Book Title: Jagannathpuri Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu Publisher: Vidyarthi Vachanmala View full book textPage 9
________________ જગન્નાથપુરી લઈ, તેમાં પ્રતિમાએ મૂકી તેને સળગાવી દીધી. મુસલમાનો કથરોટ ખૂંચવી લેવા આવે છે, એ જોઈ ભક્તોએ કથરોટ મહાનદીમાં ફેંકી દીધી. નદીમાં પડેલી એ બળેલી પ્રતિમાને લઈ ને એક સેવક કુંજગ ગામ તરફ નાઠો અને અહીં એક ખડાયતના ઘરમાં યૂર્તિ આને સતાડી મૂકી. વીસ વર્ષ પછી એરિસાના રાજા રામચંદ્રદેવના વખતમાં એ મૂર્તિ એને ફરીથી સુધારી તેમની ફરીથી સ્થાપના કરવામાં આવી. આ વખતે સમ્રાટ અકબરે એ સ્થાન તરફ ભારે ભક્તિભાવ બતાવ્યો અને તેનુ રક્ષણ કર્યું. સમ્રાટ અકબરના સેનાપતિએ રાજા જયિસંહ તથા રાજા માનસિહે મદરને સેકડો પિયા આપી, મંદિરનું ગૌરવ વધાર્યું. ઈ. સ. ૧૫૯૨. તે પછી દ્રસિંહ નામને રાજા ગાદીએ બેઠો. એના સમયમાં બાદશાહ ઔર’ગઝેએ ધર્માધવૃત્તિથી મંદિર ભાંગવા અને તેના નાશ કરવા પીરમહમદની સરદારી નીચે જબરું લશ્કર માકલ્યુ. મહારાજા દ્રવ્યસિહમાં ઔરંગઝેબ સામે થવાની તાકાત ન હતી આથી તેણે કપટ રચીને પ્રતિમાઓને બચાવી લીધી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28