________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.
" શ્રી જૈનધર્મ પ્રકાશ જેન સંઘે પિતાના સ્વઉઘોગથી આ મહાન કોન્ફરન્સ મેળવી છે, તે છતાં પ્રસ્ત તરીકે તમે માગેલી અને મારી ફરજ તરીકે મેં આ પેલી યત્કિંચિત મદદને તમે ઉપકાર માનવા ગ્ય કામ ગણ આભાર માનવાને વિવેક કર્યો છે, તે મને ચગ્ય લાગતું નથી. હિંદુસ્તાનની રાજ્યભક્ત પ્રજાને રાજા તરફ એક એવી અપૂર્વ ભક્તિની લાગણી હોય છે કે જે રાજાના લેશ વાત્સલ્યને પણ અપૂર્વકૃપાનું ચિન્હ માની લે છે. તમે તે લાગણીથી દોરવાઈ અત્યારે મારે માટે આભારસૂચક શબ્દો બોલે છે, તે તમારી ભક્તિને ગમે તેટલું ગ્ય હોય પણ મને તે જે મેં કાંઈ કર્યું હોય તો મારી ફરજ કરતાં કોઇ વિશેષ કર્યું હોય એવું લાગતું નથી..
રાજ અને પ્રજા મળીને રાજ્યશરીર ગણાય છે. રાગદેહનું ઉત્તમાંગ રાજા અને ઈતર અંગે પ્રજા છે. દેહના દરેક અંગના ધર્મ તે જેમ આખા શરીરના ધમાં છે, તેમ પ્રજાના પ્રેમે રાજ્યશરીરના ધર્મ છે, અને તે નિયમે મારા અંગિત ધર્મના જેવી લાગણીથી જ હું મારી પ્રજાના ધર્મ તરફ જોઉં છું. વિચાર કરતાં તે એમ પણ લાગે છે કે દરેક મનુષ્ય જન્મથીજ જેન છે, કેમકે અજ્ઞાન દશામાં પણ દરેક જીવ પોતાનું રક્ષણ કરવા તરફ પ્રવૃત્ત હોય છે. “મારે છે તે જીવ બીજાને પણ છે” એ ભાનને અભાવેજ માણસ પશુવત વતી જૈન ધર્મને ત્યાગ કરે છે. બાકી સ્વભાવે તે દરેક પ્રાણી જીવદયાવાળે એટલે જૈનજ હોય છે.
સંઘ, જ્ઞાતિ કે સમાજ આવા મેળાવડા કરી પોતપોતાના સામાજીક વનમાં સુધારણ કરે એ બહુ ઈચ્છવા લાયક વાત છે. પ્રજા જે પ્રમાણમાં પિતાપિતાના ધાર્મિક, વ્યવહારિક કે પરસ્પરનાં વન બીજાની દાખલગીરી વગર પિત.થીજ નિર્ણિત કરે છે, તે પ્રમાણમાં તેની ઉન્નતિનું માપ થવું યોગ્ય છે. -
માં કે ખાનગી વર્તનમાં કે જ્ઞાતિના રીતરીવાજોમાં રાજયશાસનની જરૂર પડે, એ અંદર અ દરના મતભેદેનું અને પિતાને વ્યવહાર પિતે ચલાવવાની અશક્તતાનું ચિન્હ છે. ઉન્નતિને મૂળ મંત્ર એજ હોવો જોઈએ કે પિતાનાં કામને તંત્ર જેમ બને તેમ બધે પિતાના હાથમાં લેવો જોઈએ. કેઈ પણ અમુક લહમીદ્રવ્ય છેરાત્તાદ્રવ્યને માત્ર ધારણ કરવામાં ઉન્નતિની પરિસીમા નથી, પણ એવી સ્થિતિની પ્રાપ્તિએ ઉન્નતિ છે કે જે સ્થિતિમાં અન્યના આશ્રયની આપણે કાંઈ જરૂર પડે નહીં. જેટલા પ્રમાણમાં માણસ બીજાના આશ્રયની જરૂરીયાતથી સ્વતંત્ર, તેટલા પ્રમાણમાં તેટલે તે ઉન્નત, એમ જાડી વ્યાખ્યા હું બાંધું છું. આવા સંઘના મૂળ આશયે એટલાજ માટે વખાણવા લાયક છે
For Private And Personal Use Only