Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 155
________________ શાલિભદ્ર એક નાનકડા ગામમાં એક ગરીબ સ્ત્રી તેના પુત્ર સાથે રહેતી હતી. એક દિવસ ગામમાં ઉત્સવ હતો. આ ગરીબ બાળક અન્ય બાળકો સાથે રમત રમી રહ્યો હતો. રમત પૂર્ણ થયા પછી, એક ગરીબ બાળક સિવાય બધાજ બાળકો પોતાની સાથે ખીર. લાવ્યાં હતાં તે ખીર ખાવા માંડ્યા. પરંતુ ગરીબ બાળક પાસે ખાવા માટે ખીર ન હતી. તે ખૂબ ઉદાસ-દુ:ખી થયો અને દોડતો ઘરે પહોંચ્યો. તેણે પોતાની માતાને બધાજ બાળકો ખીર ખાય છે, અને તેને પણ ખાવી છે માટે થોડી ખીર બનાવી આપવા આજીજી કરી. તેની માતાએ સમજાવતાં કહ્યું કે તે અત્યારે તેના માટે ખીર બનાવી શકે તેમ નથી આથી જે કાંઇ તેણે રાંધ્યું છે તે ખાઇ લેવા માટે કહ્યું. બાળકે તો રડવાનું શરુ કર્યું અને ખીર ખાવા માટે જ આગ્રહ સેવ્યો. માતા પોતાના બાળક ને રડતો સાંખી શકે નહિ આથી તેણી પાડોશીના ઘરેથી થોડું દુધ, સાકર અને ચોખા લઈ આવી અને પોતાના બાળક માટે ખીર બનાવી. તેણે ખીર એક થાળીમાં કાઢી અને પોતે કૂવે પાણી ભરવા માટે ગઈ. જેવો બાળક ખીર ખાવાની તૈયારી કરતો હતો, ત્યાંજે તેણે ધર્મલાભ (અર્થાત તમે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરો. સામાન્ય રીતે જૈન સાધુઓ અને સાધ્વીઓ જ્યારે કોઈ પણ શ્રાવકના ઘરે ગોચરી ગ્રહણ કરવા પધારે છે ત્યારે આવા શુભાશીષો પાઠવે છે) તેણે જૈન સાધુ ને દ્વાર પર ઉભેલા જોયા. કોઇ પણ ખચકાટ બિના તે ભૂખ્યા બાળકે સાધુને અંદર આવકાર્યા અને તેમને ખીર સ્વીકારવા કહ્યું. તેણે પોતાની થાળીમાંથી બધીજ ખીર સાધુના પાતરામાં વહોરાવી દીધી. પોતાને ખાવા માટે ખીર બિલ્કલ વધી ન હોવા છતાં પણ પોતે સાધુને ખીર વહારાવી આથી તે ખૂબ સંતુષ્ટ-આનંદિત હતો. પોતાના શુભ સંકલ્પ અને પવિત્ર ઉમદા કાર્ય વડે તેણે શુભ કર્મ બંધ ઉપાદાન કર્યો. તે પછીના જન્મમાં તેણે એક અતિ ધનાઢય કુટુંબમાં શાલિભદ્ર રુપે જન્મ ધારણ કર્યો અને એ સ્વર્ગમાં દેવો જેવું સુખ ભોગવતો હતો. ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણી તેના માતા-પિતા હતાં.. શાલિભદ્ર જયારે યુવાવસ્થામાં હતો, ત્યારે જ તેના પિતાએ સંસારનો ત્યાગ કરી સાધુ જીવન સ્વીકાર્યુ હતું. તેની માતા ભદ્રા શેઠાણી તેના માટે સર્વ પ્રકારની સુવિધાઓ અને ભોગ વિલાસની સામગ્રીઓ ઉપલબ્ધ કરાવતી. પરંતુ તેને ક્યારેય પણ મહેલની બહાર જવા દેતી ન હતી. કારણ તેને સતત ડર હતો કે કદાચ તેનો પુત્ર પણ તેના પિતાનું અનુસરણ કરી સાધુ થઈ જશે. એમ કહેવાતું હતું કે સ્વર્ગના દેવો પણ તેની આવી ઉત્તમ કોટિની જીવન શૈલીની ઇર્ષ્યા કરતા હતાં. જ્યારે તે મોટો થયો ત્યારે બત્રીસ સુંદર કન્યાઓ સાથે તેના લગ્ન કરવામાં આવ્યાં. એક દિવસ નેપાળથી કેટલાંક વેપારીઓ ઉત્કૃષ્ટ હીરાજડિત શાલ વેચવા માટે શહેરમાં આવ્યાં. તેઓ રાજા શ્રેણિકના દરબારમાં ગયાં. રાજાએ તેમને કહ્યું કે આટલી મોંઘીદાટ શાલ ખરીદવી પરવડી શકે તેમ નથી તો પણ કોઈ પણ સામાન્ય નાગરિક પ્રજાજન પાસે તો આ શાલ ખરીદવા જેટલી સંપત્તિ ન જ હોઇ શકે. એમ વિચારીને તેઓએ શહેર છોડવાનું નિર્ણય કર્યો. ભદ્રા શેઠાણીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેએ સંદેશવાહકને મોકલીને વેપારીઓ સોદાગરોને પોતાના ઘરે પધારવાની 160 |

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174