Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ પ્રથમ દિવસ ચિત્ર સુદ ૩ શનિવાર તારીખ ચોથી એપ્રિલના અગ્યાર વાગે ટેલીગેટ વિગેરેને મંડપમાં દાખલ કરવામાં આવ્યા અને મેટી સંખ્યાને લઈને તુરતજ માલુમ પડ્યું કે વ્યવસ્થા કરવા માટે પ્રબળ પ્રયાસની જરૂર છે. પ્લાટફર્મ પર પ્રમુખ સાહેબની ડાબી બાજુએ માનવંતા પગાઓએ બેઠક લીધી અને જમણી બાજુએ સ્ટેટના અમલદારે બેઠક લીધી. કાર્ય શરૂ થવાને વખત થતાં વારા અમરચંદ જસરાજ, શા ગીરધરલાલ આણંદજી, શેઠ રતનજી વીરજી, શા ત્રિભુવનદાસ ભાણજીનું ડેપ્યુટેશન પ્રમુખ સાહેબને લેવા માટે તેમને ઉતારે ગયું; અને પ્રમુખ સાહેબ બરાબર એક વાગે પધાર્યા, તે વખતે તેમને અત્યુત્સાહથી માન આપવામાં આવ્યું અને તેવી જ રીતે જનરલ સેક્રેટરીઓ આવતાં તેમને પણ માન આપવામાં આવ્યું. પ્રમુખ સાહેબનું આગમન થતાંજ કાર્યની શરૂઆત કરવામાં રપાવી. શરૂઆતમાં સ્થાનિક ચીફ સેક્રેટરી શા કુંવરજી આણંદજીએ મંગળાચરણ કર્યું, અને તે પછી અને શ્રી સંઘ તરફથી પ્રગટ થયેલી આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી. એ કાર્ય થઈ રહ્યા પછી તુરતજ મંચ ઉપરથી પ્રથમ બાળકોએ અને પછી બાળાઓએ ગાયન ગાવાનું શરૂ કર્યું. દશ મિનિટ થયા પછી ભાવનગરના નામદાર મહારાજા સાહેબ શ્રી ભાવસિંહજી બહાદુર અને મહેરબાન દિવાન સાહેબ પ્રભાશંકરભાઈ પટણ પધાર્યા. તેમને આખી સમાજે બહુ હર્ષથી વધાવી લીધા. બાળાએના ગાયનમાં તિલક કરવાને પ્રસંગ આવ્યે તે વખતે શા કુંવરજી આણંદજીની પુત્રી અને બહેને પ્રમુખ સાહેબને મંગળ તિલક કર્યું અને તાંદુલ તથા પુખેથી વધાવી લીધા. ગાયને નીચે પ્રમાણે ગવાયાં હતાં– થાલે સાહેલી ભુવનેશ્વરીનાએ રાગ. આજ ઉમંગે (૨) ભાવનગરમાં ભારત સંઘ મળે ભારી. અતિઉછરંગે, ચઢતે રંગે જૈન શાસનની બલિહારી; ટેક. ભાવનગરની શોભા ભાળી, અલકાપુરી ગઈ નભ હારી; ભાવસિંહજી ભૂપતિ ભારી, રામરાજ્ય નીતિ નિરધારી, એક પત્ની ત્રત એક સ્વીકારી પ્રજા પુત્ર પુત્રી ધારી. આજ. શેઠજી મનસુખભાઇ પધારી, આભારી છીયા ભારી; આજ પ્રમુખપદ શ્રેષ્ઠ સ્વીકારી, મંડપ શોભા શણગારી; જૈન બંધુની સ્થિતિ સુધરવા, જેને મન તેિજરી. આજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31