Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 18
________________ ( ૩૮૮ * જનધર્મ વિકાસ અહંત દર્શન અને ઈશ્વર લેખકઃ મણીશંકર કાળીદાસ વૈઘશાસ્ત્રી (જામનગર) (ગતાંક પૃષ્ઠ ૩૫૪ થી અનુસંધાન.) ઈશ્વર અને અહંતુ દર્શન. આ દર્શન એવી માન્યતા ધરાવે છે કે – ઈશ્વર વિષયમાં) અનાદિ કાળના કર્મનાં બંધનથી જોડાયેલે જીવ અલપઝ કહી શકશે. જો કે અનંત જ્ઞાન જીવમાં હોવાનું આ દર્શન સ્વીકારે છે, છતાંય તે જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મોને કારણે આચ્છાદિત થયેલ છે અને તેથી તે આવરણ અથવા કારણ છુટી જતાં તે જીવ અનંત જ્ઞાન યુક્ત સર્વજ્ઞ બને છે, તેજ અત્ દર્શનની દષ્ટિએ ઈશ્વર છે. ભૂત પુર્વમાં આ રીતે કર્મ રહિત બની ઘણાં નિર્વાણ પદે સ્થિત થયા છે, તે પણ ઈશ્વર અને સર્વજ્ઞણતાના નિયમે અહંત દર્શનની માન્યતા પ્રમાણે જે છે કર્મનાં સકળ આવરણે જ દૂર કરે તે તમામ ઈશ્વર છે અને તે વાતને જે બુદ્ધિ સ્વીકાર કરે તે પ્રત્યેક જીવ મુક્તિ પામી શકે છે અને તે મુક્ત છવ જેટલા છે તે તમામ ઈશ્વર છે. એ અમારે નિબંધિત સિદ્ધાંત તેને સ્વીકારે છે. - અહંત દર્શનની ઈશ્વરની માન્યતાને આપણે વધારે સરલ મને સ્પષ્ટ કરવાની છે, તેથી આપણે જણાવીયે છીયે કે કર્મ બંધનથી જે જીવ મુક્ત થયે તેજ ઈશ્વર છે. અન્ય દર્શને પેટે અમારી એકજ ઈશ્વરની અનાદિ કાળથી આરંભી આજ સુધીમાં થયે છે તે માન્યતા નથી પણ જેટલા જીવો કર્મ ક્ષય કરી મુક્તિ પામ્યા તે તમામ સર્વજ્ઞ ઈશ્વર છે. અહી એક શંકા થશે કે અહત દર્શનને અનિશ્વરવાદી નહીં કહેતાં અનેક ઈશ્વરવાદી કહીશું તે તે પણ અસંગત છે. અહંત દર્શન એકેશ્વરવાદી પણ એક અપેક્ષાએ કહી શકાશે, કારણ કે ગુણ અને સામાન્યની દષ્ટિએ એકેકવર વાદી કહેવામાં હરક્ત નથી. હવે જીવને સર્વજ્ઞ થવામાં વિનરૂપ જે કર્મ બંધને છે, તે કમ બે પ્રકારના છે. તેમાં એક ઘાતી કર્મ તરીકે ઓળખાય છે અને બીજા અઘાતિકમ કહેવાય છે. - ઘાતિ કર્મોને ચાર વિભાગમાં વહેંચી આપે છે. ૧ જ્ઞાનાવરણીય. ૨ દર્શ નાવરણીય. ૩ મેહનીય. અને ૪ અંતરાય, આ ચાર કર્મો (ઘાતી કર્મો) આત્માના જે સ્વાભાવિક ગુણે છે તેને ઘાત કરે છે. જે કમના ઉદયથી આત્માનું નિર્મળ જ્ઞાન આચ્છાદિત થાય છે તેને જ્ઞાનાવરનીય કર્મ કહે છે. જે કર્મોદયથી આત્માની દર્શન શક્તિનું રંધન થાય છે

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38