________________
૨૦
વિદ્યાથીવાચનમાળા-૮
મામાં સદૈવ વાસ કરીને રહીશ અને એ ક્ષેત્ર સંસારમાં ત્રણે કાળને માટે અજરામર થશે.” એટલું કહી ભગવાન વિમાનમાં બેસી સદેહે સ્વર્ગે ચાલ્યા ગયા.
બીજે દિવસે સવારે સૂર્યોદય થતાં પહેલાં મહારાજા અને મહારાણી ઊડ્યાં અને દરિયાકિનારે ગયાં.
અહીં ખુલ્લા રેતીના મેદાનમાં છોડ કે વેલા કાંઈ ન હતું. ઝાડપાન ઊગી શકે, કે લીલોતરી થઈ શકે, એવી એક ઇંચ પણ જગા ન હતી. એવા સ્થાનમાં એક સુંદર દેવવૃક્ષ ઊગેલું અને ફૂલેલુંફાલેલું મહારાજાની દૃષ્ટિએ પડયું. મહારાજાએ એ દેવવૃક્ષ (દેવદાર) કુહાડીથી કાપવા માંડ્યું અને તેને વચલે ભાગ તેમણે કાપી લીધો.
એ થડને ભાગ લઈ જઈને તેમણે યજ્ઞશાળામાં મૂક્યો. એક દિવસ દરબાર ભરીને એ કાષ્ઠની પ્રતિમાઓ ઘડવાની રાજ્યના શિ૯પીને આજ્ઞા આપી.
- શિલ્પીએ ઘડવાનું કાર્ય શરૂ દીધું. પણ કરવત ચલાવતાં તેના દાંતા બુઠ્ઠી થઈ ગયા! કેટલાંયે ઓજારો નકામાં થઈ ગયા, પણ એ પવિત્ર કાષ્ઠ પર એક પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org