Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 17
________________ જગન્નાથપુરી ૧૫ ( ૩ ) જેઠ માસમાં સુદ એકાદશીને દિવસે નજીકનાગુડીચાના મંદિરમાં જઈ રૂકિમણીહરણની વિધિ કરવામાં આવે છે, અને રાત્રે લગ્ન થાય છે. (૪) જેઠ માસની પૂર્ણિમાએ સ્નાનયાત્રા ઉત્સવ થાય છે. એ દિવસે મૂર્તિને સરોવર ઉપર લઈ જઈ સ્નાન કરાવે છે. તે પછી પંદર દિવસ સ્મૃતિને એકાંતગૃહમાં રાખવામાં આવે છે. સ્નાનના શ્રમથી ભગવાનને વર થયા છે, એમ માને છે. અને પંદર સિ પૂજા, નૈવેદ્ય, દર્શન બધુ ખંધ રહે છે. (૫) અષાડ સુદ બીજે રથયાત્રા ઉત્સવ ઊજવાય છે. એ સૌથી મેટામાં મોટા ઉત્સવ છે. આ ઉત્સવની ઊજવણી માટે દર વર્ષે ત્રણ નવા સ્થા બનાવે છે. જગન્નાથજીના રથ ૪૮ ફૂટ ઊંચા અને ૩૫ ફૂટ લાંબા પહોળા હોય છે. એમાં ૭ ફૂટ વ્યાસના ૧૬ લાહચક્ર હોય છે. રથના ઘુમ્મટ ઉપર ચક્ર અથવા ગડની મૂર્તિ હોય છે. આ રથ ગરુડધ્વજ રથ કહેવાય છે. બલરામના રથ ૪૪ ફૂટ ઊંચા અને ૩૪ ફૂટ લાંબા પહેાળા હોય છે. એના ઉપર તાલનું ચિહ્ન હોવાથી, તે તાલધ્વજ રથ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28