Book Title: Jain Heritage and Beyond
Author(s): Shailesh Shah
Publisher: Oshwal Associations of The UK

Previous | Next

Page 150
________________ ચંદનબાળા વિષે કરેલી તેની શંકા સાવ સાચી હતી. હવે મૂળાએ શક્ય તેટલો ઝડપી ચંદનબાળાથી છુટકારો પામવાનો નિર્ણય કરી લીધો. એકવાર ધનાવહ પોતાના વેપારકાર્ય અંગે ત્રણ દિવસ બહારગામ પ્રવાસે ગયા ત્યારે મૂળાને ચંદનબાળાથી મુક્તિ થવાની સુંદર તક પ્રાપ્ત થઈ ગઈ. તેણે હજામને બોલાવી તેના સુંદર વાળ કપાવી માથે મુંડન કરાવ્યું. પછી એણે ચંદનબાળાના પગમાં વજનદાર બેડીઓ પહેરાવી અને ઘરના મુખ્યભાગથી દૂર એવા એક ઓરડામાં તેને પૂરી દીધી. તેણે બધાજ નોકરોને બોલાવી ધમકાવતાં કહ્યું કે ચંદનબાળા વિષે કોઈએ ધનાવહને કશું જ કહેવાનું નથી નહીંતર તેમની પણ આવી જ દશા થશે. અને પછી મૂળા પણ ત્યાંથી નીકળી પોતાના પિયર ગઈ. ધનાવહ જ્યારે પોતાના પ્રવાસેથી પાછા ફર્યા ત્યારે તેમણે ઘરમાં મૂળા કે ચંદનબાળાને જોયા નહી. તેણે નોકરોને બોલાવી એ બંને અંગે પૃચ્છા કરી. નોકરોએ મૂળા તેના પિયર ગઈ છે તેમ કહ્યું પરંતુ ચંદનબાળા વિષે કશું કહ્યું નહી કારણ કે તેઓ મૂળાથી ડરતાં હતાં. તેણે ચિંતાતુર સ્વરે નોકરોને પુછ્યું, "મારી પુત્રી ચંદનબાળા ક્યાં છે ? મહેરબાની કરીને મને સત્ય હકીકત જણાવો." છતાંપણ કોઈએ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહીં. તે ખૂબ જ નિરાશ થઈ ગયો અને હવે શું કરવું તે કશું જ એને સમજાયું નહીં. થોડી ક્ષણો પછી એક નોકરાણીને વિચાર આવ્યો, "હું એક વૃદ્ધ સ્ત્રી છું અને હું કોઈપણ ક્ષણે મૃત્યુ પામી શકું છું. હવે મૂળા મારું વધુમાં વધુ શું બગાડી શકે તેમ છે ?" આથી ચંદનબાળા પ્રત્યે કરુણભાવ આણીને તથા વેપારી પ્રત્યે સહાનુભૂતિ દાખવીને મૂળાએ ચંદનબાળા સાથે જેવું પણ વર્તન કર્યું હતું. તે બધુ જ તેણે એને જણાવ્યું. કારણીઓ તે શેઠને જ્યાં ચંદનબાળાને પૂરવામાં આવી હતી, તે ઓરડા સુધી લઈ ગઈ . ધનાવહે બારણું ખોલ્યું અને ચંદનબાળાને જોઈ. તેને જોઈ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેણે ચંદનબાળાને કહ્યું, "અરે મારી વ્હાલી દીકરી, હું હમણાં જ તને અહીંયાથી બહાર કાઢું છું. તને ખૂબ ભૂખ લાગી હશે. લાવ હું તારા માટે થોડું ભોજન શોધી આવું." આમ કહી તે રસોડામાં તેને માટે ભોજન લેવા માટે ગયાં ત્યાં તેને કોઈપણ પ્રકારની ભોજન સામગ્રી પ્રાપ્ત થઈ નહીં પરંતુ એક સૂપડામાં થોડા અડદના બાકળાં પડ્યાં હતા. વેપારીને અડદના બાકળાનો સૂપડો લઈ ચંદનબાળા પાસે ગયો અને કહ્યું, "હું તારી બેડીઓ કપાવવા માટે લુહારને બોલાવવા માટે જાઉં છું અને તે ઘરની બહાર નીકળી પડ્યો. ચંદનબાળા વિચારતી હતી કે એની જીંદગી કેવી રીતે પલટાતી બદલાતી રહી છે. તેણી સાશ્ચર્ય વિચારતી હતી કે પ્રારબ્ધ માનવ જીવનને કેવી રીતે પલટી નાંખીને વૈભવશાળી પરિસ્થિતિમાંથી કેવી લાચાર પરિસ્થિતિમાં મૂકી દે છે. હવે ચંદનબાળાએ નિર્ણય કર્યો કે ભોજન કરતાં પૂર્વે તે સાધુ અથવા સાધ્વીને થોડો આહાર વહોરાવવા આહારદાન કરશે. તે ઊઠી, બારણાં પાસે ચાલતી ગઈ અને એક પગ ઘરની અંદર અને એક પગ ઘરની બહાર રાખીને ઊભી રહી. એક સુખદ આશ્ચર્ય સાથે તેણે ભગવાન મહાવીરને પોતાના તરફ આવતાં જોયાં તેણે કહ્યું, "હે પરમોપકારી પ્રભુ ! આ ખોરાકને ગ્રહણ કરો. ભગવાન મહાવીરે એવો અભિગ્રહ કર્યો હતો કે અમુક શરતોને આધીન વ્યક્તિ જ જો એમને આહાર વહોરાવશે, તો જ તેઓ ઉપવાસનું પારણું કરશે. એમની શરતો નીચે પ્રમાણે હતી. (૧) આહારદાન કરનાર વ્યક્તિ રાજકુમારી હોવી જોઈએ. (૨) તેને માથે મુંડન હોવું જોઈએ. (૩) તે બેડીઓના બંધનયુક્ત હોવી જોઈએ. (૪) તેના હાથમાં અડદના બાકળા હોવા જોઈએ અને તેમાં એક પગ ઘરના ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોવો જોઈએ. (૫) તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી હોવી જોઈએ. ભગવાન મહાવીરે તેણીના તરફ ધ્યાનપૂર્વક જોયું તો પૂર્વનિર્ધારિત શરતોમાંથી એક શરત હજી પૂર્ણ થતી ન હતી. તે બધી જ શરતો પૂર્ણ કરતી હતી પરંતુ એકની ખામી હતી અને તે એ કે તેની આંખમાં અશ્રુધારા વહેતી ન હતી અને આથી ભગવાન મહાવીર પાછા વળી ગયાં. ચંદનબાળા ખૂબ ઉદાસ થઈ ગઈ કે ભગવાન મહાવીરે તેના હાથે આહારદાન સ્વીકાર્યું નહીં અને 155

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174