________________
વિદ્યાર્થી વાચનમાળા-૮
જગન્નાથપુરીનાં હવાપાણી ખરાબ છે. લાખ માણસે અવારનવાર અહીં યાત્રાથે આવ્યા જ કરે છે. હિંદના ખૂણેખૂણુમાં જગન્નાથની કીતિ મશહર છે. યાત્રીઓ માટે ધર્માદા દવાખાનું, ધર્મશાળાઓ વગેરેની પુષ્કળ સગવડ છે. હિંદના વર્ણભેદમાં વહેચાયેલા લાખો હિંદુઓ અહીં આવે છે, અને તેઓ અહીં વર્ણભેદ ભૂલી જાય છે. હિંદુમાત્ર એક છે, કોઈ અસ્પૃશ્ય નથી અને કોઈ નીચ ઊંચા નથી, એવી ભાવના ઝીલી, તેઓ જગન્નાથજીને મહાપ્રસાદ આરોગે છે અને એ પવિત્ર આદર્શને લઈને તેઓ સ્વગૃહે પાછા ફરે છે. પણ શોક એટલે છે કે ઘેર આવતાં જ તેઓ આ મહાન અને પવિત્ર શ્રીકૃષ્ણભૂમિને સમાનતાને સંદેશો ભૂલી જાય છે.
જગન્નાથજીની મૂર્તિને લગતી કથાઓ હિંદુધમના બ્રહ્મપુરાણુ, નારદપુરાણ, કમપુરાણ, પદ્મપુરાણું, ઈત્યાદિ ગ્રંથોમાં મળી આવે છે. તે બધાને સાર નીચે મુજબ છે:–
અતિ પ્રાચીન કાળમાં મહારાજા ઇન્દ્રદ્યુમ્ન નામે એક રાજા હતા. તેઓ તેમના રત્નજડિત પલંગ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org