Book Title: Jain Dharm Vikas Book 02 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 15
________________ પ્રૌત્તર કલ્પલતા. ૩૮૫ આદર્શ જીવનને જણાવે, તે ધર્મકથાનુયોગ કહેવાય. આ અનુયોગ સરલમાં સરલ ગણાય છે. કારણ કે એને સાંભળવાથી બાલજી પણ ધર્મના સાધક બને છે. સમતા, ક્ષમા, સરલતા વગેરે ગુણોને ધારણ કરવાથી કયા કયા જીને કે કેવો ફાયદો થયે? તે બીના સ્પષ્ટ જાણીને શ્રોતાઓ સમતાદિ ગુણોની સેવના કરીને સ્વાર કલ્યાણ કરે છે. આ બાબતના દષ્ટાંતે વૈરાગ્ય શતક વગેરેમાં મેં જણાવ્યા છે. ૨૦-પ્રશ્ન-પ્રાચીન કાલમાં ચારે અનુચની સ્થિતિ કેવા પ્રકારની હતી? ઉત્તર-પ્રભુદેવ શ્રી મહાવીર મહારાજના નિર્વાણુ સમયથી માંડીને પૂજ્યશ્રી આરક્ષિતસૂરિજીના પૂર્વ સમય સુધી “આપૃથવાનુ ” હતા. એટલે સૂત્રોનું વ્યાખ્યાન ચારે અનુગ તરફ લક્ષ્ય રાખીને કરાતું હતું. તે પછી અવસર્પિણી કાલના દે બુદ્ધિ આદિ ગુણ ઘટતા જાણીને પૂજ્ય શ્રી આયરક્ષિતસૂરીશ્વરજી મહારાજે પૃથકત્વાનુગની સ્થાપના કરી. એટલે એકેક અનુગને ઉદ્દેશીને વ્યાખ્યાન કરવાની પદ્ધતિ શરૂ કરી. ત્યારથી માંડીને શ્રી આચારાંગ વગેરે સૂત્રોનું વ્યાખ્યાન ચરણકરણનુયાગ તરફ લક્ષ્ય રાખીને કરાય છે. અને શ્રીસૂત્રકૃતાંગ વગેરે સૂત્રોનું વ્યાખ્યાન દ્રવ્યાનુયોગની મુખ્યતાએ કરાય છે. શ્રી ભગવતીજી વગેરેનું વ્યાખ્યાન દ્રવ્યાનુયોગ વગેરેની મુખ્યતાઓ અને શ્રી જ્ઞાતા સૂત્રાદિનું વ્યાખ્યાન ધર્મકથાનુગની મુખ્યતાએ તથા શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિનું વ્યાખ્યાન ગણિતાનુ ગની મુખ્યતાએ કરાય છે. સૂત્રાર્થના ટકાવથી શ્રી જિન શાસન ટકે છે, વગેરે મુદ્દાથી શ્રી આરક્ષિતસૂરિજી મહારાજે પૃથવાનુગને પ્રચાર કર્યો હોય, એમ સંભવે છે. તેઓ આગમ વ્યવહારી હતા. માટે તેવી પદ્ધતિની શરૂઆત કરી શકે. ૨૧-પ્રશ્ન-જાતિ સ્મરણ જ્ઞાનનું સ્વરૂપ શું? ઉત્તર-જેની મદદથી “પાછલા ભામાં પોતે કઈ સ્થિતિમાં હતો? વતમાન શુભાશુભ સ્થિતિ શા કારણથી મળી? વગેરે” ભૂતકાળની બીના જાણી શકાય, તે જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય. એકાંતે આત્માનું અનિત્યપણું માનનાર વાદિઓના મતે જતિ સમરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે ઘટી શકે જ નહિ. જાતિ મરણના સ્વરૂપને સૂમ દષ્ટિથી વિચાર કરતાં દ્રવ્યાસ્તિક નયના મતે આત્માનું નિત્યપણું, પરલેક વગેરે પદાર્થો સાબીત થઈ શકે છે. ૨૨-પ્રશ્ન-પાંચ જ્ઞાનમાં જાતિ સ્મરણને કયા જ્ઞાનમાં ગણવું? ઉત્તર-મતિજ્ઞાનમાં ગણવું જોઈએ કારણ કે તે મતિજ્ઞાનને એક ભેટ છે. અવિસ્મૃતિ, સમૃતિ ધારણામાં જણાવેલા સ્મૃતિના ભેદ તરીકે જાતિ મરણને ગણવું. આ બીના કર્મગ્રંથની ટીકા વગેરે ગ્રંથમાં સ્પષ્ટ જણાવી છે. જે પાઠ આ પ્રમાણે જાણ. “જ્ઞાતિના મણિન મેરે પણ' એટલે જાતીસમરણ પણ મતિજ્ઞાનનો એક હે જ છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38