________________
૧૪
વિદ્યાર્થી વાચનમાળા-૮ ગોપાલવલ્લભ નામની મીઠાઈને નિવેદ્ય થાય છે. દરેકે દરેક નૈવેદ્ય વખતે પહેલી પૂજા, પછી નિવેદ્ય અને છેવટે આરતી થાય છે.
ભગવાનને ધરાવેલે ભાતને નિવેદ્ય મહાપ્રસાદ કહેવાય છે. આ પ્રસાદ શવર નામના અપૂ. બનાવે છે અને તે પ્રસાદ જાતપાતના ભેદ વિના બ્રાહ્મણથી માંડીને ભંગી સુધી દરેક હિંદુ ખાય છે. પવિત્ર જગન્નાથજીના મુખ આગળ હિંદુમાત્ર સમાન ગણાય છે. આ પ્રમાણેની જગન્નાથજીના મંદિરની નિત્યક્રિયા છે. એ સિવાય બીજા મહોત્સવ ઉજવાય છે એ જુદા.
મહોત્સવે મુખ્યત્વે કરીને નીચે જણાવ્યા પ્રમાસેના છે. (૧) વૈશાખ માસમાં અક્ષય ત્રીજથી રર દિવસ સુધી ચંદનયાત્રા ઉત્સવ થાય છે. એ વખતે પ્રતિમાઓને નજીકના નરેન્દ્ર સરોવરમાં લઈ જઈને વહાણમાં ફેરવવામાં આવે છે.
(૨) વૈશાખ સુદ અગિયારશે પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે, કારણ કે મહારાજા ઈન્દ્રઘન્ને એ દિવસે પ્રતિમાની પહેલવહેલી પ્રતિષ્ઠા કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org