Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra

View full book text
Previous | Next

Page 18
________________ કાબુમાં રહે, ત્યાગ એ જીવન જીવવાનો સાચો માર્ગ છે. પણ દરેક માટે તેનું અનુસરણ શક્ય નથી. આથી અપરિગ્રહ પર જાતે મર્યાદા નક્કી કરવી જરૂરી છે. આસક્તિમાં જ પરિગ્રહનું પાપ રહેલું છે. ચીજવસ્તુઓનો અનાવશ્યક સંગ્રહ કે પરિગ્રહ સામાજિક અપરાધ છે અને અશાંતિનું મૂળ છે. માટે ગૃહસ્થ પણ પોતાની ચીજવસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં રાખવી જોઈએ.” ૧.૫ અનેકાંતવાદ અનેકાંતવાદ એ જૈનધર્મનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે. કોઈપણ વસ્તુના અનેક અંત એટલે કે ગુણધર્મો હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને ગુણને અંતને પૂરી રીતે તપાસી તેમાંથી સમગ્ર પણે સત્ય તારવવું જોઈએ. કોઈપણ વિષય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઈત્યાદિને વધુમાં વધુ દષ્ટિકોણથી વધુમાં વધુ વિગતોથી અને વધુમાં વધુ ઉંડાણથી તપાસવા અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવા તત્ત્વોનો સમન્વય કરીને સત્ય તારવવું તે અનેકાંતવાદ, સત્ય એક છે પરંતુ તેના સ્વરુપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપોનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાંતવાદ.” . અનેકાંતવાદ માટે પારિભાષિક શબ્દ છે. “સ્વાદ”. “સ્યાત્” એટલે કથંચિત એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે. પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાંતવાદ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને અમલમાં મુકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્વાદ છે એને સમજવા માટે અંધહસ્તીન્યાયનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે.૩૭ અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી રાગદ્વેષ ઘટે છે. વિસંવાદ દૂર થાય છે. કલેશ ઓછો થાય છે. સમભાવ જન્મે છે. મિત્રતા વિકસે છે. અને સંવાદ તથા શાંતિ સ્થપાય છે. આથી જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સમાધાન, શાંતિ અને સંવાદ સ્થાપવા માટે અનેકાંતવાદ ઉત્તમ ફાળો આપી શકે ૩૮ ૧.૬ કર્મનો સિદ્ધાંત આ વિશ્વ તરફ નજર કરતાં પ્રથમ ક્ષણે જ આશ્વર્ય ની સાથે પ્રશ્ન થાય છે. આ સંસારમાં આટલી બધી વિચિત્રતા કેમ ! માનવી સમાન હોવા છતાં કોઈ દુઃખી, કોઈ સુખી, કોઈ ધનવાન, કોઈ નિર્ધન, એક જ માતાની કક્ષામાં જન્મેલ બે બાળકોમાં પણ કેટલો બધો તફાવત ? આ બધી વિષમતાનું કારણ શું ?

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156