Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 189
________________ શશીશીલા (૯૬) જો તમે સંબંધ ઘટક સ્વ સામાનાધિકરણ્ય દલ નહીં મૂકો તો પર્વતો વહ્વિમાન્ ધૂમાલૢ આ પ્રસિદ્ધ સ્થળમાં જ અવ્યાપ્તિ આવી જશે. પ્રસ્તુત સ્થળમાં સાધ્યાભાવ પદથી તાણં વહૂન્ચભાવ પણ લઈ શકાશે. તાર્ણ વહ્નિમાં રહેવાવાળી જે પ્રતિયોગિતા છે તે વહ્નિમાં રહેવાવાળી સાધ્યતા થી વિશિષ્ટ થઈ જશે. કેમકે સ્વનિરુપિતાવચ્છેદકતાવિશિષ્ટાચાવચ્છેદકત્વા નિરુપિતત્વ આ સંબંધઘટક સ્વ પથી વહ્નિમાં રહેવાવાળી સાધ્યતાનું ગ્રહણ યશે તેનાથી નિરુપિત અવચ્છેદકતા વહિત્વમાં રહેશે તે વહ્નિત્વમાં રહેવાવાળી અવચ્છેદકતામાં વૈશિષ્ટય તાર્ણત્વમાં રહેવાવાળી અવચ્છેદકતાનું પ્રસિદ્ધ એવા ત્રણેય સંબંધથી થઈ જશે. - તાર્ણત્વ પણ સમવાય સંબંધથી રહે છે અને વહ્નિત્વ પણ સમવાય સંબંધથી રહે છે. આથી ત્રણેય સંબંધની મધ્યમાં રહેલ “સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ” દલ ઘટી જશે. - તાર્ણત્વ પણ નિરવચ્છિન્ન છે અને વહિત્વ પણ નિરવચ્છિન્ન છે આથી સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ પણ ઘટી જશે. - બંને નિરવચ્છિન્ન હોવાને કારણે સ્વ વૃત્તિત્વ રહેશે. આથી આ ત્રણેય સંબંધોથી વહ્નિત્વનિષ્ઠ અવચ્છેદકતાથી વિશિષ્ટ તાર્ણત્વ નિષ્ઠાવચ્છેદકતા થઈ જશે. અન્યાવચ્છેદકતા ઘટત્વ પટત્વમાં રહેવાવાળી અવચ્છેદકતા થશે. આ અવચ્છેદકતાથી અનિરુપિતા તાર્ણ વહુચભાવીય પ્રતિયોગિતા થઈ જશે. આ પ્રતિયોગિતાનો નિરુપક અભાવ-તાર્ણવÇચભાવ, તદધિકરણ-પર્વતાદિ, તત્રિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે, વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. (૪)

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208