Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 19
________________ અહત દર્શન અને ઈશ્વર - ૩૮૯ તેને દર્શનાવરણીય કર્મ કહે છે. જે કર્મના ઉદયથી શુદ્ધ શ્રદ્ધા (સમ્યક્ત્વ, ચારિત્રાદિ ગુણ) વિકાશ ન પામે તેને મેહનીય કર્મ કહે છે, આત્માનું સ્વાભાવિક જે બળ વિર્યાદિક તેને ફેરતા જે અટકાયત કરે છે તે અંતરાય કર્મ કહેવાય છે. આ રીતે ચાર ઘાતી કર્મ ગણવામાં આવ્યા છે, અઘાતી કર્મો – ૧ આયુ. ૨ નામ. ૩ ગોત્ર. અને ૪ વેદનીય. આ ચાર કો તે અઘાતિ કર્મો તરીકે અહંત દર્શનમાં ઓળખાય છે જેના આયુષ્ય સંબંધ નિર્માણ થવામાં આયકર્મ નિમિત્ત હોય છે. વિવિધ પ્રકારના શરીરે જીવને પ્રાપ્ત થવામાં નામકર્મ નિમિત્ત છે અને ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રની જીવને પ્રાપ્તિ થવામાં ગેત્રકમ કામ કરે છે. હવે વેદનીય કર્મની સત્તાથી જીવ સુખ દુઃખાદિ સામગ્રી વડે વિકલતા પામી આત્મા પિતાના અવ્યાબાધ ગુણથી વેગળો રહે ' છે. ઉપરાંત અહંતુ દર્શન એમ પણ સ્વીકાર કરે છે કે જીવાત્મા કલ્યાણના માર્ગ તરફ જયારે પ્રયાણ કરે છે, ત્યારે મહા કઠીન તપશ્ચર્યા કરે છે અને પરિણામે ચાર ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરી સર્વ દશા પ્રાપ્ત કરે છે અને તેવી ઉજજવલ સ્થિતિને કેવલી અથવા તે જીવન મૂક્તાવસ્થા કહેવામાં આવે છે. જીવન મૂતાવસ્થા:સર્વજ્ઞ કેવલી (જીવન મૂક્તના) નાં બે પ્રકાર છે. ૧. સામાન્ય કેવલી. અને ૨. તીર્થકર, કહેવાય છે. જીવન મુક્તાવસ્થાએ શરીરધારી વિશિષ્ઠ સ્થિતિ છે. સામાન્ય કેવળી એ પિતાની મુક્તિ સાધે છે અને તીર્થકર નામવાળા વિશ્વ પુરૂષુતમાં પણ પોતાની સક્તિ ઉપરાંત સકળ જગતના જીવોને આત્યંતિક દુ:ખની નિવૃત્તિ અને પરમાનંદથી પ્રાપ્તિરૂપ મુક્તિનો માર્ગ બતાવે છે. અને તેમના ઉપદેશરૂપ જ્ઞાનામૃતથી સંસારના છ બંધન મુક્ત થઈ સંસાર સમુદ્રને તરી જાય છે, તે કારણે તેઓને તીર્થ રવરૂપ પણ માન્યા છે. અહં દર્શન દ્રષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ – “ ઉપર મુજબ સર્વજ્ઞની વ્યાખ્યા આપી છે. જેને અત્ દશન અરિહંત કહે છે જેના ઘાતિ કમ (ચાર પ્રકારના) નાશ પામ્યા છે, જેનામાં અનંત જ્ઞાન, સુખ, વીર્ય, અને દર્શન ભર્યું છે, શુભ દેહધારી છે, તે જ શુદ્ધ છે. તેથી તેનું જ ચિંતવન કરવું. સામાન્ય શરીરધારી જેવું તેમનું શરીર નથી પણ આસક્તિરહિત તેમનું શરીર હોવાથી અશરીરી પણ કહેવાય છે. હજાર સૂર્યના પ્રકાશથી પણ તેઓ ઉજજવલ અને તે ભગવાનને ધનંજય કેશમાં બ્રહ્મદેવ કહેવામાં આવ્યા છે. (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38