Book Title: Heersaubhagya Mahakavyam Part 01 Author(s): Devvimal Gani, Sulochanashreeji Publisher: Kantilal Chimanlal Shah View full book textPage 6
________________ પ્રકાશકીયા ભવિતવ્યતાનો અનંત ઊંડાણને વામણે માનવી ક્યાંથી માપી શકે ? "| આ પણ એક એવી ભવિતવ્યતાને જ યોગ હતો ! વિ. સં. ૨૦૭માં નિવેદન || શ્રી નવરંગપુરા જૈન સંગ માટે પૂજ્યનીયા સાધ્વીજી શ્રીસુલોચનાશ્રીજી મ. સા. નું ચાતુર્માસ સર્વપ્રથમ હતું..અમને જરાય કલ્પના ન હતી કે તેઓના ચાતુર્માસથી અમારા સંઘની શ્રાવિકાઓમાં આવી સુંદર ર્ધમજાગ્રતિ આવશે ! અને તેઓશ્રીએ સંપાદિત કરેલા ને અનુવાદ કરેલા આવા મોટા ગ્રંથનું પ્રકાશન કરવાનું સૌભાગ્ય અમને મળશે ! આનું જ નામ ભવિતવ્યતા ! વિ. સં. ૨૦૨માં ઉપાશ્રયમાં પૂજય મુનિરાજશ્રી ચરણપ્રવિજયજી મ. સા. નું ચાતુમાસ અને હસમુખભાઈના બંગલામાં પૂ. સાધ્વીજી મ. નું ચાતુર્માસ થયું. પૂ. સાધ્વીજી મ. પાસે વિશાળ શ્રાવિકાવર્ગે જ્ઞાન પ્રાપ્ત કર્યું. સાધ્વીજી મ. ના સરળ, નેહાળ અને વાત્સલ્યપૂર્ણ વ્યવહારથી અને તેઓના તપોબળ તથા સંયમબળથી સંઘને શ્રાવિકાસમુહ ખૂબ પ્રભાવિત બન્યો. પૂ. સાધ્વીજી સુચનાથીજીએ “સ્યાદવાદમંજરી” જેવા કઠીન દાર્શનિકમંથને પણ અનુવાદ કરી પોતાના જ્ઞાનને લાભ આપ્યો છે તેવી રીતે “હીરસૌભાગ્ય” જેવા સંસ્કૃત મહાકાવ્યને ગુજરાતી અનુવાદ કરી તેઓશ્રીની સાહિત્ય-પ્રતિભા પરિચય આપ્યો છે...આવાં વિદુષી સાધ્વીજીની જ્ઞાનોપાસના સાથેસાથ વંદનીય છે. હીરસૌભાગ્ય” ગ્રંથ ઘણો મોટો છે. તેના પ્રથમ ભાગ [સર્ગ ૧ થી ૮)નું પ્રકાશન કરવાને યશ તે અમારા નવરંગપુરા સંધની શ્રાવિકાબહેનને છે. તેમણે રૂ, પાંચ હજાર જેવી મોટી રકમ ભેગી કરી અને સાચી જ્ઞાનપૂજા કરી ! યશના બીજા અધિકારી છે આમરા સંધના ટ્રસ્ટી ઉદારમના સદગૃહસ્થ કીર્તિકરભાઇ તેઓએ રૂ. ચાર હજાર એક આપીને આ ગ્રંથના પ્રકાશનની આર્થિક મુંઝવણ ટાળી દીધી ? સંધના જ્ઞાનખાતામાંથી પણ અમે રૂ. એક હજાર મંજુર કરીને કામ પૂર્ણ કર્યું. પરંતુ આ કામ માત્ર પૈસાથી થતું નથી ! પ્રેસનાં કામ હજુ આપણા દેશમાં સરળ બન્યાં નથી. એમાં વળી બીન અનુભવી માટે તો આ કામ એવરેસ્ટ આરોહણ જેવું વિકટ લાગે. અમારા સંધને ઉત્સાહી કાર્યકર્તા શ્રીયુત શાન્તિલાલ ભલાભાઇએ પૂ. સાધ્વીજી મ. સા. ના માર્ગદર્શન મુજબ પ્રેસમાં આવવા જવાનું કામકાજ સંભાળી લઈ મહાન મૃતભકિત કરી છે. તેઓ સાચે જ અભિનંદનના અધિકારી છે. અમારા નવરંગપુરા જૈન સંધનું મહાન સૌભાગ્ય છે કે આવું શ્રુતભકિતનું કાર્ય કરવાનું અમને પ્રાપ્ત થયું આવી અણમોલ તક આપીને પૂ. સાધ્વીજી સુચનાથીજી મ. સા અમારા પર મહાન અનુગ્રહ કર્યો છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 614