Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 149
________________ ચંદનબાલા વસુમતી નામે એક સુંદર રાજકુમારી હતી. તે ભારતના બિહાર રાજ્યની ચંપાનગરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની પુત્રી હતી. એક દિવસ રાજા દધિવાહન અને પાસે આવેલી કૌશંબી નગરીના રાજા શનાતિક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. રાજા દધિવાહન યુદ્ધમાં હારી ગયા, જેથી નાસીપાસ થઈ નાસી છૂટ્યાં. રાજકુમારી વસુમતી અને રાણી ધારિણીએ જ્યારે તેઓ યુદ્ધમાં હારી ગયાં છે તેવી જાણ થઈ એટલે તેઓએ પણ ત્યાંથી નાસી છૂટવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ રાજમહેલમાંથી નાસી જતાં હતાં ત્યારે દુશ્મનના એક સૈનિકની નજર તેમના પર પડી અને તેણે તેઓને પકડી લીધાં. આથી રાજકુમારી વસુમતિ અને રાણી ધારિણી ચોંકી ઊઠ્યા. તે સૈનિક તેઓની સાથે કેવા પ્રકારનું વર્તન કરશે, તે વિષે તેઓને કાંઇ જ ખબર ન હતી. સૈનિકે રાણી ધારિણીને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું અને "તે વસુમતીને વેચી નાંખશે" એવુ કહ્યું. આ સાંભળી રાણીને ખૂબ આઘાત લાગ્યો અને તે મૃત્યુ પામી. પછી પેલો સૈનિક વસુમતીને વેચવા માટે કૌશંબીનગરીમાં લઈ ગયો. ગુલામોના બજા૨માં જ્યારે વસુમતીને વેચવાનો વારો આવ્યો ત્યારે સંજોગોવશાત્ ધનાવહ નામે એક વેપારી ત્યાંથી પસાર થતો હતો. તેણે વસુમતીને વેચાતી જોઈ ત્યારે તેની નજરે તેનો ઉમદા ચહેરો પડ્યો અને તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય ગુલામ કન્યા નથી. તેણે વિચાર્યું કે આ કન્યા જરૂર તેના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ લાગે છે અને જો હવે તે એક ગુલામ તરીકે વેચાશે તો તેના ભવિષ્યનું શું ? આથી કરુણારસિક ધનાવહે વસુમતીને ખરીદી લીધી અને તેને પોતાના ઘરે લઈ ગયો. રસ્તામાં તેણે કન્યાને પૂછ્યું. "તું કોણ છે અને તારા માતા-પિતા સાથે શું ઘટના બનેલી છે ?" વસુમતીએ કાંઈ જ પ્રત્યુત્તર આપ્યો નહીં. ધનાવહે તેને ધીરજ આપતાં કહ્યું કે હવે તારે ગભરાવવાની જરૂર નથી અને તે એને પોતાની પુત્રી માનીને પુત્રીતુલ્ય વર્તન કરશે." જ્યારે તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે તેણે પોતાની પત્ની મૂળાને વસુમતી વિષે વાત કરી અને કહ્યું, "પ્રિયે ! હું આ કન્યાને આપણા ઘરે લાવ્યો છું. તેણે પોતાના ભૂતકાળ અંગે કાંઇ જ કહ્યું નથી. મહેરબાની કરીને તું એની સાથે આપણી પુત્રી તુલ્ય વર્તન-વ્યવહાર કરજે." વસુમતીએ રાહત અનુભવી. તેણે આદરપૂર્વક વેપારી અને તેની પત્નીનો આભાર માન્યો. વેપારી કુટુંબ તેની સાથે ખુબ પ્રસન્ન હતું. તેઓએ તેને ચંદનબાળા નામ આપ્યું કારણ કે તેણે કોઈને પણ પોતાનું સાચું નામ જણાવ્યું ન હતું. વેપારી સાથે રહેતી ચંદનબાળાનું વલણ અને વર્તન એક પુત્રીને છાજે-શોભે તેવું જ હતું. આથી વેપારી ઘણો પ્રસન્ન હતો. જ્યારે બીજી બાજુ મૂળાને આશ્ચર્ય -શંકા થતી કે તેનો પતિ ચંદનબાળા સાથે કેવું વર્તન કરશે. તેણે વિચાર્યું કે તેના સૌંદર્યને કારણે તે કદાચ એની સાથે લગ્ન પણ કરી શકે. અને આથી જ ચંદનબાળાની હાજરીમાં મૂળા બેચેની અનુભવતી. એક દિવસ જ્યારે તે વેપારી કામ પરથી ઘરે પાછો ફર્યો ત્યારે તેનો હંમેશનો પગ ધોનારો નોકર હાજર ન હતો. ચંદનબાળાએ આ જોયું અને જેણે પોતાને પિતાતુલ્ય પ્રેમ આપ્યો છે, તેમના પગ ધોવાની-સેવા કરવાની તક મળતાં તે ખુબ ખુશ થઈ ગઈ. જ્યારે તે વેપારીના પગ ધોતી હતી ત્યારે તેના વાળ પીનમાંથી સરકી ગયાં અને નીચે પડ્યાં. વેપારીએ આ જોયું અને તેણે વિચાર્યું કે એના સુંદર લાંબા વાળ ગંદા થશે આથી એણે પોતાના હાથે એના વાળ ઉંચા કરીને ફરીને પીન સાથે બાંધી દીધા. મૂળાએ આ જોયું અને તે ચોંકી ઊઠી, ભભૂકી ઊઠી. તેને લાગ્યું કે 154

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174