Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગરના નામદાર મહારાજ સાહેબનુ ભાષણ ૧ સી. ગુલાબચંદજી ઢઢ્ઢાએ સદરહુ દરખાસ્તને ટેકે આપતાં રો મનસુખભાઇની ઉદારતા અને ધામિક ઉચ્ચ વૃતિપર વિવેચન કર્યું હતુ અને તેમ કરતાં તેમની સખાવતા કેવી રીતે સર્વદેશીય હતી, તે જણાવતાં અમદાવાદમાં તેએ તરફથી થયેલ હેસ્પીટલનું દૃષ્ટાંત આપ્યું હતું, કેળવણી ઉપરને તેઓને પ્રેમ બતાવી આપતાં તેઓશ્રી તરફથી ચાલતી સ્કૂલ તરફ ધ્યાન ખેંચ્યું હતુ. અને આશા બતાવી હતી કે જે દરખાસ્તને અનુમેહન આપવા તેઓ ઉભા થયા છે તે સર્વાનુમતે પસાર કરવામાંજ આવશે. વારા અમરચંદ જસરાજે તે દરખાસ્તને વિશેષ ટેકા આપ્યા ખાદ સદરહુ દરખાસ્ત તાળીઓના ગડગડાટ વચ્ચે સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી અને શેઠ મનસુખભાઇ ભગુભાઈએ સર્વના હર્ષ વચ્ચે માત્રુ અમીચંદૅ પન્નાલાલ તરફપી ખાસ તૈયાર કરાવેલ અને કેન્ફરન્સને અર્પણુ કરેલ રૂપાની ખુરશીપર પાતની બેઠક લીધી હતી, ત્યાર બાદ નામદાર મહારાજા સાહેબ જેએ પ્રથમથીજ પધારેલા હતા તેઓએ આખી જૈન ધર્મને માન આપનારૂં ભાષણ કર્યું હતું. આ આખુ ભાષણ દરેક જૈનને માન કરવા યેાગ્ય છે, જૈન કામ તરફને તેના અપૂર્વ પ્રેમ બતાવનારૂં છે, જવયાના સિદ્ધાન્તને પ્રતિપાદન કરનારૂં છે, અને દરેક રીતે ધ્યાન આપવા લાયક છે. એ ભાષણ અમે આખુ અત્રે ઉતારી લેવું ચેાગ્ય ધારીએ છીએ. તેઓશ્રીએ મધુર સ્વરે જણાવ્યું કે ભાવનગર સન્માનકા શ્રી છઠ્ઠી જૈન કૅન્સના પ્રમુખ સાહેબ, તથા રિણી સભાના પ્રમુખ સાહેબ તથા બધુએ અને ગૃહસ્થા ! તમારા સવના આ ભવ્ય મેલાવડામાં મને થયેલા આમ`ત્રણથી આવતાં મને ઘશેા હુ થાય છે. તમારી આગળ હજી ઘણું કામ કરવાનું ઉપસ્થિત થયેલુ' છે, અને જેમ વડોદરાના નામદાર મહારાજા ગાયકવાડ સરકારે પૂર્વના આવાજ એક પ્રસંગે કહ્યું હતું તેમ જે કામ તમારા પ્રમુખને કરવાનું છે તે હું કરવા માગતા નથી, એટલે લાંબુ શિક્ષણ આપવાની પદ્ધતિ ગ્રહણ કરવાની આવશ્યકતા નથી. હું માત્ર તમે તમારૂં કામ કેવી રીતે કરાછે તે જોઇ રાજી થવા આવ્યો છું. મારી આજની હાજરી તમારા નેતા તરીકેની નહીં પણ એક શુભેચ્છક પ્રેક્ષક તરીકેની છે, અને મારી એવી હાજરીથી તમને ખુશી હાંસ 1 થઈ હાય તેના કરતાં તમને આવા મોટા સમૂહને આવાં સારાં કામ માટે મારા શહેરમાં ભેળા થયેલા જોઇ મને એર વધારે આનંદ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31