Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 30
________________ ઉ૮ જૈનધર્મ વિકાસ. એવી ભાવના સેવી રહેલ હતી જે તેમની ભાવના અષાડ વદ ૮ના રોજ પુરી થઈ ગઈ અને ઉપરનું વિષ મળવાથી ભારે ધાંધલ કરી મુકેલ હતી તે ભાઈઓ છડેચેક સભાની અંદર જેમ તેમ બોલતા હતા, છતાં પણ ધમવર્ગ તે જરાએ બોલતો ન હતો. જ્યારે તેઓએ મર્યાદા મુકી ત્યારે ધમવર્ગમાંથી એક ભાઈ મર્યાદાપૂર્વક કહે છે, કે તમોને સાધુઓએ શું કહે છે કે જેથી આટલું બધું અપમાનજનક બેલે છે? આવી વર્તણુંક તમને ન શોભે, છતાં પણ તે સજન પોતાનું ભાષણ ચાલુ જ રાખ્યું હતું. જેથી શાસનપક્ષમાંથી શેઠ દલપત ભાઈ પારેખ બોલ્યા કે તમોને સાધુજી મહારાજને બોલતાં રેકવાને અધિકાર શું છે ? બોરની ડીંટ જેટલું પણ જ્ઞાન તો છે નહિ અને જેમ તેમ સાધુજીની સામે બોલે રાખે છે. પછી વાતાવરણ ગરમાગરમ થઈ જતા બને વ્યક્તિઓ સમજ્યા કે આપણે બોલતાં તે બોલી ગયા પરંતુ ખરેખર કાં તે પિતાની ભૂલ સમજ્યા હોય અથવા શાસનપક્ષના ધર્માઓના તેજને સહન ન કરી શક્યા હોય, ગમે તે કારણ હો, પરંતુ સભા છોડી જવામાં જ પિતાનું માન જળવાઈ રહેશે તેમ સમજ્યા હોય, યાતો તેમને એવો ભાસ થયો હોય કે આ ધમીઓ સાધુજી પાસે આપણને માફી મંગાવશે. વગેરે વગેરે કારણથી ભાગ્યવાન સભા છોડવાને તૈયાર થયા પરંતુ તેમની રેવડી કરવાનું બાકી રહેલ હશે, તેથી બે ભાઈઓએ તેમને પકડીને બેસાડી દીધા. ત્યાર પછી સભાને કપ તે ભાગ્યવાને ઉપર ઉતરવામાં કંઈ બાકી રહી નહોતી, તે વખતનું વાતાવરણ બે ઘડી કેમીક જેવું લાગતું હતું. તેમાં વળી મહીલા મહાજન તરફથી તે એટલા બધા ચિત્રવિચિત્ર અવાજે આવવા લાગ્યા કે આ શું મેં લઈને કુદી રહેલ છે. એમને બહાર કાઢો અર્થાત્ બોલતા બંધ કરી દે. પ્રાતે ગુરૂજીએ પચ્ચખાણને પાઠ આપીને સર્વ મંગલને ધ્વનિ સંભળાવી દીધો. પછી તો સભાને કાબુ છૂટી ગયો. અને આબાલવૃદ્ધ સૌ કોઈ તેમને વિવિધ વાનગીઓનું પીરસણું આપવા લાગ્યા. બને ભાઈઓ તો નીચું મેં ઘાલીને ચાલ્યા ગયા. સભાજને દુઃખીત હૃદયે મુનિઓ પાસે આવ્યા અને કહે છે કે સાહેબજી આપ મન ઉપર જરાએ લાવશે નહિં, તે તે બીચારા આવેશયુક્ત છે અને તેમનું જીવન ઝગડામાં જ જાય છે. તેઓ મહોલ્લામાં પણ તેવી જ રીતે વાતવાતમાં લઢી પડે છે. આપ જરા પણ મનમાં લાવશે નહિં અને અમને શાંતીપૂર્વક આરાધન કર. મુનીઓ કહે છે કે તે બીચારાઓએ કેટલાં ચીકણાં કર્મ બાંધ્યા હશે, તેની અમને દયા આવે છે અને કેટલાં આવી રીતે બાંધતા હશે. ભાવિ તેને બદલે તેમને મળી રહેશે. શાસનદેવ સર્વેને બુદ્ધિ અપે અને સમાજમાં કુસંપના બીજ રોપતાં અટકાવે. એજ અભ્યર્થના.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38