Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
૯૦.
ગ્રહો અને રત્નો
ખાસ જરૂરી ગણાય. અને તેમ કરવાથી માણસને તમામ રીતે સુખ શાંતિની પ્રાપ્તિ થાય તથા ઉપાધિઓ પણ દૂર થાય.
જે માણસ આ રીતે શનિની શાંતિ કરે છે તે માણસને કદી પણ નબળા શનિની પીડા થતી નથી. વળી કાયમ શનિનું આરાધન કરનાર માણસને કેઈપણ ગ્રહની પડા થતી નથી. માટે દરેક માણસે હંમેશાં પ્રેમપૂર્વક શનિનું આરાધન કરવું જોઈએ.
શનિના આ પ્રમાણેના આરાધન ઉપરાંત શનિના દાનને માટે જે જે વસ્તુઓ કહેલી છે તે સઘળી વસ્તુઓનો પણ માણસે બને તેટલે વધુ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત શનિની આરાધના તથા પૂજનમાં પણ તે વસ્તુઓ ન બને તેટલું વધારે ઉપયોગ કરવો જોઈએ. એમ કરવાથી શનિ વધારે પ્રસન્ન થાય છે. કારણ કે શનિને આ સઘળી વસ્તુઓ ઘણી પ્રિય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org