Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra

View full book text
Previous | Next

Page 64
________________ અરિહંતે (અર્હત:) અર્હતોને. અરિહંત શબ્દનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે. ઈન્દ્રિયો, વિષયો, કષાયો, પરિસહો અને ઉપસર્ગો આ અરિઓને શત્રુઓને હણનારા હોવાથી તેઓ અરિહંત કહેવાય છે. ઉપરાંત ચાર પ્રકારના કર્મ સર્વજીવો માટે અરીભૂત છે. તે કર્મરૂપી અરિને હણનારા હોવાથી તેઓ ‘અરિહંત’ કહેવાય છે. વંદન અને નમસ્કારને જેઓ યોગ્ય છે. અને સિદ્ધાગમનને જેઓ યોગ્ય છે તેઓ ‘અરિહંત' કહેવાય છે.૩૪ અશોક આદિ આઠ પ્રાતિહાર્ય આદિ સ્વરૂપ પૂજાને જેઓ યોગ્ય છે તેઓ અર્હત કહેવાય છે.૩૫ ૩. કર્મરૂપી અરિને હણનારાઓને ‘અરિહંત' શબ્દને અર્થ કર્યો છે. લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ ધર્મસંગ્રહ, વંદારૂવૃત્તિ આચારદિનકર, ચેઈયવંદણમહાભાસ આદિ ગ્રંથો ‘રિહંત’ પદને વિશેષ્ય માને છે. અહી એક વાત ટાંકવી જરૂરી છે કે ધર્મસંગ્રહ ગ્રંથ અરિહંત પાઠને બદલે ‘રિતે' પાઠ જણાવે છે. ૩૭ આ રીતે ‘સરિત' પદ-વંદન-નમસ્કારને, પૂજા સત્કારને તથા સિદ્ધગમનને જેઓ યોગ્ય છે. તેવા તેમજ ચારેય કર્મો, ઈન્દ્રિયો, વિષયો કષાય આદિ અરિઓને હણનારા એ અર્થમાં સિદ્ધ થાય છે. વિત્તફi-(હ્રીવિષ્યે)-કીર્તન કરીશ. નમોચ્ચારણપૂર્વક સ્તવીશ. અહીં જે કીર્તન કરવાનું છે તે નામથી અને ગુણોથી કીર્તન કરવાનું છે. કીર્તન કરવાનું કારણ દેવતા, મનુષ્યો અને અસૂરો સહિત સમગ્ર લોક માટે કીર્તનીય એવા તે ‘તીર્થકરોએ જ્ઞાન, દર્શન ચારિત્ર તથા તપરૂપ વિનય દર્શાવ્યો છે. તેમના આ ગુણોને ખ્યાલમાં રાખીને અહીં તેમનું કીર્તન કરવામાં આવે છે.૮ વિખ્તસ્સું રૂપ જીર્તિ ધાતુનું ભવિષ્યકાળના પ્રથમ પુરુષ એક વચનનું છે. વિજ્ઞસ્સું પદનો સામાન્ય અર્થ ‘હું કીર્તન કરીશ' એટલો જ થાય છે. પરંતુ તેના વિશેષ અર્થ “પોત પોતાના નામથી યા તો નામોના ઉચ્ચારણપૂર્વક હું સ્તવના કરીશ” થાય છે. એમ સમસ્ત ગ્રંથકારો જણાવે છે.૩૯ વિત્તસ્સ નો અર્થ વિષે કહીશ એ પ્રમાણે કરે છે.૪૦ ૫૬

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156