Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 32
________________ ४०० જૈનધર્મ વિકાસ. મનસાગરનાં મેજ. લેખકા-બાપુલાલ કાલિદાસ સધાણી. ધીરબલ’ (અંક ૧૦ પૃ. ૩૨૧ થી અનુસંધાન) આપણે જાહેરમાં લીધેલી પ્રતિજ્ઞા કે નિયમે બરાબર પાળીએ તે ખરી. પ્રમાણિકતા નથી, એવી પ્રતિજ્ઞા કે નિયમે તે આપણે ઘણીવાર લેક ડર કે શરમથી જ ન છૂટકે પાળીએ છીએ, ખરી પ્રમાણિકતા તેજ કે જે પ્રતિજ્ઞા કે નિયમ આપણે આપણું અંતરમાં કરી હોય અને આપણા સિવાય અન્ય કઈ જાણતું ન હોય તેને બરાબર પાળીએ તે જ. આપણા આત્મા સાથે એવી સરત કરી હોય કે હું બે લાખની રકમ જ મારી મિલ્કત તરીકે રાખીશ, તેનાથી વધે તે સકૃત્યમાં ખરીશ, તે રકમ કરતાં મુડીમાં એક લાખને વધારો થાય ત્યારે મન મારફત આપણી જાતને છેતરી પચાસ હજાર ખરચીએ એથી દુનિયા ભલે આપણને ઉદાર કહે પણ ખરી રીતે તે આપણે અપ્રમાણિક અને પ્રતિજ્ઞાદ્રોહી જ છીએ, કેટલીકવારનાં બાનાં અને દલીલો તે આત્માની જ છેતરપીંડી હોય છે. આવી તે અનેક પ્રતિજ્ઞા તેડી આપણે આત્મા સાથે અપ્રમાણિકતા કરતા હોઈએ છીએ તે દરેક વિચારક સમજી શકશે, જે માણસ આત્માને છેતરતું નથી, તેજ ખરો પ્રમાણિક છે. તમે ચહા પીવે છે? તમે વિષય (મોજશોખ, વિલાસ) ભગવે છે? તમે સત્તા ચલા છો? ઉતાવળીયા થઈ હાને ઉત્તર આપતા પહેલાં એ પ્રિય! વિચાર કર! વિચાર કર! તું શું કેફી પીણાં, વિલાસ, સત્તામદ શેખથી ભેગવે છે, કે તેઓ તારા હૃદય ઉપર અધિકાર જમાવી તને નચાવે છે, ભગવે છે. ચહાના વ્યસન ઉપર તું સત્તા ધરાવે નહિ તે ચોક્કસ માનજે કે ચહા તને પીવે છે. તે વ્યસની છે, વિષય વાસનાના વેગને તું આત્મશોખથી ના અટકાવી શકે તે તું માનજે કે વિષયવાસનાને તું નહિ પણ વિષયવાસના તને ભેગવે છે. શું તું સત્તા શેખને ખાતર વાપરે છે કે સત્તાને ક્રોધ તને હથીયાર બનાવી શું નું શું કરાવે છે. જે હારી શ્રદ્ધાની બહાર છટકી, હારી ઈચ્છા નહિ છતાં કેફી પીણુ, વિષય વાસના, ક્રોધને ભેગ, મનની નિર્બળતાથી બનવું પડતું હોય તે નક્કી જ છે કે તે તને ભેગવે છે, તું એને ગુલામ છે, આ માટે આનંદઘન પુકારે છે કે – “જે તે જીત્યારે તેણે હું જીતીયોરે, પુરૂષ કિશ્ય મુજ નામ.” (અપૂર્ણ)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38