Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 11
________________ જગન્નાથપુરી કરવા માંડયો. પણ એક ખ્રિસ્તી રાજસત્તા હિંદુ મંદિર ના વહીવટ કરે; એ મૂર્તિપૂજાના વિરોધી પાદરીએથી સહન ન થયું. તેમના વિરોધથી અંગ્રેજ સરકારે રાજવહીવટ છેાડી દીધા અને તે જગન્નાથપુરીના દેશી રાજાના હાથમાં સોંપી દીધા : તે વહીવટ રજવાડાંઓનું વિલીનીકરણ થયું ત્યાં સુધી તેમના હાથમાં હતા. જે પ્રજા માંહોમાંહેના કલહમાં પડીને, પોતાના દેશ ખાઈ દે છે, તેના કેવા બૂરા હાલ થાય છે, તેનું ઉદાહરણ જગન્નાથજીના પવિત્ર મંદિરના ઇતિહાસ પૂરો પાડે છે. [3] જગન્નાથનું આજનું મંદિર રમણીય સાગર તટે આવેલુ છે. એ સ્થાનને અસલ નીલાચલ કહેતા હતા. આજનું જગન્નાથ મંદિર ચાર ભાગામાં વહેંચાયેલુ છે. મદિરનુ આંગણું પૂર્વ પશ્ચિમ ૬૬૫ ફૂટ અને ઉત્તર દક્ષિણ તરફ ૬૬૪ ફૂટ જેટલુ વિસ્તારવાળું છે. એની ચારે બાજુ કાળા પાષાણુની ૨૪ ફૂટ ઊંચી એક મજબૂત દીવાલ છે. આ દીવાલ રાજા પુરૂષોત્તમદેવના સમયમાં બનાવવામાં આવી હતી. દીવાલમાં ચાર ખારણાં છે. તેને સિંહદ્વાર, ખાજાદ્વાર, હસ્તિદ્વાર અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28