________________
જૈન ગૂર્જર કવિએઃ ૦ ૪. ઘણુ કૃતિઓ વિશેષ વિષયનિદેશ સાથે કે એના વિના આવે છે. આવા દાખલાઓમાં વિશેષ વિષયનિદેશ વિનાની કૃતિઓ પહેલાં લીધી છે ને વિશેષ વિષયનિદેશવાળી કૃતિઓ તે પછી. જેમકે પહેલાં કેવળ ‘ઋષભ” નામવાળી “ઋષભ ગીત “ઋષભ ચરિત્ર” “ઋષભ રાસ’ ‘ઋષભ
સ્ત.” વગેરે કૃતિઓ આવશે; “ઋષભ જન્મ “ઋષભ પ્રતિષ્ઠા સ્ત.” “ઋષભ સમતા સરલતા સ્ત.” એ કતિઓ તે પછી આવશે. “અધ્યામ” વિશેની “ગીતા” “શૂઈ “બહોતેરી” “લાવણી વગેરે પછી “અધ્યાત્મક૯૫દુમ” “અધ્યાત્મનય” “અધ્યાત્મ પ્રશ્નોત્તર' વગેરેનો ક્રમ દેખાશે. એમ કહી શકાય કે પ્રાથમિક તબકકે પ્રકારનામને બાજુ પર રાખીને વિષયનામ ક્રમ ગોઠવ્યો છે. પછી જે-તે વિષયનામમાં પ્રકારનામને ક્રમ રાખે છે.
પ. “જશ” – ‘જસ”, “ચંદ' – “ચંદ્ર' તથા એકવિંશતિ” – ‘એકવીસ” જેવા શબ્દોને કોઈ એક ક્રમમાં રાખેલ છે ને જરૂર લાગી ત્યાં પ્રતિનિર્દેશ કર્યો છે. જ્યાં આ પ્રકારના શબ્દોને એક સ્થાને લાવવાનું બન્યું નથી ત્યાં પરસ્પર પ્રતિનિદેશ કરી એકતાનું સૂચન કર્યું છે.
૬. આરંભના “ઇ” – “ઈને એમને ભેદ અવગણને એક જ ક્રમમાં રાખ્યા છે.
૭. એક વિષયનામની કૃતિઓને એમના પ્રકારનામના ક્રમમાં ગોઠવી છે, પરંતુ પ્રકારનામાના વિકલ્પે સાચવ્યા છે તેથી પ્રકારનામને ક્રમ તૂટે છે. ચે. રાસ” “ટબબાલા.સ્તબકને પર્યાયરૂપ ગણવાથી પણ આમ થયું છે. “આદિનાથ ગુણવેલીવિવાહલે’ પછી ‘આદિનાથ ચે.” આવે છે ને વિવાહ” એ પ્રકારનામ “ગુણવેલીના ક્રમમાં રહી જવાની સ્થિતિ થાય છે. આવા કિસ્સાઓમાં આવશ્યક લાગ્યું ત્યાં પ્રતિનિદેશથી પ્રકારનામને એના યોગ્ય ક્રમમાં સાચવી લીધું છે પરંતુ જ્યાં ઓછાં પ્રકારનામોને કારણે ક્રમભંગ વધારે પડતે થયો નથી ત્યાં વૈકલ્પિક પ્રકારનામને જે-તે સ્થાને જ રહેવા દીધેલ છે અને પ્રતિનિદેશ કર્યો નથી.
કેટલીક સગવડ ઊભી કરવા થયેલી વર્ણાનુક્રમની આ વિશિષ્ટ યોજના ડી અગવડરૂપ પણ બનવા સંભવ છે. કેઈ કૃતિનામ શેાધવા ઇચ્છનાર પહેલાં પ્રકારનામને બાજુ પર રાખીને વિષયનામના વર્ણાનુક્રમને જુએ અને પછી પ્રકારનામને ક્રમ જુએ તે સરળતા રહેશે. પ્રકારનામ એને યોગ્ય સ્થાનની પૂર્વે વિકલ્પ રૂપે નથી ને એની પણ તપાસ રાખવાની રહેશે. મૂંઝવણ થાય ત્યાં થોડું આજુબાજુ જોઈ લેવાથી લાભ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org