Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ શ્રી જૈનધર્મ પ્રકાશ, સ્તાન જેવા દેશમાં હાલ જે જૂદી જૂદી જ્ઞાતિ અને જૂદા જૂદા ધમા છે તેમણે પોતાતામાં એકયતા કરવી એ પ્રજાની ઐકયતાનું પ્રથમ પગલું છે અને પ્રજાની એકયતા થવામાં સહેલામાં સહેલા રસ્તા પ્રશ્નનાં ઝીણાં ઝીણાં અગા એક બીજાની સવડને અનુસરીને પેતાતામાં જોડાઈને જેમ જેમ ઐકયતાને પામતાં જાય તેમ તેમ પ્રા મહામ`ડળને વધારે વ્હેદાર કરવાને શક્તિમાન્ થાય એ વાત મારા મત પ્રમાણે નિર્વિવાદ છે. આ ભારતવર્ષની જૈન શ્વેતાંખર કોન્ફરન્સ ઉપર પ્રમાણે થવાની અકયતાનું એક મહાન્ અને અગત્યનુ પગથીયુ` છે. નામ ઉપરથીજ સ્પષ્ટ સમજી શકાય એવું છે કે આ કેન્ફરન્સ પ્રત્યક્ષ રાજકીય હેતુ ધરીને થયેલી નથી. એમાં જે હેતુ રહેલા છે તે આપણા જિનશાસનને અનુસરીને તેમજ તેને મળતાં જુદા જુદા બીજા ધર્મોમાં પણ નીતિ અને ધર્મનાં જે વાકયા છે તેને અનુસરીને ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર ખાખતાને લગતાજ છે. ધર્મનું આરાધન કરવાની, અંતરશુદ્ધિ રાખવાની તેમજ શ્રાવકની દિનચર્યા અને છ આવશ્યક સેવવાની દરેક અધુની પ્રાથમિક ફરજ છે. જૈન ધર્મમાં જીવદયા પ્રાધાન્ય છે છતાં નાનાને પાળવા અને માટાને નહિ પાળવા એવા આક્ષેપો કાઈ કોઈ ઠેકાણે જૈન ધર્મના અનુભવ વગરના લોકોના મુખથી સાંભળવામાં આવે છે, પણ તેમણે ક્ષણવું જોઇએ કે જૈન ધર્મમાં સ જીવેાની અપેક્ષાએ પંચેન્દ્રિ જીવને અને પચેન્દ્રિ જીવામાં મનુષ્ય, જે સર્વ જીવાનુ` રક્ષણ કરી સ્વપરનુ કલ્યાણ કરવાને શક્તિમાન છે તેને પ્રાધાન્ય આપેલું છે. જીણુ ચૈત્યાÇારઃ ચૈત્યોની બાબતમાં પૂર્વ કાળથી જૈન બંધુએ ઘણાજ ઉત્સાહી, ભક્તિમાન્ અને આગળ પડતા જણાયેલા છે અને તેના દાખલાએ હાલ આપણી પાસે મોજુદ છે. આપણીજ નજીકમાં તીર્થાધિરાજ શત્રુજય, ગિરનાર, આબુ અને તાર'ગાના પર્વત ઉપર જાએ તા ત્યાં પણ જિન ચૈત્યાની ભવ્યતા આપણી પાસે ખડીજ રહે છે. ઉપર બતાવેલાં ચૈત્યે જે વખતે ખાંધવામાં આવ્યાં હશે તે વખતે તે ખાંધનાર મહાપુરૂષોની ભક્તિ, ઉત્સાહ અને સમૃદ્ધિ કેટલી હશે તેનુ' અનુમાન કરવાને પણ હાલ આપણે શિક્તિમાન્ થઈ શકતા નથી. આવાં પુરાતન તીર્થ અને કીર્તિસ્તો જોઈને આપણે અભિમાન ધર વાનું નથી, પણ અભિમાન છેડવાનુ છે અને કરવાનું એ છે કે આપણા અંતઃકરણની એટલે દરજ્યે શુદ્ધિ થઈને નિદાન તે મહા પુરૂષોને પગલે ચાલવાની પણ આપણામાં સ્મ્રુતિ આવે અને તેમને પગલે ચાલીએ. શ્રી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે નવીન દેરાસર બંધાવતાં જે ફળ થાય છે તેના કરતાં આઠગણું પુણ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31