________________
સદ્ભાવના
પ્રવચનકાર : રાષ્ટ્રીય સંત પરજા પૂજ્ય આચાય દેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
[માજે જીવન અતિ સ્વકેન્દ્રી બનતુ જાય છે. સૌ માનવા પાતપેાતાના સ્વાર્થ સાધવામાં જ જાણે પ્રવૃત્ત છે, નિઃસ્વાથ ભાવની તીવ્ર અછત વરતાય છે. આમ જ ચાલ્યા કરશે તે માનવુ છુ. થશે ! માનવતા મરી પરવારી જશે તેમ તેની સતતા ચિન્તા કરતા આપણા પરપ પૂજ્ય ગુરૂદેવશ્રાએ માનવ માત્રમાં સદ્ભાવના પ્રગટે ને પ્રસરે તે માટેનુ એક પ્રેરક પ્રવન કરેલ જે મુનિરાજશ્રી દેવેન્દ્રસાગરજ મહારાજની પ્રેરણાથી અત્રે આપીશુ..]
[ ગતાંકથી ચાલુ ]
ભગ્નાન મહાવીરે એટલે જ સાપેક્ષ દૃષ્ટિ આપી છે. જેને કારણે આપણે વિધેયાત્મક ( positive ) અને નિષેધાત્મક ( nega ive ) વિચાર કરી શકીએ છીએ. આ બંને પ્રકારનુ’ ચિ‘તન ખાપણી પાસે હેવુ જોઇએ. જો આ પ્રકારની દૃષ્ટિના ઉદય થાય તે જગતમાં કોઈ સઘ` રહેશે નહિ.
તમે જોયુ' હશે કે ગાયા જુદા જુદા રંગની હાય છે. કોઈ કાળા તા કાઈ પીળી, કાઇ લાલ તે કાઇ સફેદ. ગાયાના રંગ જુદો જુદો હાઇ શકે પણ એ બધી ગાયાનું દૂધ તે સફેદ જ હાય છે. એવી જ રીતે વિશ્વમાં ધમ અનેક પ્રકારના છે, પરંતુ જે ધમ આત્મા સાથે સબધિત છે તે હમેશા ધ જેવા જ ઉજજ્વળ હશે. એના પર તમે તમારા વિવેક પ્રમાણે સાચુ' ખાટુ' લેખલ લગાવશેા. પર`તુ ધમ' કચારેય મધમ બનતા નથી, એના મૂળ સ્વરૂપમાં કયારેય વિકૃતિ નથી આવતી. બહારના લેબલ સાથે મારે કોઈ મતલબ નથી. એની અંદરનેા માલ મારે જોવાના છે. ' તેા તમને ત્યાં સુધ કહીશ કે વિશ્વમાં પરસ્પર સદ્ભાવ ઉત્પન્ન કરવા માટે ધમના અહિંસા, સ'યમ, તપ, અપરિગ્રહ, વિચારામાં અનેકાંતવાદ જેવાં મૌલિક તત્ત્વાને લઈને એક વિશ્વમ'ચ તૈયાર કરવા જોઇએ અને દરેક વ્યક્તિ આ મૌલિક તવા પ્રત્યે નિ વાન અને વફાદાર બની જાય. દરેક ધર્મના અનુયાયી પેતાના ધર્મ તરફ પ્રામાણિક બની જાય. ઇશ્વર પ્રત્યે અને પેાતાના આત્મા પ્રત્યે ઈમાનદાર બની જાય તે આજની સમસ્યાનાનુ સમાધાન થઇ શકશે.
આ બધી સમસ્યાએના જન્મ વ્યક્તિ પેાતાના વિચારાને બીજા પર લાદવા માગે છે તેમાંથી થાય છે. એક સમયે આ દેશ સમગ્ર વિશ્વને શિક્ષણ, આદશ અને સંસ્કૃતિના મહાન સ'સ્કાર આપવાવાળા હતા તેને વિચારાની વિકૃતિને કારણે ઘણુ' સહન કરવુ પડયુ છે. આખા દેશ જુદા જુદા ભાગલામાં વર્લ્ડ ચાઇ ગયા છે. વિદેશથી આરીએન્ટલ કેન્ફરન્સમાં આવેલા અનેક વિદ્વાને મને મુંબઇમાં મળવા આવ્યા ત્યારે મે' એમને કહ્યું કે તમે દૂર દેશાવરથી ઓરીએન્ટલ કેન્દ્ રન્સમાં ભાગ લેવા આવ્યા, એનાથી મને આનંદ થયે.
[જૈન
પર`તુ તમે અમારે માટે કયેા નવા વિચાર, કઇ નવી ભાવના કે કયુ નવું દર્શન લઈને આવ્યા છે તે મા! જાણવુ' છે.
આ વિદ્વાનાએ સક્ષેપમાં કહ્યું અમારા દેશમાં એવું શુ' છે કે જે અમે ભારતને આપી શકીએ ? અમે તે અહીંથી લેવા—પામવા આવ્યા છીએ. અમે અહીંના ધર્મગ્રથામાં જે જોયુ' તેવું દુનિયાના કોઈ ગ્રંથમાંથી અમને સાંપડયુ નથી, તમે દીવા લઇને શેાધવા જશે તે પણ વિશ્વના કેઇ ગ્રંથમાં રામના આદશ નહિ મળે. પરમાત્મા મહાવીર જેવા તપ અને ત્યાગ કઇ પણ ધમ ગ્રંથમાં શેાધ્યા જડી નહિ. રામના આદશ, સીતાની પવિત્રતા, પરમાત્મા મહાવીરના તપ અને ત્યાગ અમારી સ’સ્કૃતિમાં કયાંય નહિ જડે. અમે તે ભૂમિની પવિત્રતાથી ઘણા પ્રભાવિત થયા છીએ. ગમારા સ’સ્કાર, સસ્કૃતિ અને ધર્મ ગ્રંથામાંથી અમે પ્રેરણાનાં પીયૂષપાન કરવા માગીએ છીએ. અમારા દેશ બહારથી સુદર દેખાય છે, પણ અંદર જવાલામુખી ભભૂકી રહ્યો છે, અને કોઇને ખબર નથી કે એનેા (વસ્ફોટ કયારે થશે ? અણુશઓના ખડકલા થાય છે, પણ એ જ અણુવિસ્ફોટ જગતના વિનાશનુ કારણુ બની જશે. અમારી પાસે કોઇ વિકે અનુશાસન નથી. સ્વયં'તું સ્વયં પર નિયત્રણ-સેલ્ફ કાલ-નથી.
જ્યારે આપણી આય પ્રણાલી તે વિચર પર વિવેકના અનુશાસનમાં માને છે. ઋષિમુનિએએ અને માગ દશ ન આપ્યુ છે. આપણા દેશમાં આટલા બધા ધર્મ અને આટલી બધી વિચારસરણીએ હાવા છતાં ભારતમાં કેટલી શાંતિથી સહુ સદ્ભાવપૂર્વક જીવે છે! સમુદ્રમાં જેમ બધી નદીઓ લેગી મળે છે અને સમુદ્ર એ બધી નદીને પેાતાનામાં સમાવી લે છે તેવી રીતે આપણી આ' `સ્કૃતિની સૌથી માટી વિશેષતા એ છે કે અમે બધાં જ દનાને તમામ પ્રકારની વિચારસરણીએને અનેકાંત દૃષ્ટિથી સમન્વય કરીએ છીએ. પરમત્મા જિનેશ્વરના શાસનની સૌથ મેટી વિશેષતા સહુને સમન્વય કરી લેતી સાપેક્ષ દૃષ્ટિ છે. આ માટે માત્ર ષ્ટિ બદલવૉની જ જરૂર છે.
[ ક્રમશઃ ]