફેંકી દીધાં. શાલિભદ્રના સેવકોમાંનો કોઈ એક સેવક રાણીથી પરિચિત હતો. આથી તે શાલનો એક ટુકડો રાણીને બતાવવા લઈ ગયો. આ જાણી રાણી નિરાશ તો થઇ પરંતુ પોતાના રાજ્યમાં આવા સમૃદ્ધ લોકો વસે છે જાણી તેણે પ્રસન્નતા પણ અનુભવી. તેણે શ્રેણિક રાજા સાથે શાલ વિષયક વાત કરી. એટલે રાજાને પણ તેમના રાજ્યમાં વસતા આવા સમૃદ્ધ લોકો પ્રત્યે ગર્વ ઉત્પન્ન થયો કે જેમના થકી તેમના રાજ્યનું ગૌરવવંતુ સ્થાન છે, તે વાતને સમર્થન મળ્યું. તેણે શાલિભદ્રનું બહુમાન કરવા માટે તેમના દરબારમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું. જ્યારે ભદ્રાશેઠાણીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોતેજ રાજા પાસે પહોંચી અને જણાવ્યું કે તેનો પુત્ર ઘણોજ શરમાળ છે અને પોતે રાજાને પોતાના મહેલમાં પધારવાનું આમંત્રણ આપ્યું. જ્યારે શ્રેણિક રાજા શાલિભદ્રના ઘરે પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે તે શાલિભદ્રના મહેલની સરખામણીએ પોતાના મહેલની કોઈજ કિંમત નથી. ભદ્રાશેઠાણીએ રાજાને આસન ગ્રહણ કરવાની વિનંતિ કરી અને શાલિભદ્રને રાજાના સત્કાર માટે ઉપલા માળેથી નીચે આવવા અને તેમનો આદર સત્કાર કરવા માટે કહ્યું. શાલિભદ્ર રાજા અથવા રાજ્ય વિશે કશુંજ જાણતો ન હતો. તેણે વિચાર્યુ કે વેપારીઓ પાસે કોઈ હશે જે તેની માતા તેને બતાવવા ઇચ્છતી હશે. આથી તેણે કહ્યું હું તે કોઈ પણ વસ્તુ જોવા કે ચકાસવા ઇચ્છતો નથી. તું જ તારી જાતે નિર્ણય કરીને 161

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174