Book Title: Heersaubhagya Mahakavyam Part 01 Author(s): Devvimal Gani, Sulochanashreeji Publisher: Kantilal Chimanlal Shah View full book textPage 8
________________ સવે પરમાત્મા મહાવીર ભગવંત બતાવેલા શ્રમણીજીવનમાં જ્ઞાને પાસના અગ્રસ્થાને છે. ચોવીસ કલાકમાં પંદર કલાક જ્ઞાનોપાસના કરવાની આજ્ઞા છે ! જે આવી જ્ઞાનોપાસના શ્રમણ શ્રમણીના જીવનમાં ન હોય તો સંયમજીવન અનેક દેશોનું ભાજન બની નષ્ટ થઈ જાય ધર્માત્મા સંસારી માતાપિતા (શેઠ પોપટલાલ બાદરચંદ)ના સુસંસ્કારથી અને પુ. ગુરૂની પ્રેરણાથી નાની-બાલ્યવયમાં હું સાધ્વી બની પૂ. સાધ્વીજી મ સુનંદાશ્રીજી મ. સા. ની છત્રછાયા મળી. અમારા પૂજનીય ગુરુદેવ સ્વઆચાર્યદેવશ સંઘસ્થવિર પુજય સિધ્ધિસૂરીશ્વરજી મ. સા. ની શિક્ષા મળી...જ્ઞાને પાસનામાં હું પરોવાઈ ગઈ. પ્રકરણ ગ્રંથ કર્મગ્રંથો કમ્મપયાડે પંચસંગ્રહની પ્રાથમિક ગ્રંથોનું અધ્યયન, સંસ્કૃતપ્રાકૃત ભાષાઓનું અધ્યયન અને ઉપદેશમાળા જેવા અનેક ઔપદેશિક ગ્રંથનું અધ્યયન કર્યા પછી મને સ્યાદવાદમંજરીથી માંડી સ્યાદવ દરત્નાકર જેવા દાર્શનિક ગ્રંથનું અધ્યયન કરવાની તક મળી. મને ખૂબ જ આનંદ થયો. અધ્યયન પછી અધ્યાપનનો અવસર મળ્યો, અનેક સાધ્વીજીઓને અધ્યાપન કરાવતાં જ્ઞાનનો પ્રકાશ વધે..તેમાં વળી અવસરે અવસરે મહાપુરુષોની પ્રેરણા મળતી રહી, ગુણાનુરાગી સાધ્વીવર્ગનું પ્રોત્સાહન મળતું રહ્યું...અને પ્રાચીન ગ્રંથનો અનુવાદ કરવાની ભાવના જાગી ! સ્વાવાદમંજરી ના અનુવાદ પછી હીરસૌભાગ્ય સંસ્કૃત મહાકાવ્યને અનુવાદ આ જ રીતે થઈ ગયે ! બે સાધ્વીજીને “હીરસૌભગ્ય નું અધ્યયન મારે કરાવવાનું હતું. તે માટે પુસ્તકની તપાસ કરી હીરસૌભાગ્યનું પુસ્તક જોતાં હૃદય દ્રવી ગયું. સાવ જીર્ણ સ્થિતિમાં ! ઘણાં વર્ષો પૂર્વે છપાયેલું આ પુસ્તક ..તેનાં પાનાંઓ અડતાં જ ફાટી જાય તેવાં છર્ણ થઈ ગયેલાં જોયા મને ફરીથી છપાવવાની ભાવના થઈ આવી. સાથે-સાથે મૂળ હસ્તલિખિત પ્રત સાથે મેળવીને સંશોધન કરવાની ઈચ્છા થઈ મેં સ્વ. પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મ. સા. ને હસ્તલિખિત પ્રત માટે પૂછ્યું, તેઓશ્રીએ પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાંથી પ્રત મંગાવી આપી અને સંશોધનનું કાર્ય ચાલુ કર્યું, ત્યાં મને પ્રેરણા મળી કે મારે આ મહાકાવ્યના લોકોના અનુવાદ ગુજરાતી ભાષામાં કરો ! હું એ પ્રેરણામૂર્તિના અનુરોધને ન ટાળી શકી..ને મેં ગુજરાતી ભાષામાં અનુવાદનું કાર્ય આરંભી દીધું મેં સંકલ્પ કર્યો કે “ જ્યાં સુધી આ ગ્રંથનો સંપૂર્ણ અનુવાદ ન લખાઈ જાય ત્યાં સુધી એકાશનને તપ કરે અને ચાર વિગયો ત્યાગ કર તપ ત્યાગ સાથે કરેલી જ્ઞાનોપાસનાને આનંદ અપૂર્વ હેય છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 614