Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા સાહિત્યની જેમ આપણે સામયિક સાહિત્ય પણ ઝપાટીભર કૂચ કરતું જાય છે. દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક અને માસિક વિગેરેમાં જીવનના અનેક પ્રશ્નોની મીમાંસા ચાલી રહી છે. સામયિક સાહિત્ય ઘણું ઘણું કઠિન પ્રશ્નોના ઉકેલમાં સહાય આપી છે. જેન સંઘ આજે અનેકવિધ ગુંચવણ અનુભવે છે અને એના સામયિક સાહિત્યમાં એની અસર દેખાય છે. છેલા પચાસ વર્ષમાં આપણું સામયિક સાહિત્ય કેટલું આગળ ધયું છે તેનું માપ કાઢવું હોય તેમને આ વિશેષાંક એક સરસ સાધન પૂરું પાડશે. છેલ્લે એક વાત કહી દઈએ. દરેક લેખકના એકે એક વિચારને અમે સમ્મત છીએ એમ છે કેઈમાની લે. કોઈની માનીનતા જૂદી હોય, તો કોઈની વિચારશૈલી જુદી હોય તો કોઈની નિરૂપણ પદ્ધતિ સાવ સ્વતંત્ર હોય? માસિક અને સાપ્તાહિકના વાચકોને સારૂ એ વાત નવીન નથી. સાહિત્યમાં એ રીતે જ વૈવિધ્ય આવે છે, અને એ પ્રકારનું વૈવિધ્ય જ સાહિત્યના વિકાસનું સૂચક છે. એકની એક જ વાત, એક જ શૈલોએ, એક જ માણસ કહ્યા કરે એની કીંમત પણ શું રહે? સામાન્ય વાચકવર્ગ હવે તો પિતાને અનુકૂળ ન હોય એવા વિચારો પ્રત્યે પણ સહનશીલતા કે ઉદારતાનો ભાવ કેળવી રહ્યો છે, એ જોતાં આ વિવિધ લેખ સામગ્રી સંબંધે પણ પિતે સમ્મત ન થઈ શકતા હોય ત્યાં એ વાતની ઉપેક્ષા કરશે એવી આશા રાખીએ છીએ. આ અંકના લેખકના ફોટાઓ જેટલા મળી શક્યા તેટલા પ્રકટ કર્યા છે. કેટલાકનાં ફેટા પ્રયત્ન કરવા છતાં અમને મળી શક્યા નથી તેને માટે નિરૂપાય છીએ. સુવર્ણ–મહોત્સવને અહેવાલ, વ્યાખ્યાનો અને બીજી સામગ્રી હવે પછીના સંયુક્ત અંકમાં પ્રકટ થશે. સુશીલ મંત્રી-સંપાદક સમિતિ, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 213