________________
ભાવમંગળ
[ જૈન સમાજના જૈન ધર્મના મર્મને સરળ અને સહજ ભા ના સત્યતાની સિંહ ગર્જના નિડરપણે કરનાર સૌરાષ્ટ્ર કેસરી પ. પૂ. આ.શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ.ના અનેકવિધ સાહિત્યની કૃતિ થી વર્તમાન જૈન સંઘને ઉપયોગી અને પ્રેરણારૂપ બને તેવી લેખનસામગ્રી તેમના વિનયી શિષ્યરત્ન ગણિવર્યશ્રી યશોવિજયજી દ્વારા અહીં પ્રસ્તુત છે.]
આ વિશ્વમાં ધમ એ જ ઉત્કૃષ્ટ ભાવમંગળ છે. મંગળના બે પ્રકાર છે. દ્રવ્યમંગળ અને ભાવમળ. તે માં પૂર્ણ ફ ભ. દાધ, દવ વનસ્પતિ વગેરે દ્રવ્યમંગળના પ્રકારના છે. બહારગામ જનાર સારા મકને લઈને નીકળે છે તે પણ દ્રવ્યમંગળ છે. નસીબ ઉપર વિશ્વાસ ન હોવાથી ઘણા તે સારા શુકનની અગાઉથી જ છેઠવણ કરે છે. એ તે દ્રવ્યમંગળમાં પણ ન ગણાય, એકલા દ્રવ્યમંગળની સિદ્ધિ પ્રાપ્ત થાય કે ન પણ ૨ ય, જ્યારે ધમરૂપી ભાવમંગળથી નિયમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘણા મનુષ્ય દ્રવ્યમંગળ કરીને અથ જિન કરવા પરદેશ જતા હોય છે, પણ પુણ્યદય વિના એક કેડી પણ મળતી નથી. - શાલિભદ્ર તરીકેના ભવમાં શાલીભદ્ર ધન ઉપાર્જન કરવા માટે લેશ પણ પુરૂષાર્થ કર્યો ન હતે. છતાં તેમને ત્યાં દર રોજ દેવલેકમાંથી નવાણું પેટી નીચે ઊતરતી હતી. તેઓ પરભવમાં દાનધર્મરૂપી ભાવજગળ કરીને આવેલા હતા. દાન, શિયળ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર છે. એ ચારે ચાર પ્રકારે મરમ
ગલરૂપ છે. તેમાં આ કાળના મનુષ્ય કદાચ તપ ઓછું કરી શકે પણ સુપાત્રે દાન આપી શકે છે. મનથી દરિદ્રય નાશ પામે છે. દાનથી દુશ્મન મિત્ર બની જાય છે. દાન એ મોટામાં મોટું વરદાન છે, શેરીમાં હતા • બળી સ્થિતિનાં કુટુંબનુ સુખી ગૃહસ્થને ત્યાં લિસ્ટ હોવું જોઈએ અને તેવાં કુટુંબમાં સુખી ગૃહ એ જમણુ હાથથી કરેલા દાનની ડાબા હાથને પણ ખબર ન પડે તે તે રીતે ગુપ્તદાનની ગંગા વહેવાવવી જોઈએ. પણ આજે તે આત્મધર્મની વાત સાંભળનારા માનવધર્મ કે પાડોશીધર્મ પણ આચરતાં નથી. તેઓ આત્મધર્મ ક્યાંથી પામવાના છે? કેવળ અવગુણને ઢાંકવા મોટે ભાગે મનુષ્ય ધર્મ આચરતા હોય છે. અવગુણને કાઢવા ધર્મ આચરનારા વિરલા છે. જેનું મન સદા ધર્મમાં લીન છે તેઓને દેવે પણ નમન કરે છે.
પ્રાણી માત્ર મંગળને ઈ છે છે પણ ઉપર વર્ણવી ગયા તેમ મંગળના સ્વરૂપને ઘણું જાણતા નથી. બહતા અને મમતાને ગાળી નાંખે તેને ‘મંગળ’ કહેવામાં આવે છે. અહંતા એ જ દરેકના અમે ળનું કારણ છે. રાવણ જેવાનું પણ અહં'તાને લીધે અમંગળ થયું. રાવણને રામે માર્યો એમ જે કહેવાય છે તે છે ઉપચારથી કહેવાય છે. બાકી રાવણને ખરી રીતે કામે અને માને માર્યો છે. | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં મહાવીર ભગવંતે ફરમાવ્યું છે કે, કર્મથી જ ક્ષત્રિય થવાય છે, અને કમથી જ વાહ્મણ થવાય છે. વૈશ્ય અને શૂદ્ર પણ કર્મથી થવાય છે. માનવીનાં કમ હલકાં હોય તે કુળથી ભવ જૈન હેવાય પણ કર્મથી ચંડાળ કહેવાય છે. કુળચંડાળ કરતાંયે કર્મચંડાળ ભયંકર છે
! | નીતિ અને ન્યાયથી વાણિજ્ય કરે તેને “વૈશ્ય' કહેવામાં આવે છે. વેપારમાં નીતિ હોય તો તે વેપાર છે, બાકી ધેળા દિવસની લૂંટ કહેવાય. રાતના લૂટે તેને પહોંચાય પણ આંખમાં ધૂળ નાંખીને ધૂળે દેવસે લૂંટ ચલાવે તેને કેમ પહોંચાય ? માટે શાસ્ત્ર કહે છે કે, ગૃહસ્થને ત્યાં ન્યાયસંપન્નવૈભવ હોવું જોઈએ. જે વર્મનાં અનુષ્ઠાન કરનારાઓમાં જે નીતિ અને ન્યાય ન હોય તે સમજવું કે તેઓ એ શરીરના પરના ફક્ત માગમાં કિમતી અલંકાર પહેર્યા છે, પણ નીચે સાવ નાગા છે, તે રોભાસ્પદ ન જ કહેવાય.
આજે માનવી બધું જીરવી શકે છે, પણ કરેલું સુકૃત જીરવી શકતું નથી, પ્રશંસાથી કરેલું સુકૃત એકાઈ જાય છે, કિમતી વસ્તુઓ ગુપ્ત રાખવામાં આવે છે. તેમ સુકૃત પણ કિમતી હોવાથી હદયને ગુપ્ત માગમાં સાચવી રાખવું જોઈએ. તેના બદલે માનવી જ્યાં ત્યાં પ્રશંસાથી ઓકી નાંખે છે. દાન, રિયળ, 1પ વગેરે ધર્મનાં અનુષ્ઠાનોનું તારિવક ફળ ચિત્તની પ્રસન્નતા (નિર્મળતા) છે, પણ પ્રશંસા એ તા િફળ નથી. માટે પ્રશંસાની ભૂખ ન રાખતાં ચિત્તની સાચી પ્રસન્નતા સૌ પ્રાપ્ત કરે, જેથી આત્મા ભાવમંગળને
પ્રાપ્ત કરે. સૌ ભાવમંગળને પામે, એ જ મહેચ્છા. AU====