________________
કૃતિઓની વણુનુક્રમણ સરળતાથી થઈ શકયું તેટલું કર્યું છે, એ સંપૂર્ણ નથી.
એક જ કૃતિનામ અપ્રસ્તુત કહી શકાય એવા ભેદ સાથે ઘણું વાર દેખા દે છે. વર્ણાનુક્રમ જે બધા વર્ણોને ચુસ્ત રીતે લક્ષમાં લઈને ગઠવીએ તે આ પ્રકારનાં નામો વિખેરાઈ જાય અને એક વિષય કે નામની કૃતિઓ શોધનારને અગવડ પડે. આથી અહીં વર્ણાનુક્રમ એવા અપ્રસ્તુત ભેદોને લક્ષમાં લીધા વિના ગોઠવવામાં આવ્યો છે તે તરફ ખાસ ધ્યાન દોરવું જોઈએ. અહીં સ્વીકારેલી વર્ણાનુક્રમની આ વિશિષ્ટ ગોઠવણુની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે:
૧. કૃતિનામમાં ઋષિ, મુનિ, શ્રેષ્ઠી જેવા શબ્દો હોય ત્યાં રહેવા દીધા છે ને એક નામની કૃતિઓનું સંકલન કરવાનું થયું છે ત્યાં કૌંસમાં કે વિકલ્પપૂર્વક એવા શબ્દ મૂકીને કેટલીક કૃતિઓમાં એ મળે છે એમ સૂચવ્યું છે; પરંતુ આવા શબ્દોને વર્ણાનુક્રમ ગોઠવવામાં લક્ષમાં લીધા નથી. આથી અહીં “અમરસેન વયરસેન રાજર્ષિ આખ્યાનક’ પછી ‘અમરસેન વયરસેન ચરિત્રને ક્રમ દેખાશે.
ઋષભ, ઋષભજિન, ઋષભ તીર્થકર, ઋષભનાથ, ઋષભદેવ – આ બધાં નામોને પણ એક જ લેખેલ છે. આથી “ઋષભદેવ ગુણવેલી પછી ઋષભ ચરિત્ર જોવા મળશે.
વિક્રમ, વિક્રમચરિત્ર, વિક્રમાદિત્ય – એ નામ દ્વારા એક જ વિષય સૂચવાતે હાઈને એમને પણ પર્યાયરૂપ ગણું સાથે રાખેલ છે.
- ૨. વર્ણાનુક્રમની ગોઠવણમાં ‘ને’ વિશે” તથા અન્ય અનુગાત્મક અંશેને અવગણવામાં આવ્યા છે. આથી “ઉપદેશકારક કક્કો” “ઉપદેશી. ખ્યાલ” “ઉપદેશ ગીત” એવો ક્રમ જોવા મળશે.
૩. એક વિષયની કૃતિઓ એકસાથે રાખી છે, વિશેષ વિષયનિર્દેશને કારણે એમને જુદી પડવા દીધી નથી. “જબૂ' વિશેની સર્વ કૃતિઓ સાથે રાખવા જતાં ‘જબૂ પૃચ્છા”. પહેલાં આવે અને “જબૂદીપ” પછી એમ બન્યું છે. “જબૂદીપને જુદે વિષય ગણે છે. એ જ રીતે “પુણ્ય' વિશેની “પુણ્યપ્રશંસા રા” “પુણ્યફલની સ.” વગેરે બધી કૃતિઓ પછી “પુણ્યદત્ત સુભદ્રા ચે.” “પુણ્યપાલ ગુણસુંદરી રાસ” વગેરે આવે છે.
આ માટે, જરૂર લાગી ત્યાં, “જીવાજીવ' જેવા શબ્દોને “જીવ-જીવ લેખી એ મુજબના ક્રમમાં રાખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org