________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ, જે કાંઈ ન્યૂનતા હોય અને આપની સગવડ જાળવવામાં જે કાંઈ ખામી દેખાય તેને માટે ક્ષમા કરવાની યાચના કરૂં છું.'
પ્રમુખ માટેની દરખાસ્ત, અનમેદન અને ટેકેઃ રીપશન કમીટીના પ્રમુખનું આવકાર આપનારું ભાષણ ખલાસ થયા પછી તુરતજ કચ્છી આગેવાન શેઠ જેઠાભાઈ નરશી કેશવજીએ સ્ટેજ ઉપર ઉભા થઈ શેઠ મનસુખભાઈ ભગુભાઈને પ્રમુખસ્થાન આપવાની દરખાસ્ત કરતાં જણાવ્યું કે
પવિત્ર મુનિ મહારાજાઓ, નેક નામદાર મહારાજ સાહેબ, પ્રિય જન બંધુઓ અને સુશીલ બહેન ! આજની આ મહાન સભાને ભવ્ય મેળાવડે જોઈ મને અતિ આનંદ થાય છે અને તે આનંદ વર્ણવવા મારી પાસે પૂરતા શબ્દ પણ નથી. શ્રી જન સંઘની સર્વ પ્રકારે ઉન્નતિ કરવાના માર્ગે જવાના જે મહાન કાર્ય માટે આપણે એકત્ર થયા છીએ તે સુકાર્યને સાંગોપાંગ પાર ઉતારવા કેઈ લાયક અને એગ્ય જૈન ગૃહસ્થને આ સભાના નાયક તરીકે નીમવાની માન ભરેલી દરખાસ્ત આ સભા સમક્ષ માં રજુ કરવાની છે. મુંબઈ ઇલાકાના જનપુરી તરીકે કહેવાતા ગુજરાતના પાટનગર અમદાવાદના સુપ્રસિદ્ધ જાણીતા શ્રીમંત ગૃહસ્થ શેઠ મનસુખભાઈ ભગુભાઈનું નામ આપણ દરેક જિન સારી રીતે જાણે છે જ. મુખ્ય તીથીની દેખરેખ રાખવામાં, જ્ઞાન અને વિદ્યાની વૃદ્ધિ કરવામાં, સ્વધર્મ બંધુઓને અનેક પ્રકારની સહાયતા આપવામાં અને ટૂંકામાં એક શ્રીમંત અગ્રેસરને છાજતાં સુકા કરવામાં તેઓ સાહેબ હમેશાં તન મન અને ધનથી સર્વદા તત્પર રહે છે, તેમજ અનેક મીલે જેવા ઉગી કાર્યમાં જોડાયેલા છતાં તેઓ સંતસમાગમ કરી અનેક ધાર્મિક કાર્યોમાં પિતાના વખતને માટે ભેગ આપે છે. તેઓની વર્તછુક ખરેખર એક શ્રીમંત શ્રાવકને મેગ્ય છે. આવાં અનેક કારણોથી તેઓ આપણી મહાન સમાજનું અધ્યક્ષસ્થાન લેવાને એય નર છે, અને હું ધારું છું કે આપ સર્વને પણ અફરણથી જ અભિપ્રાય હેવો જોઈએ. અનેક સવાલેપર આપણે અત્રે વિચાર કરવાને છે અને વખત બહુ શેડો છે, તેથી તેમની લાયકાત પર વિશેષ વિવેચન ન કરતાં તેઓ આપણ આ મહાભારત કામમાં દરેક રીતે મદદગાર થઈ આપણું કાર્ય ફતેહમંદીથી પાર પાડી આપશે એટલું જણાવી શેઠ મનસુખભાઈ ભગુભાઈને આ છઠ્ઠી જેના
વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ તરીકે નીમવાની દરખાસ્ત આપ સમક્ષ હું કરું છું અને મને આશા છે કે આપ સર્વે તેને એકમતે ને એક અવાજે રાહર્ષ સ્વીકારશે.” (તાળીઓના અવાજો ચાલુ)
For Private And Personal Use Only