Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 10
________________ = વિદ્યાર્થી વાચનમાળા-૮ આગળ, એવું જ નવું દેવગૃહ બનાવી ત્યાં જગન્નાથજીની રત્નજડિત પ્રચંડ મૂર્તિ બનાવીને ગોઠવી. દ્રવ્યસિંહે જાતે પીરમહમદની મુલાકાત લઈ, તેઓ મૂર્તિ ભાંગે તે સામે પિતાને વાંધો નથી એમ જણાવ્યું. પછી બંને જણ મંદિરે ગયા. પીરમહમદને આગલા રંગમંડપમાં લઈ ગયા. તેણે એ પ્રચંડ મૂર્તિ ભાંગી અને ભાંગેલી મૃતિ તથા મૂર્તિનાં નેત્રમાં જડેલા બે હીરા ઔરંગઝેબને મોકલી આપ્યા. ઔરંગઝેબને આ કાવતરાની ખબર પડે, તે પહેલાં તે મરણ પામ્યા અને તે પછી તરત જ અહીં મરાઠાઓએ ચઢાઈ કરી. મરાઠા વીરોએ ઓરિસામાં સુલેહ અને શાંતિ ફેલાવ્યાં, મંદિરને લાખ રૂપિયાનું દાન કર્યું અને તેઓ અત્યંત શ્રદ્ધાભક્તિથી મંદિરનું ગૌરવ કરવા લાગ્યા. મંદિરમાંના સિંહદ્વારમાં ગડસ્તંભ હતો, તેને નાશ થઈ ગયો હતે. મરાઠા વીરોએ કેણાકને પાષાણથંભ લાવીને જગન્નાથજીના મંદિરમાં ઊભું કર્યું, જે થંભ આજ સુધી કાયમ છે. ઈ. સ. ૧૮૦૪માં મરાઠાઓના હાથમાંથી અંગ્રેએ ઓરિસા જીતી લીધું અને તેમણે મંદિરને વહીવટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28