________________
જગન્નાથપુરી
રાજ્યની તમામ આવક મંદિરને આપી દીધી હતી. તેઓ પોતે જગન્નાથદેવના દ્વારપાળ કહેવાતા અને
જ્યારે જગન્નાથની સવારી નીકળતી, ત્યારે આ રાજાઓ ઝાડુ લઈ રથની આગળ રસ્તે સાફ કરતા ચાલતા હતા. આ વંશના ભીમ રાજાએ ઈ. સ. ૧૧૯૬ માં ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ શ્રી જગન્નાથજીનું મંદિર ફરીથી બંધાવ્યું હતું, જે મંદિર હજી સુધી કાયમ છે.
ગંગવંશ પછી સૂર્યવંશના રાજાઓ ઉત્કલ દેશના અધિકારી થયા. તેમણે રાજ્યનાં સંખ્યાબંધ ગામે મંદિરને અર્પણ કર્યા. એક મોટું સુદર્શનચક્ર બનાવી તે મંદિરને અર્પણ કર્યું, જે અદ્યાપિપર્યન્ત પુરીના મંદિરમાં મોજુદ છે. એ અરસામાં એટલે ઈ. સ. ૧૫૩ માં બંગાળના જાણીતા મહાત્મા ચિતન્યદેવ અહીં આવ્યા હતા. તેમણે આખી જિંદગી અહીં પૂરી કરી હતી. તેમણે મંદિરની ખ્યાતિ ખૂબ વધારી.
અત્યાર સુધી ઉત્સલ રાજ્ય ઉપર આમ અનેક આફત આવી હતી, પરંતુ તેની મંદિર ઉપર કાંઈ ઝાઝી અસર થઈ ન હતી. હવે પુરીને માટે ખરેખર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org