Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
ગ્રહો અને રત્ન
રાજસ્થાનમાં લાલમણિ મળી આવે છે. આ સઘળામાં બ્રહ્મદેશમાં મળી આવતા માણેકને પત્થર સર્વશ્રેષ્ઠ ગણાય છે.
લાલમણિની પરીક્ષા માટે આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. રત્ન તરીકે વપરાતે પત્થર તદન સ્વચ્છ કાચ જેવો ચેખો હે જોઈએ. તેમાં કઈ પણ જાતના ડાઘ કે ઉઝરડા અથવા ખાડા ટેકરા ન હોવા જોઈએ. રત્ન તરીકે જે પત્થર આપણે વાપરવા ઇચ્છતા હોઈએ તે પત્થર સપ્રમાણ અને ઘાટદાર હોવો જોઈએ. વળી આ પત્થરને રંગ લાલ, ચેખે લાલ લેહીના જે હે જોઈએ.
જે પત્થરનો રંગ આછો લાલ અથવા વધુ પડતો ઘેરે લાલ હોય તો તે પત્થર તરત જ ઝાંખા લાગશે. કુદરતી રીતે લેહી ભળેલું સ્વચ્છ પાણીનું ટીપું હોય તેવા આકર્ષક દેખાવ તથા રંગવાળો પત્થર સર્વ શ્રેષ્ઠ ગણાય. આ પત્થરને ટુકડો એક ચણાના દાણાથી નાને ન હોવો જોઈએ. વળી તે દાણો વધુ પડતો માટે લેવાને પણ કોઈ જ અર્થ નથી.
આમ ઘાટ, પ્રમાણ, રંગ તેમ જ પત્થરની જાતની દૃષ્ટિએ પસંદ કરેલું માણેક ધારણ કરવાથી ઘટતાં તત્વ યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને માણસ ઉત્તરોત્તર સુખ સમૃદ્ધિ પામે છે તથા તે અનેક પ્રકારે સુખી થાય છે.
શુભ ફળ આપનારો સૂર્ય : કઈ પણ માણસની પોતાની જન્મ રાશિ અથવા નામ રાશિથી ગણતાં જ્યારે જ્યારે સૂર્ય ત્રીજા, છઠ્ઠા અથવા અગિયારમા સ્થાનમાં આવે ત્યારે ત્યારે તે સૂર્ય શુભ ફળ આપનારો ગણાય છે. ગોચર ભ્રમણ દરમ્યાન આ પ્રમાણે જ્યારે સૂર્ય શુભ ફળ આપનારો હોય ત્યારે તે સૂર્ય માણસને ધન ધાન્ય વિગેરેથી સુખી કરે છે. માણસના માન આબરૂમાં વધારો થાય છે. બુદ્ધિ શકિતમાં પણ વિકાસ થાય છે. અને દરેક પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org