Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 4
________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ પૂર્વ સાગરતટે જગન્નાથપુરીનાં ધામ આવેલાં છે. જગન્નાથપુરીનું ધામ ઘણું જ પ્રાચીન છે. જગન્નાથપુરી એ ભારતવર્ષની સાત પવિત્ર પુરીઓમાંની એક છે. પ્રારંભમાં આ ધામના ઇતિહાસ પર એક દષ્ટિપાત કરી લઈએ. [૨] ઇતિહાસકારોને એવા પુરાવા મળ્યા છે, કે છેક પ્રાચીન ઋગ્યેદ કાળમાં વિષ્ણુભક્ત આર્યોનું એક ટોળું ઉત્કલ પ્રાંતમાં આવ્યું હતું અને અહીં તેમણે એક મંદિર બાંધી, ત્યાં યજ્ઞવેદી સ્થાપી હતી. જગન્નાથપુરીનું એ સૌથી પહેલું પવિત્ર સ્થળ હતું. તે પછી ઈ.સ. પૂર્વે ત્રણ હજાર વર્ષ ઉપર એટલે આજથી પાંચ હજાર વર્ષ ઉપર પાંડ અહીં આવ્યા હતા અને તેમણે પણ એ પવિત્ર વેદીનાં દર્શન કર્યા હતાં. જે વખતે આર્યો પંજાબ પ્રાંત છોડી ઓરિસામાં આવ્યા, અને અહીં મંદિર બાંધ્યું, તે વખતે અહીં શિવર નામની જંગલી જાતિનું રાજ્ય હતું. આ જાતિને આર્યો અસ્પૃશ્ય ગણતા હતા. પણ એમ જણાય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28