Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala
Catalog link: https://jainqq.org/explore/005437/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પિતા ' HEા DIBIમાંથી, સંપાદક: જ્યભિug શ્રેણી આઠમી ૧૬-૧૫૬ જગન્નાથપુરી We, : લેખક : માધવરાવ ભા. કર્ણિક ! ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય - ગાંધીનો અમદાવાદional હ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિ ઘા થવા ચન માળા સંપાદક : શ્રી. જયભિખુ [પુસ્તિકાઓના સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન] પિસ્ટેજ આઠ આના ને રજિસ્ટ્રેશન આઠ આના વધુ ૯. દશ શ્રેણીના એક સાથે ૪૦––૦. પાકાં પૂઠાનાં રૂા. ૫૦-૦૦.. શ્રેણી પહેલી શ્રેણુ બીજી શ્રેણુ ત્રીજી ૧ શ્રીરામ ૨ શ્રીકૃષ્ણ ૩ ભગવાન બુદ્ધ ૪ ભગવાન મહાવીર ૫ વીર હનુમાન ૬ ભડવીર ભીષ્મ ૭ સતી દમયંતી ૮ કચ-દેવયાની ૯ સમ્રાટ અશોક ૧૦ ચક્રવતી ચંદ્રગુપ્ત ૧૧ રાજા ભર્તુહરિ ૧૨ સંત તુકારામ ૧૩ ભક્ત સુરદાસ ૧૪ નરસિંહ મહેતા ૧૫ મીરાંબાઈ ૧૬ સ્વામી સહજાનંદ ૧૭ શ્રી દયાનંદ સરસ્વતી ૧૮ લોકમાન્ય ટિળક ૧૯ મહાત્મા ગાંધી ૨૦ રવીન્દ્રનાથ ટાગોર ૨૧ આદ્યકવિ વાલ્મીકિ ૪૧ મહામુનિ વશિષ્ઠ ૨૨ મુનિરાજ અગત્ય | ૪૨ મદાલસા ૨૩ શકુન્તલા ૪૩ રાજકુમાર ધ્રુવ ૨૪ દાનેશ્વરી કણ | ૪૪ સતી સાવિત્રી ૨૫ મહારથી અર્જુન ૫ દ્રૌપદી ૨૬ વીર અભિમન્યુ ૪૬ વીર વિક્રમ ૨૭ સત્યવાદી હરિશ્ચંદ્ર ૪૭ રાજા ભેજ ૨૮ ભક્ત પ્રહ્નાદ ૪૮ કવિ કાલિદાસ ૨૯ પિતૃભક્ત શ્રવણ ૪૯ વીર દુર્ગાદાસ ૩૦ ચેલૈયો ૩૧ મહાત્મા તુલસીદાસજી | ૫૦ મહારાણા પ્રતાપ ૩૨ ગોપીચંદ ૫૧ સિકીમનો સપૂત ૩૩ સતી પશ્વિની ૫૨ દાનવીર જગહૂ ૩૪ સ્વામી રામકૃષ્ણ ૫૩ સિદ્ધરાજ જયસિંહ પરમહંસ ૩૫ સ્વામી વિવેકાનંદ ૫૪ જગત શેઠ ૩૬ સ્વામી રામતીર્થ ૫૫ પંડિત મોતીલાલજી ૩૭ શ્રીમદ્ રાજચંદ્ર પ૬ જગદીશચંદ્ર બોઝ ૫૭ શ્રી અરવિંદ ઘોષ માલવીય ૩૯ સરદાર વલ્લભભાઈ | ૫૮ વીર વિઠ્ઠલભાઈ ૪૦ શ્રીમતી સરોજિની | ૫૯ પ્રો. ઘેડિો કેશવ કર્વે નાયડુI ૬૦ શ્રી એની બેસન્ટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ વિવાથી વાચનમાળ શ્રેણી આઠમી : ૧૬–૧૫૬ શ્રી. જગન્નાથપુરી લેખક શ્રી. માધવરાવ ભા. કણિક ભારતવર્ષની એકતાના હેતુથી હિંદુ ધર્મના આચાર્યોએ ચાર ધામની યેજના કરેલી છે. આ ચાર ધામ ભારતવર્ષની ચાર દિશામાં આવેલાં છે. ઉત્તર દિશામાં હિમગિરીની ગોદમાં બદ્રિ–કેદારનાથનું ધામ આવેલું છે, દક્ષિણ દિશામાં સાગરતટે રામેશ્વરનું અદૂભુત ધામ છે, જ્યારે પશ્ચિમ સાગરતટે દ્વારકા અને For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ પૂર્વ સાગરતટે જગન્નાથપુરીનાં ધામ આવેલાં છે. જગન્નાથપુરીનું ધામ ઘણું જ પ્રાચીન છે. જગન્નાથપુરી એ ભારતવર્ષની સાત પવિત્ર પુરીઓમાંની એક છે. પ્રારંભમાં આ ધામના ઇતિહાસ પર એક દષ્ટિપાત કરી લઈએ. [૨] ઇતિહાસકારોને એવા પુરાવા મળ્યા છે, કે છેક પ્રાચીન ઋગ્યેદ કાળમાં વિષ્ણુભક્ત આર્યોનું એક ટોળું ઉત્કલ પ્રાંતમાં આવ્યું હતું અને અહીં તેમણે એક મંદિર બાંધી, ત્યાં યજ્ઞવેદી સ્થાપી હતી. જગન્નાથપુરીનું એ સૌથી પહેલું પવિત્ર સ્થળ હતું. તે પછી ઈ.સ. પૂર્વે ત્રણ હજાર વર્ષ ઉપર એટલે આજથી પાંચ હજાર વર્ષ ઉપર પાંડ અહીં આવ્યા હતા અને તેમણે પણ એ પવિત્ર વેદીનાં દર્શન કર્યા હતાં. જે વખતે આર્યો પંજાબ પ્રાંત છોડી ઓરિસામાં આવ્યા, અને અહીં મંદિર બાંધ્યું, તે વખતે અહીં શિવર નામની જંગલી જાતિનું રાજ્ય હતું. આ જાતિને આર્યો અસ્પૃશ્ય ગણતા હતા. પણ એમ જણાય છે For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી કે સ્વરો સુધરેલા હતા અને તેમનું રાજ્ય બળવાન હતું. વરસો વીતી જવા સાથે આપણા દેશમાં ધર્મના અનેક કલહો ઉત્પન્ન થયા હતા. આ કલહેાને અંતે હિંદુધર્માંની પડતી દશા આવી અને બૌદ્ધ ધર્મ કે જે આ ધર્મોની જ એક શાખા હતી, તેનું બળ વધ્યું. આ કાળમાં જગન્નાથપુરીનું મહત્ત્વ ઘટી ગયું. થોડા કાળ પછી બૌદ્ધ ધર્મીમાં અને તેમના ધ ગુરૂમાં પણ ક્ષતિ દાખલ થઈ. તેને પરિણામે એ ધર્મના આપણા દેશમાંથી નાશ થયા. એ અરસામાં જગન્નાથજીના મંદિરનું મહત્ત્વ ઘટી ગયું હતું, છતાં તેના શવર પૂજારીઆ મદિરનું કાર્ય જેવી તેવી હાલતમાં ચલાવી રહ્યા હતા. તે પછી પુરીના બાહ્મણાએ ફરીથી હિંદુ વૈદિક ધર્મના અહીં પુનરુદ્ધાર કર્યો અને બ્રાહ્મણાની સત્તા ફરી સ્થપાઈ. આ બ્રાહ્મણાએ શવરોને અસ્પૃશ્ય ગણીને તેમને તિરકાર્યા નહિ, પણ તેમને સુધાર્યા, ઉપવીત પહેરાવી તેમને બ્રાહ્મણત્વના સંસ્કાર આપ્યા અને મંદિર ફરીથી જાહોજલાલીમાં આવ્યું ૩ જગન્નાથપુરીની પ્રતિષ્ઠા અને મહિમા ચારે ખાનુ વ્યાપી ગયાં હતાં. હિંદના ખૂણેખૂણામાંથી For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–ટ ૪ હજારો યાત્રીએ જગન્નાથજીની યાત્રા કરવા માટે અહીં આવતા હતા. એજ પ્રસગે મહારાજા હર્ષવર્ધને ચડાઈ કરી, અને આ ઉત્કલ દેશ જીતી લીધેા. ઇ. સ. ૨૪૫ના અરસામાં રક્તબાહુ નામના ચીન તરફના સેનાપતિએ ઉત્કલ દેશ પર ચઢાઈ કરી હતી. એ વખતે ઉત્કલની પડોશના જ શિવગુપ્ત નામના રાજા જગન્નાથ–પુરીની પ્રતિમાઓને લઈ ગયા અને તેને શોણપુરના જંગલેામાં સતાડી રાખી. રક્તબાહુની ચઢાઈ પછી જગન્નાથજીનું મંદિર કીર્તિ વિહોણું થઈ ગયું. તીક્ષેત્રના મહિમા ઘટી ગયા અને ભકતામાં ભારે નિરાશા વ્યાપી ગઈ. એ વખતે આશરે નવમા સૈકામાં પુરીના સિંહ । અથવા કેસરીવંશના રાજાઓએ જગન્નાથજીની પ્રતિમાના ફરીથી પુનરુદ્ધાર કર્યો. તેમણે માટે ખરચે મંદિર ફરી બંધાવ્યું અને શાણુપુરથી મૂર્તિ આ લાવીને તેની ફરથી બ્રાહ્મણોની પાસે સ્થાપના કરાવી. કૈસરીવશના હાથમાંથી ઉત્કલદેશ ગગવશના રાજાઆએ જીતી લીધા. આ ગગવંશના રાજાએ જગન્નાથજીનું મહત્ત્વ ખૂબ વધાર્યું. તેમણે પોતાના For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી રાજ્યની તમામ આવક મંદિરને આપી દીધી હતી. તેઓ પોતે જગન્નાથદેવના દ્વારપાળ કહેવાતા અને જ્યારે જગન્નાથની સવારી નીકળતી, ત્યારે આ રાજાઓ ઝાડુ લઈ રથની આગળ રસ્તે સાફ કરતા ચાલતા હતા. આ વંશના ભીમ રાજાએ ઈ. સ. ૧૧૯૬ માં ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ શ્રી જગન્નાથજીનું મંદિર ફરીથી બંધાવ્યું હતું, જે મંદિર હજી સુધી કાયમ છે. ગંગવંશ પછી સૂર્યવંશના રાજાઓ ઉત્કલ દેશના અધિકારી થયા. તેમણે રાજ્યનાં સંખ્યાબંધ ગામે મંદિરને અર્પણ કર્યા. એક મોટું સુદર્શનચક્ર બનાવી તે મંદિરને અર્પણ કર્યું, જે અદ્યાપિપર્યન્ત પુરીના મંદિરમાં મોજુદ છે. એ અરસામાં એટલે ઈ. સ. ૧૫૩ માં બંગાળના જાણીતા મહાત્મા ચિતન્યદેવ અહીં આવ્યા હતા. તેમણે આખી જિંદગી અહીં પૂરી કરી હતી. તેમણે મંદિરની ખ્યાતિ ખૂબ વધારી. અત્યાર સુધી ઉત્સલ રાજ્ય ઉપર આમ અનેક આફત આવી હતી, પરંતુ તેની મંદિર ઉપર કાંઈ ઝાઝી અસર થઈ ન હતી. હવે પુરીને માટે ખરેખર For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ દુ દેવને કાળ આવ્યા. મહારાજા પ્રતાપદ્રના સમયથી એટલે ઈ. સ. ૧૫૦૩ના વર્ષથી મુસલમાનની ઓરિસા ઉપરની ચઢાઈઓ શરૂ થઈ મુસલમાનોને ઉદ્દેશ જગન્નાથજીનું મંદિર ભાંગવાને અને મૂર્તિને નાશ કરવાનું હતું. મુસલમાન સેનાને સેનાપતિ કાળો પહાડ એક ખૂબ બળવાન સરદાર હતું. તે અસલને બંગાળી બ્રાહ્મણ હતા, તેણે અહીં કાળા કેર વર્તાવી મૂક્યો. કાળાપહાડે ઓરિસા જીતી લીધું અને તે પુરી તરફ ધસ્યો. આ સમાચારથી પુરીમાં ઉલ્કાપાત મચી ગયે. લાખ લોકો પોતાના પ્રાણપ્યારા દેવમંદિરને રક્ષવા માટે મંદિર આગળ આવીને ભેગા થયા. અહીં જબરું યુદ્ધ જામ્યું. આખરે હિંદુઓની સંખ્યા ઓછી હોવાથી તેમની હાર થઈ, અને કાળે પહાડ તલવાર લઈ, જગન્નાથજીની મૂર્તિ તેડવા અંદર ધો. કાળો પહાડ જેવો અંદર ધ, તેવા જ મૂર્તિ ના પૂજારીઓ પ્રતિમાને લઈ ચિલ્કા સરોવર તરફ નાસી ગયા. કાળે પહાડ તેમની પાછળ પડ્યો. બચવાનું સાધન ન રહેવાથી, ભક્તોએ એક કથરોટ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી લઈ, તેમાં પ્રતિમાએ મૂકી તેને સળગાવી દીધી. મુસલમાનો કથરોટ ખૂંચવી લેવા આવે છે, એ જોઈ ભક્તોએ કથરોટ મહાનદીમાં ફેંકી દીધી. નદીમાં પડેલી એ બળેલી પ્રતિમાને લઈ ને એક સેવક કુંજગ ગામ તરફ નાઠો અને અહીં એક ખડાયતના ઘરમાં યૂર્તિ આને સતાડી મૂકી. વીસ વર્ષ પછી એરિસાના રાજા રામચંદ્રદેવના વખતમાં એ મૂર્તિ એને ફરીથી સુધારી તેમની ફરીથી સ્થાપના કરવામાં આવી. આ વખતે સમ્રાટ અકબરે એ સ્થાન તરફ ભારે ભક્તિભાવ બતાવ્યો અને તેનુ રક્ષણ કર્યું. સમ્રાટ અકબરના સેનાપતિએ રાજા જયિસંહ તથા રાજા માનસિહે મદરને સેકડો પિયા આપી, મંદિરનું ગૌરવ વધાર્યું. ઈ. સ. ૧૫૯૨. તે પછી દ્રસિંહ નામને રાજા ગાદીએ બેઠો. એના સમયમાં બાદશાહ ઔર’ગઝેએ ધર્માધવૃત્તિથી મંદિર ભાંગવા અને તેના નાશ કરવા પીરમહમદની સરદારી નીચે જબરું લશ્કર માકલ્યુ. મહારાજા દ્રવ્યસિહમાં ઔરંગઝેબ સામે થવાની તાકાત ન હતી આથી તેણે કપટ રચીને પ્રતિમાઓને બચાવી લીધી. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ = વિદ્યાર્થી વાચનમાળા-૮ આગળ, એવું જ નવું દેવગૃહ બનાવી ત્યાં જગન્નાથજીની રત્નજડિત પ્રચંડ મૂર્તિ બનાવીને ગોઠવી. દ્રવ્યસિંહે જાતે પીરમહમદની મુલાકાત લઈ, તેઓ મૂર્તિ ભાંગે તે સામે પિતાને વાંધો નથી એમ જણાવ્યું. પછી બંને જણ મંદિરે ગયા. પીરમહમદને આગલા રંગમંડપમાં લઈ ગયા. તેણે એ પ્રચંડ મૂર્તિ ભાંગી અને ભાંગેલી મૃતિ તથા મૂર્તિનાં નેત્રમાં જડેલા બે હીરા ઔરંગઝેબને મોકલી આપ્યા. ઔરંગઝેબને આ કાવતરાની ખબર પડે, તે પહેલાં તે મરણ પામ્યા અને તે પછી તરત જ અહીં મરાઠાઓએ ચઢાઈ કરી. મરાઠા વીરોએ ઓરિસામાં સુલેહ અને શાંતિ ફેલાવ્યાં, મંદિરને લાખ રૂપિયાનું દાન કર્યું અને તેઓ અત્યંત શ્રદ્ધાભક્તિથી મંદિરનું ગૌરવ કરવા લાગ્યા. મંદિરમાંના સિંહદ્વારમાં ગડસ્તંભ હતો, તેને નાશ થઈ ગયો હતે. મરાઠા વીરોએ કેણાકને પાષાણથંભ લાવીને જગન્નાથજીના મંદિરમાં ઊભું કર્યું, જે થંભ આજ સુધી કાયમ છે. ઈ. સ. ૧૮૦૪માં મરાઠાઓના હાથમાંથી અંગ્રેએ ઓરિસા જીતી લીધું અને તેમણે મંદિરને વહીવટ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી કરવા માંડયો. પણ એક ખ્રિસ્તી રાજસત્તા હિંદુ મંદિર ના વહીવટ કરે; એ મૂર્તિપૂજાના વિરોધી પાદરીએથી સહન ન થયું. તેમના વિરોધથી અંગ્રેજ સરકારે રાજવહીવટ છેાડી દીધા અને તે જગન્નાથપુરીના દેશી રાજાના હાથમાં સોંપી દીધા : તે વહીવટ રજવાડાંઓનું વિલીનીકરણ થયું ત્યાં સુધી તેમના હાથમાં હતા. જે પ્રજા માંહોમાંહેના કલહમાં પડીને, પોતાના દેશ ખાઈ દે છે, તેના કેવા બૂરા હાલ થાય છે, તેનું ઉદાહરણ જગન્નાથજીના પવિત્ર મંદિરના ઇતિહાસ પૂરો પાડે છે. [3] જગન્નાથનું આજનું મંદિર રમણીય સાગર તટે આવેલુ છે. એ સ્થાનને અસલ નીલાચલ કહેતા હતા. આજનું જગન્નાથ મંદિર ચાર ભાગામાં વહેંચાયેલુ છે. મદિરનુ આંગણું પૂર્વ પશ્ચિમ ૬૬૫ ફૂટ અને ઉત્તર દક્ષિણ તરફ ૬૬૪ ફૂટ જેટલુ વિસ્તારવાળું છે. એની ચારે બાજુ કાળા પાષાણુની ૨૪ ફૂટ ઊંચી એક મજબૂત દીવાલ છે. આ દીવાલ રાજા પુરૂષોત્તમદેવના સમયમાં બનાવવામાં આવી હતી. દીવાલમાં ચાર ખારણાં છે. તેને સિંહદ્વાર, ખાજાદ્વાર, હસ્તિદ્વાર અને For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ = ૧૦ વિદ્યાર્થી વાચનમાળા-૮ અદ્ધાર કહે છે. સિંહદ્વાર કાળા પાષાણુનું છે, તેમાં એ બાજુએ સિંહની ભવ્ય મૂર્તિઓ છે. આ દ્વાર શિલ્પકળાને ઉત્તમ નમૂને છે. દ્વારપ્રદેશમાં દેના દ્વારપાળ જય અને વિજયની પ્રતિમાઓ છે. દરવાજાની સામે ૪૪ ફૂટ ઊંચે અરુણતંભ નામે તંભ છે. ખાજાદ્વારમાં કોઈ મૂતિ નથી. હસ્તિદ્વારમાં બે હાથી અને અથદ્વારમાં બે ઘડાનાં ભવ્ય ચિત્રો છે. પૂર્વદ્વારમાં દાખલ થાઓ એટલે ત્યાંથી મંદિરને ભવ્ય અને વિશાળ દેખાવ દેખાશે. એ દેખાવ તમારી દષ્ટિને ખચિત જ આંજી નાંખશે. ડાબી બાજુએ શ્રીકાશી વિશ્વનાથ અને શ્રી રામચંદ્રજીની પ્રતિમાઓ છે. અહીંથી બાવીસ પગથિયાં ચઢીને નીચે ઊતરો, એટલે તમે અંદરના આંગણામાં દાખલ થશે. આ આંગણું પૂર્વ-પશ્ચિમ ૪૦૦ ફૂટ અને ઉત્તર દક્ષિણ ર૭૮ ફૂટ જેટલું લાંબું છે. આ આંગણાની ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર છે. આંગણાની વચમાં જગન્નાથજીનું ભવ્ય અને ભદ્ર મંદિર વિદ્યમાન છે. આ મંદિરની ચારે બાજુએ દેવદેવીઓનાં બીજાં અસંખ્ય મંદિરો છે. ભગવાન જગન્નાથજીના મંદિરના ચાર ભાગ છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી છેક પશ્ચિમમાં જગન્નાથજીનું મંદિર છે. તેની આગળ મોહનમંદિર છે. તેની આગળ નાટ્યમંદિર છે, અને તેની આગળ ભેગમંડપ છે. ભગમંડપ પૂર્વ પશ્ચિમ ૫૮ ફૂટ અને ઉત્તર દક્ષિણ પ૬ ફૂટ જેટલું વિશાળ છે. મંડપના દ્વાર ઉપર નવ ગ્રહની નવી સુંદર કૃતિઓ વિદ્યમાન છે. એના પણ ચાર પ્રવેશદ્વાર છે. પણ અહીં નિવેદ્યાન્ન મુકાતું હોવાથી, પશ્ચિમ સિવાયના બીજા દરવાજા હમેશાં બંધ રહે છે. ભેગમંદિરની પાછળ નાટ્યમંદિર છે. નાયમંદિર ૮૦ ફૂટ લાંબું અને પહેલું છે. તેને ચાર દરવાજા છે. પૂર્વ દ્વારમાં જયવિજયની મૂર્તિઓ છે. નાટયમંદિરની પાછળ મેહનમંદિર છે. આ મંદિર પ૦ ફૂટ જમીન ઉપર આવેલું છે. આ મંદિરની દીવાલ ૧૨૦ ફૂટ ઊંચી છે. તેને દેખાવ તંબૂ અથવા પિરામિડ જેવો છે. તેની પાછળ જગન્નાથજીનું મુખ્ય મંદિર છે. આ મૂળ દેવાલય જે હાલમાં અસ્તિત્વમાં છે, તે મહારાજા ચૌડગંગ જે ગંગવંશને એક રાજા થઈ ગયો, તેણે બનાવ્યું હતું. આ મંદિર ૮૦ ફૂટ ભૂમિ રોકે છે. તેના For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિદ્યાથીવાચનમાળા–ળ કલાયુક્ત ધુમ્મટ છે. આ ધુમ્મટ ૧૯૨ ફૂટ ઊંચો છે. આથી ઘણે દૂરથી જ આ ઘુમ્મટ દેખાવા માંડે છે. જગન્નાથદેવના યાત્રીઓ સિંહદ્વારમાં થઈને મંદિરમાં દાખલ થાય છે. ત્યાં દર્શન કર્યા પછી નાટ્યમંદિરમાં આવવું પડે છે. પછી મેહનમંદિરમાં જઈ ત્યાંથી ગડમૂર્તિની પૂજા કરવી પડે છે. ત્યાંથી આગળ વધીને મહાદીની પાસે આવી પહોંચાય છે. મહાદી ઉપર ૧૬ ફૂટ લાંબી ૪ ફૂટ ઊંચી છે. આ મહાદીના દક્ષિણભાગમાં બલરામ, તેના પછી સુભદ્રા અને તેની પાછળ જગન્નાથજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને છેવટે સુદર્શનની મૂર્તિઓ છે. આ પ્રતિમાઓની સામે સોનાની લક્ષ્મીજીની મૂર્તિઓ છે. રૂપાની વિશ્વધાત્રી સ્મૃતિ છે અને પિત્તલની શ્રી કૃષ્ણની મૂર્તિ છે. પ્રતિમાઓવાળો ઓરડે અને મોહનમંદિર, એ બેની વચ્ચે એક સ્થળે ઊભા રહી પ્રતિમાનાં દર્શન કરવાં પડે છે. મંદિરમાં અંધકાર રહે છે. અહીં ફક્ત ધીના બે જ દીવા સળગે છે. એ દીવાના ઝાંખા પ્રકાશમાં જ જગન્નાથજીનાં અસ્પષ્ટ દર્શન કરવા પડે છે. - દરરોજ સવારે આરતી થાય છે. તે વખતે પ્રતિ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી માઓને શણગારે છે. આરતી થઈ રહ્યા પછી, ન શણગાર ચઢે છે. આ બીજા શણગારને આરામશણુગાર કહે છે. બપોરે દ્વિપ્રહર શણગાર, ચારેક વાગે ચંદનશણગાર, અને રાત્રે શયનશણગાર થાય છે. દરેક વખતે પ્રતિમાઓને નવનવાં વસ્ત્રો પહેરાવે છે અને તેવા સ્વરૂપમાં જનતાને દર્શન કરાવવામાં આવે છે. કોઈ કોઈ વાર નવાં નવાં વસ્ત્રો પહેરાવતી વખતે દામોદર વામન વગેરેના વેશ પણ મૂર્તિઓને આપે છે. - સવારે ઢોલીઓ દુદુભિ વગાડે છે, તે સાથે મંગલ આરતી થાય છે. તે પછી મુખ ધોવું, નાન, બાલભોગ અને પ્રાત:ભેગનાં દર્શન અને નૈવેદ્ય થાય છે. બાલભેગના નિવેદ્યમાં દહીં, ધાણી, કેપ વગેરે હોય છે. પ્રાત:ભેગના નિવેદ્યમાં ફળ વગેરે હોય છે. તે પછી બપોરે ભોજનના થાળને નૈવેદ્ય ધરાય છે. સાંજે ચાર વાગે નિદ્રાભંગ થાય છે. તે વખતે જલેબીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તે પછી સંધ્યા નૈવેદ્ય થાય છે. એ વખતે વિવિધ પ્રકારની મીઠાઈઓને ભેગ ધરાવવામાં આવે છે. તે પછી મહાશૃંગાર ભોગ ધરાવવામાં આવે છે. એ વખતે પુરીના રાજા તરફથી આવતી For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ ગોપાલવલ્લભ નામની મીઠાઈને નિવેદ્ય થાય છે. દરેકે દરેક નૈવેદ્ય વખતે પહેલી પૂજા, પછી નિવેદ્ય અને છેવટે આરતી થાય છે. ભગવાનને ધરાવેલે ભાતને નિવેદ્ય મહાપ્રસાદ કહેવાય છે. આ પ્રસાદ શવર નામના અપૂ. બનાવે છે અને તે પ્રસાદ જાતપાતના ભેદ વિના બ્રાહ્મણથી માંડીને ભંગી સુધી દરેક હિંદુ ખાય છે. પવિત્ર જગન્નાથજીના મુખ આગળ હિંદુમાત્ર સમાન ગણાય છે. આ પ્રમાણેની જગન્નાથજીના મંદિરની નિત્યક્રિયા છે. એ સિવાય બીજા મહોત્સવ ઉજવાય છે એ જુદા. મહોત્સવે મુખ્યત્વે કરીને નીચે જણાવ્યા પ્રમાસેના છે. (૧) વૈશાખ માસમાં અક્ષય ત્રીજથી રર દિવસ સુધી ચંદનયાત્રા ઉત્સવ થાય છે. એ વખતે પ્રતિમાઓને નજીકના નરેન્દ્ર સરોવરમાં લઈ જઈને વહાણમાં ફેરવવામાં આવે છે. (૨) વૈશાખ સુદ અગિયારશે પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે, કારણ કે મહારાજા ઈન્દ્રઘન્ને એ દિવસે પ્રતિમાની પહેલવહેલી પ્રતિષ્ઠા કરી હતી. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી ૧૫ ( ૩ ) જેઠ માસમાં સુદ એકાદશીને દિવસે નજીકનાગુડીચાના મંદિરમાં જઈ રૂકિમણીહરણની વિધિ કરવામાં આવે છે, અને રાત્રે લગ્ન થાય છે. (૪) જેઠ માસની પૂર્ણિમાએ સ્નાનયાત્રા ઉત્સવ થાય છે. એ દિવસે મૂર્તિને સરોવર ઉપર લઈ જઈ સ્નાન કરાવે છે. તે પછી પંદર દિવસ સ્મૃતિને એકાંતગૃહમાં રાખવામાં આવે છે. સ્નાનના શ્રમથી ભગવાનને વર થયા છે, એમ માને છે. અને પંદર સિ પૂજા, નૈવેદ્ય, દર્શન બધુ ખંધ રહે છે. (૫) અષાડ સુદ બીજે રથયાત્રા ઉત્સવ ઊજવાય છે. એ સૌથી મેટામાં મોટા ઉત્સવ છે. આ ઉત્સવની ઊજવણી માટે દર વર્ષે ત્રણ નવા સ્થા બનાવે છે. જગન્નાથજીના રથ ૪૮ ફૂટ ઊંચા અને ૩૫ ફૂટ લાંબા પહોળા હોય છે. એમાં ૭ ફૂટ વ્યાસના ૧૬ લાહચક્ર હોય છે. રથના ઘુમ્મટ ઉપર ચક્ર અથવા ગડની મૂર્તિ હોય છે. આ રથ ગરુડધ્વજ રથ કહેવાય છે. બલરામના રથ ૪૪ ફૂટ ઊંચા અને ૩૪ ફૂટ લાંબા પહેાળા હોય છે. એના ઉપર તાલનું ચિહ્ન હોવાથી, તે તાલધ્વજ રથ કહેવાય છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિદ્યાર્થી વાચનમાળા સુભદ્રાને રથ ૪૩ ફૂટ ઊંચો અને ૩૨ ફૂટ લાંબો પહોળા હોય છે. એમાં ૬ ફૂટ વ્યાસનાં ૧રચક્ર હોય છે. એના શિખર ઉપર કમલ હોવાથી તે કમલધ્વજ રથ કહેવાય છે. રથયાત્રાના દિવસે મુક્તિના અપૂર્ણ હાથપગને સોનારૂપાના હાથપગ જોડે છે. એ દિવસે પુરીના રાજા રત્નજડિત ઝાડુ લઈને રાજવેશમાં આવે છે, અને રથ સામેને કચરો સાફ કરે છે. પછી પૂજા કરે છે અને રથની રેશમી દોરી પકડી રથને એક્લા ખેંચે છે. મહારાજાએ આરંભ કર્યા પછી ૪ર૦૦ મજૂરો તથા યાત્રીઓ ખેંચવાના કાર્યમાં મહારાજને મદદ કરે છે. આ ઉત્સવ આઠ દિવસ ચાલે છે. (૬) અષાડ એકાદશીએ ત્રિમતિને પલંગ ઉપર સવાડે છે. એ શયનોત્સવ છે. (૭) શ્રાવણ માસમાં સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી મંડપમાં હીંચકા ઉપર મૂર્તિઓને મૂકીને તેમને હીંચોળે છે. એ હિંડોળા ઉત્સવ કહેવાય છે. એ સમયે મંડપમાં નાચ, ગાણું વગેરે ખૂબ થાય છે. (૮) શ્રાવણ મહિનામાં વદ આઠમે જન્મોત્સવ ઉજવાય છે. એ દિવસે કેઈ નર્તકી દેવકીને અને For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી ૧૭ પૂજારી વાસુદેવના વેશ લે છે અને જન્મોત્સવ ઊજવે છે. (૯) શ્રાવણ વદ એકાદશીને રોજ નજીકના માર્કન્ડેય સરોવરમાં જઈ કાલીયદમન ઉત્સવ ઊજવે છે. આ રીતે એકંદર એકવીસ ઉત્સવેા ઉજવાય છે. મંદિરની આસપાસ અને આખા પુરી શહેરમાં બીજાં અસ`ખ્ય દેવાલયા અને પવિત્ર સરોવરો છે: જેમાંના માર્કન્ડેય સરોવર, ઇંદ્રધુમ્ન સરોવર, ચક્રતી સરોવર, અને ધર્મેશ્વર, શ્વેતગંગા, કપાલમાચન તથા લેાકનાથ મંદિર એ મુખ્ય છે. [ ૪ ] જગન્નાથપુરી શહેર ખાસ જોવા જેવું નથી. હમણાં હમણાં શહેર સુધર્યું છે અને નવી ઈમારતા બંધાવા પામી છે. સમુદ્રિકનારા ઉપર કૉંટ વગેરે સરકારી મકાનો છે અને ઉનાળામાં આરિસાના અંગ્રેજો અહીં હવા ખાવા આવે છે. અહીં ભાષા ાલાય છે. પુરી જે પ્રાંતમાં આવેલુ છે, તે પ્રાંતને આરિસા અથવા ઉત્કલ પ્રાંત કહે છે. ઈ. સ. ૧૯૩૫ના હિંદીકાયદા પ્રમાણે આરિસા રવતંત્ર પ્રાંત બન્યા છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ જગન્નાથપુરીનાં હવાપાણી ખરાબ છે. લાખ માણસે અવારનવાર અહીં યાત્રાથે આવ્યા જ કરે છે. હિંદના ખૂણેખૂણુમાં જગન્નાથની કીતિ મશહર છે. યાત્રીઓ માટે ધર્માદા દવાખાનું, ધર્મશાળાઓ વગેરેની પુષ્કળ સગવડ છે. હિંદના વર્ણભેદમાં વહેચાયેલા લાખો હિંદુઓ અહીં આવે છે, અને તેઓ અહીં વર્ણભેદ ભૂલી જાય છે. હિંદુમાત્ર એક છે, કોઈ અસ્પૃશ્ય નથી અને કોઈ નીચ ઊંચા નથી, એવી ભાવના ઝીલી, તેઓ જગન્નાથજીને મહાપ્રસાદ આરોગે છે અને એ પવિત્ર આદર્શને લઈને તેઓ સ્વગૃહે પાછા ફરે છે. પણ શોક એટલે છે કે ઘેર આવતાં જ તેઓ આ મહાન અને પવિત્ર શ્રીકૃષ્ણભૂમિને સમાનતાને સંદેશો ભૂલી જાય છે. જગન્નાથજીની મૂર્તિને લગતી કથાઓ હિંદુધમના બ્રહ્મપુરાણુ, નારદપુરાણ, કમપુરાણ, પદ્મપુરાણું, ઈત્યાદિ ગ્રંથોમાં મળી આવે છે. તે બધાને સાર નીચે મુજબ છે:– અતિ પ્રાચીન કાળમાં મહારાજા ઇન્દ્રદ્યુમ્ન નામે એક રાજા હતા. તેઓ તેમના રત્નજડિત પલંગ ઉપર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરો ૧૯ એક વાર સૂતા હતા. તેમની પાસે હાથમાં પંખા લઈ, તેમની મહારાણી બેઠાં હતાં. થોડી વારમાં મહારાજા અને મહારાણી બંનેની આંખા મીચાઈ ગઈ. એટલામાં એક આશ્ચર્યકારક બનાવ બન્યો ! એક સુંદર વિમાન ધીમે ધીમે નીચે ઊતરતુ જણાવા લાગ્યુ. એ વિમાનમાંથી એક સુંદર પુરુષ બહાર આવ્યા. આ પુરુષ જેટલા સુંદર હતા, તેટલા જ ભવ્ય હતા. તેની પ્રભા અને પ્રભાવ અપૂવ હતાં-અજબ જેવાં હતાં ! એ ભગવાન વિષ્ણુ હતા. તે રાજાની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તેથી કોઈ વરદાન માગવા કહ્યું. રાજાએ વિચાર કરી કહ્યું: ‘ મારી એક જ યાચના છે કે જગતનું કલ્યાણુ કરવા અને આર્યોના ઉદ્ધાર કરવા આપ સદેહે આ જ ભૂમિ ઉપર બિરાજમાન થાએ ! ’ તચારતુ ’ ભગવાન બાલ્યા ને કહ્યું : ‘ આ નીલાચલ ક્ષેત્રમાં સાગરને કિનારે રેતીનાં મેદાનમાં એક દેવવૃક્ષ ઊગેલુ કાલે તારી દષ્ટિએ પડશે. એ દેવવૃક્ષના કાષ્ઠમાંથી મારી સુંદર પ્રતિમા બનાવજે. હું એ પ્રતિ ( For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિદ્યાથીવાચનમાળા-૮ મામાં સદૈવ વાસ કરીને રહીશ અને એ ક્ષેત્ર સંસારમાં ત્રણે કાળને માટે અજરામર થશે.” એટલું કહી ભગવાન વિમાનમાં બેસી સદેહે સ્વર્ગે ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે સૂર્યોદય થતાં પહેલાં મહારાજા અને મહારાણી ઊડ્યાં અને દરિયાકિનારે ગયાં. અહીં ખુલ્લા રેતીના મેદાનમાં છોડ કે વેલા કાંઈ ન હતું. ઝાડપાન ઊગી શકે, કે લીલોતરી થઈ શકે, એવી એક ઇંચ પણ જગા ન હતી. એવા સ્થાનમાં એક સુંદર દેવવૃક્ષ ઊગેલું અને ફૂલેલુંફાલેલું મહારાજાની દૃષ્ટિએ પડયું. મહારાજાએ એ દેવવૃક્ષ (દેવદાર) કુહાડીથી કાપવા માંડ્યું અને તેને વચલે ભાગ તેમણે કાપી લીધો. એ થડને ભાગ લઈ જઈને તેમણે યજ્ઞશાળામાં મૂક્યો. એક દિવસ દરબાર ભરીને એ કાષ્ઠની પ્રતિમાઓ ઘડવાની રાજ્યના શિ૯પીને આજ્ઞા આપી. - શિલ્પીએ ઘડવાનું કાર્ય શરૂ દીધું. પણ કરવત ચલાવતાં તેના દાંતા બુઠ્ઠી થઈ ગયા! કેટલાંયે ઓજારો નકામાં થઈ ગયા, પણ એ પવિત્ર કાષ્ઠ પર એક પણ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી ઘા થઈ શક્યો નહિ. જ્યારે આ ખબર મહારાજાને પહોંચી ત્યારે મહારાજાએ આખા દેશમાંથી સેંકડો શિલ્પીઓને ભેગા કર્યા. પરંતુ એક પણ શિલ્પી એ કાષ્ઠ ઉપર પિતાનું હથિયાર ચલાવી શકો નહિ. મહારાજા એક દિવસ ચિંતાતુર વદને પ્રતિમા કેવી રીતે થશે, એને વિચાર કરતા બેઠા હતા. એટલામાં એક વૃદ્ધ શિપી લપાતો છુપાતો ધ્રુજતો ધૂત મહારાજા આગળ આવીને ઊભે રહ્યો! ને પ્રતિમાઓ ઘડવાનું કાર્ય પોતાને સેંપવા માગણી કરી. મહારાજા જીવતા હાડપિંજર જેવા વૃદ્ધની માગણી સાંભળીને ઠંડાગાર બની ગયા! છતાં એક વધુ યત્ન ખાતર મહારાજાએ તે વૃદ્ધને એ કાર્ય સોંપ્યું. - શિલ્પીએ કહ્યું : “મારે પ્રતિમાઓ તદ્દન અંધકારમાં બનાવવી પડશે, માટે ઓરડાનું બારણું બંધ રાખવાની અને એકવીસ દિવસ સુધી તે જરા પણ ન ખોલવાની મારી વિનંતિ છે.' મહારાજાએ શિલ્પીની વાત માન્ય રાખી. શિ પીને અંદર મૂકી મહારાજા બહાર આવ્યા. બારણે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિદ્યાર્થી વાચનમાળા-૮ તાળાં મારી દીધાં. રાજદૂતાના પહેરો ગોઠવાયો અને મહારાજા કચેરીમાં પાછા વળ્યા. હવે પ્રતિમાએ કયારે તૈયાર થાય છે, એ જાણુવાની મહારાજાને તાલાવેલી લાગી રહી હતી. એમ એમ કરતાં કરતાં પદર દિવસ વીતી ગયા. સેાળમે દિવસે અચાનક મહારાણીને એ વાત સાંભરી આવી. તેણે કહ્યું : ‘ એ બિચારો ધરા જીવતા છે, કે મરેલી એ જોઈ આવીએ. મહારાજા મહારાણીને સાથે લઈને શિપગૃહ તરફ ગયા. બારણે રાજદૂતની સખ્ત ચાકી હતી. ખારણે દેવાયેલાં તાળાં જેવાં ને તેવાં જ કાયમ હતા. મહારાજાએ તાળાં ખાલ્યાં ને બારણાં ઉધાડી અંદર પેઠા. અંદર જુએ છે, તા શિલ્પી ન મળે ! અને ત્રણ સિહાસના ઉપર ત્રણ અપૂર્ણ પ્રતિમા ! કોઈ કુશળ કારીગર પ્રતિમા ધડતા ઘડતા ઊઠી જાય, તે પ્રમાણે તે બધી અપૂર્ણ રહેલી હતી. શ્રીકૃષ્ણની અને તેમના મોટા ભાઈ બલરામની પ્રતિમાને બે હાથ હતા, પરંતુ આંગળીઓ ન હતી. શ્રીકૃષ્ણનાં ભગિની સુભદ્રાદેવીની For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથપુરી ૨૩ પ્રતિમાને તે હાથ પણ ન હતા. પેલું દેવકાષ્ઠ ત્યાંથી અદશ્ય થઈ ગયું હતું. મહારાજાએ હવે સમુદ્રકિનારે જે પેલું વૃક્ષ દેખાયું હતું, ત્યાં વિશાળ મંદિર બંધાવ્યું. અને ત્યાં એ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. એ જ પ્રતિમાએ એક યા બીજી રીતે. આજસુધી જાળવી રાખવામાં આવી છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયભિખુનું બાળકે, કિશેરે, નવજુવાનોને પ્રેરણાદાયી શિક્ષણિક સંસ્કારી બાળસાહિત્ય દીપક શ્રેણી ૧ દેવના દીવા ૨ દેશના દીવા ૩ દિલના દીવા ૪ ટીના દીવા ૫ દીવે દીવા પ્રાણીકથાઓ ૧ હિંદુધર્મની પ્રાણીકથાઓ ૨ બૌદ્ધધર્મની પ્રાણથાઓ ૩ જૈનધર્મની પ્રાણીકથાઓ ઇતિહાસ કથાઓ પ્રતાપી પૂર્વ ભા. ૧ થી ૫ (શ્રી ધૂમકેતુ સાથે) મહાકાવ્યોની રસિક વાતો (શ્રી મેમાભાઈ સાથે) ભારતના ભાગ્યવિધાતાએ - નીતિકથાઓ નીતિકથાઓ ભા. ૧ થી ૪ આંબે આવ્યો માર જીવનચરિત્ર ફૂલની ખુશી મોસમનાં ફૂલ જવાંમર્દ શ્રેણી ૧ જવાંમર્દી ૨ એક કદમ આગે ૩ હિંમતે મર્દી ૪ ગઈ ગુજરી ૫ માઈનો લાલ ૬ ઉદા મહેતા ૭ યજ્ઞ અને ઇંધણ નાટકે ૧ પતિતપાવન ૨ રસિયાવાલમ ૩ બહુરૂપી વાચનમાળાઓ ૧ સર્વોદય વાચનમાળા (મંજુર) ધોરણ ૧ થી ૪ માટે ૨ સાહિત્ય કિરણાવલિ (મંજુર) ધોરણ ૫ થી ૭ માટે વિદ્યાથી વાચનમાળા ૨૦૦ પુસ્તકે (સંપાદન-લેખન) વાચનમાળા ૧,૨,૩,(૩૩ પુસ્તકો) જૈનબાલગ્રંથાવલિ ૧ થી ૩ (૪૮ પુસ્તક લેખન સંપાદન) ' પશુપ્રેમકથાવલિ ગજમોતીને મહેલ માકડાનું મંદિર લાલિયે–મેતિયો પૂલ વિલાયતી પ્રકીર્ણ દહીંની વાટકી For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ નેહરુ શ્રેણી ચેથી ૮૬ મહારાજા કુમારપાળ ૧૧૨ સ્વ. હમહમ્મદ ૮૭ ગુરુ ગોવિંદસિંહ ૬૧ શ્રી ગજાનન | ૧૧૩ વીર લધાભા ૮૮ રાજા રણજિતસિંહ | ૧૧૪ સૌંદર્યધામકાશ્મીર ૬૨ શ્રી કાર્તિકેય ૮૯ રાણી લક્ષ્મીબાઈ ૧૧૫ નૈનિતાલ ૬૩ ચંદ્રહાસ ૯૦ શ્રી કેશવચંદ્રસેન | ૧૧૬ ગિરનાર ૬૪ ભક્ત સુધન્વા ૯૧ શ્રી ઈશ્વરચંદ્ર ૧૧૭ દ્વારકા ૬૫ શ્રીહર્ષ વિદ્યાસાગર ૧૧૮ પાટનગર દિલ્હી ૬૬ રસકવિ જગન્નાથ ૯૨ મહાદેવ ગોવિંદ ૧૧૯ મહેસુર ૬૭ ભક્ત નામદેવ રાનડે ૧૨૦ તાજમહાલ ૯૩ દાદાભાઈ નવરોજી ૬૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૯૪ શ્રી ગોપાલકૃષ્ણ શ્રેણે સાતમી ૬૯ છત્રપતિ શિવાજી ૭૦ સમર્થ સ્વામી રામદાસ ગોખલે ૧૨૧ શ્રી ઋષભદેવ ૯૫ સ્વામી શ્રદ્ધાનંદજી ૭૧ ચાંદબીબી ૯૬ શ્રી ગોવર્ધનરામ ૧૨૨ ગોરક્ષનાથ ૭૨ ગુરુ નાનક ૧૨૩ વીર કુણાલ ૯૭ શ્રી જવાહરલાલ ૭૩ મહાત્મા કબીર ૧૨૪ અકબરશાહ ૭૪ ગૌરાંગ મહાપ્રભુ ૯૮ સુભાષચંદ્ર બોઝ ૧૨૫ મહામંત્રી મુંજાલ ૭૫ લાલા લજપતરાય | ૯૯ શ્રી સેનગુપ્તા ૧૨૬ કવિ દયારામ ૧૨૭ જયકૃષ્ણ દ્રજી ૭૬ શ્રી ચિત્તરંજનદાસ | ૧૦૦ તારામંડળ ૧૨૮ શ્રી સયાજીરાવ ૭૭ શ્રી ત્રિભુવનદાસ શ્રેણી છઠ્ઠી ગાયકવાડ ગજ્જર ૧૦૧ મહાદેવી સીતા ૧૨૯ મહાવીરપ્રસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ ૧૦૨ નાગાર્જુન દ્વિવેદી બેનરજી ૧૦૩ કર્મદેવ અને મેવા- ૧૩૦ મહાકવિ નાનાલાલ ૭૯ શ્રી વિજયધર્મસૂરિ ડની વીરાંગનાઓ ૧૩૧ છે. રામમૂર્તિ ૮૦ બાબુ રાજેન્દ્રપ્રસાદ ૧૦૪ વીર વનરાજ ૧૩૨ અબદુલગફાર ખાન ૧૦૫ હેદરઅલી ૧૩૩ સેરઠી સંત શ્રેણું પાંચમી ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ] ૧૩૪ નેપાલ ૮૧ પાર્વતી ૧૦૭ સર ટી. માધવરાવ ! ૧૩૫ મહાબળેશ્વર ૮૨ શ્રી શંકરાચાર્ય ૧૦૮ જામ રણજિતસિહા ૧૩૬ અમરનાથ ૮૩ શ્રી માધવાચાર્ય ૧૩૭ બદરી–કેદારનાથ ૧૦૯ ઝંડુ ભટ્ટજી ૧૩૮ કલકત્તા ૮૪ શ્રીમદ્ વલ્લભાચાર્ય | ૧૧૦ શિલ્પી કરમારકર | ૧૩૯ પાટણ ૮૫ શ્રી રામાનુજાચાર્ય | ૧૧૧ કવિ દલપતરામ | ૧૪૦ અનુપમ છલુરા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા સંપાદક : શ્રી. જ્યભિખુ પાસ્ટેજ આઠ આના ને રજિસ્ટ્રેશન આઠ આના વધુ .. દશ શ્રેણીના એક સાથે 40-0-0.. પાકા પૂઠાનાં રૂા. 50--- મણી આઠમી | નવમી શ્રેણી | શ્રેણી દશમી 141 ગુરુ દત્તાત્રય | 16 1 શ્રી જ્ઞાનદેવ | 181 શ્રી એકનાથ 142 ઉદયન-વત્સરાજ | 162 શ્રી સિદ્ધસેનદિવાકર 182 હજરત મહમ્મર પગલે 14 મહાત્મા આનંદધન 163 ઉપા. યશોવિજયજી 182 અરો જરથુસ્ત 144 વસ્તુપાલ-તેજપાલ | 16 4 વીર બાલાજી 184 અહલ્યાબાઈ 145 સામળભટ્ટ 165 નાના ફડનવીસ 185 છે. અન્સારી 146 કવિ નર્મદ 16 6 શ્રી દ્વિજેન્દ્રલાલરાય | 186 શ્રી રમેશચંદ્રદત્ત 147 વીર સાવરકર 16 7 રાજારામમોહનરાય | 187 વિજયાલક્ષમીપંડિતું 148 જમશેદજી તાતા 168 શ્રી અમૃતલાલ ઠક્કર 188 શ્રી કૃષ્ણમતિ" 149 કવિ કલાપી 169 5. વિષણુદિગબર. 189 સંતકવિ પઢિયાર 150 પ્રો. સી. વી. રામન 170 શ્રી રામાનંદચેટર 190 ચિત્રકાર રવિવર્મા 151 શાહસોદાગરજમાલ 171 ભગવાનલાલ ઈંદ્રજી | 191 શ્રી નારદબાબુ 152 શિલાંગ 172 શ્રી પ્રફુલ્લચંદ્ર રાય 153 શ્રીમતી કસ્તુરબા 173 મા અબુલ કલામ બહારવટિયશ 154 દાર્જીલીંગ 193 મોતીભાઈ અમીન Serving JinShasan 194 આબુ 155 ઉતાકામડ 195 શત્રુજય 156 જગન્નાથપુરી 196 ગોમટેશ્વર 157 ક્રાણી 006702 197 અમદાવાદ 158 પુર gyanmandir@kobatirth.org 198 લુખનો 159 દ્રાબાદ 179 આગ્રા | 199 વડોદરા 160 કાવેરીના જળધોધ | 180 અજંતાની ગુફાઓ | 200 ગીરનાં જંગલે પ્રકાશક : શક્ષુલાલ જગજીભાઈ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : ગાંધી રસ્તા : અમદાવાદ મૂક : ગેવિંદલાવ જગશીભાઈ : શારદા મુદ્રણાલય : નમ્મા મસ્જિદ સામે: અમદાવાદ. આખા in E