Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 8
________________ ૩૭૮ જેનધર્મ વિકાસ હે પ્રભો! મને ખબર નથી પડતી કે મારી ઉપર આપની દયા કેવી છે? નહિ તે આપ મને તરછોડાજ નહિ, જેમ એને જોઈ મેર હર્ષથી નાચે, તેમ આપને દેખી હું પણ હર્ષથી નાચું છું. આ બધી આ દાસની ભક્તિ છે કે ગાંડપણ છે, તે આપ કૃપા કરીને જણાવો. ૧૧ હે પ્રભો! આપનો પ્રભાવ એ છે કે જેમ મંજરીથી શોભાયમાન એવા આંબાને જોઈને કેયલ મીઠા સ્વરે બોલવા માંડે, તેમ આપને જોઈને મૂર્ખ માણસ પણ આપની સાથે પ્રેમ ભક્તિથી વાતચીત કરવા મંડી જાય છે. તેમ હું પણ આપની પાસે તેમજ બેઉં છું. કારણ આપ સરસ એવા મુક્તિના આનન્દને આપનાર છો. ૧૨ માટે હે પ્રભો ! સેવકને આ૫ જડ જેવો માનજે પણ તરછોડશે નહિ કારણ કે સત્પરૂ ભક્ત જનની ઉપર પ્રેમ રાખનારા હોય છે. ૧૩ હે પ્રભો! હું આપને એમ કહું છું કે, શું બાળક કાલું કાલું બોલે છતાં તે (બાળક) બાપને વધારે વધારે આનન્દ નથી ઉપજાવ તે? તેમ બાલક જે આ દાસ પણ જેવું તેવું બેલે, છતાં પણ આપને આનન્દ ઉપજાવે છે કે નહિ, તે આપજ કહે. ૧૪ હે પ્રભુ! અનાદિકાલની કુટેવને લઈને મારૂં ભુંડ જેવું મન વિષય રૂપિ દુર્ગામય વિષ્ઠામાં આસક્તિ રાખે છે. તેને હું ત્યાંથી પાછું હઠાવી શકતા નથી, માટે મહેરબાની કરી આપ મારા ચપલ મનને વિષયરૂપિ વિષ્કામાંથી બહાર કાઢે. ૧૫ હે પ્રભો ! હું આપના શાસનને રાગી છું, છતાં મારા સંબંધમાં આપને શું “આ સેવક બાબાસાઈ રૂપિયા જે છે એવી શંકા ઉપજે(રહે) છે? કે જેથી આટલું કહેતાં છતાં પણ આપ મને ઉત્તર આપતા નથી. ૧૬ આવી ઉચ્ચ કેટીમાં દાખલ થયા, અને આપને ભક્ત બન્યા છતાં મને સંસારની અનેક વિડંબના દુખ દે છે, તેજ મને આશ્ચર્ય લાગે છે. ૧૭ નમસ્કાર કરનાર જીવોને કર્મ શત્રુઓને હણવા શૂરવીર બનાવનાર હે પ્રભો ! ખેલ પુરૂષના જેવી તે વિડંબનાઓ હજુ સુધી પણ મારી કેડ મૂકતી નથી. ૧૮ હે પ્રભો ! આપ કેવલ દર્શનથી આખા જગતને દેખે છે, છતાં કષાયરૂપિ મહા કટ્ટા શત્રુઓથી પીડાયેલા એવા મને કેમ દેખતા નથી. એટલે આ દાસને તેવી સ્થિતિમાં આપ દેખો છે છતાં ઉપેક્ષા કરો, તે તે વ્યાજબી ન ગણાય. કારણ કે આપ શિવાય બીજો મને કષાયની પીડાથી મુક્ત કરવા સમર્થ નથી. ૧૯ હે પ્રભો! આપને જેવાથી મને એવો વિચાર આવે છે કે, પ્રભુના માર્ગને અનુસરીને હું પણ સંસારને પાર કેમ ન પામું? આવી ભાવનાથી મારે આત્મા સંસારમાં ક્ષણ વાર પણ રહેવાને રાજી નથી. પણ કરૂં શું? આ ભયંકર રાગાદિ શત્રુઓને સમુદાય મને પકડી રાખે છે. માટે હે પ્રભો ! કૃપા કરીને આપ તે શત્રુઓને અટકાવે, કે જેથી હું આપની પાસે આવી શકું. ૨૦ હે પ્રભો! મને સંસારમાં રાખ, અથવા સંસાર સમુદ્રથી પાર ઉતારવે, તે આપને જ આધીન છે, એવા સત્તાધીશ છતાં આપ મને સંસાર સમુદ્રથી પાર ઉતારવામાં શા માટે વિલંબ કરો છે? દુઃખથી ટળવળતા જેને આપ નહિ ઉગારે તે કેણ ઉગારશે? ૨૧. (અપૂર્ણ)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38