Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 207
________________ શશીશીલા (૧૦૮) યત્તુકારનો મત કાંઈક અલગ છે. તેમનું કથન એવું છે કે પૂર્વમાં જે “અહં આત્મા જ્ઞાનાત્" આ સ્થળમાં અવ્યાપ્તિ આવી હતી તેને દૂર કરવા માટે વિશેષ વ્યાપ્તિનો સ્વીકાર કર્યો છે. - આ વિશેષવ્યાપ્તિ શું છે ? - આત્મત્વવેતર ધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવાધિકરણ નિરુપિત વૃત્તિત્વાભાવો વ્યાસિ અહીં આત્મત્વ કોઈપણ ધર્મથી અવચ્છિન્ન ન હોવાથી આત્મત્વત્વ થી ઈતરધર્મથી અનવચ્છિન્ન સ્વતઃ થઈ જ જશે. આથી આ અભાવ આત્મત્વાભાવ, તેનું અધિકરણ - ગુણાદિ, તત્રિરુપિત વૃત્તિતા - ગુણત્વમાં, વૃત્તિત્વાભાવ – જ્ઞાનમાં જવાથી કોઈ દોષ નહીં આવે. આથી વિશેષ વ્યાપ્તિનો જ સ્વીકાર કરવો એ યત્તુકારનો મત છે. આ પ્રમાણે વ્યાસિપંચકની પ્રથમ વ્યાપ્તિ ઉપર શશીશીલા નામની ટીકા પૂર્ણ થઈ. (૧૦૨)

Loading...

Page Navigation
1 ... 205 206 207 208