Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
કયા ગ્રહોનાં નંગ પહેરવાં?
૧૧૬
હવે પિપ્પલાદના સમયમાં શનિનાં નંગની અસરની ખબર હશે કે કેમ તે કહી શકાય નહિ. પણ શનિ ગ્રહની અસર બેટી થાય તે માટે તેણે ઉપાય બતાવ્યો છે. પોતાના ગુરૂને શનિએ છેવટની પનોતીના અલ્પ સમયમાં હેરાન કર્યાની કથા છે. વિક્રમ શનિની કથા છે પણ તેમાં નંગને કઈ ઉલ્લેખ નથી. ઉલ્લેખ હેવો જ જોઈએ એવું પણ નથી. તે વખતે નંગ ધારણ પ્રચલિત હે તો પણ નંગ પહેર્યા પહેરવાની કઈ હકીકત નથી. આ નંગ અંગે અમારા જાત અનુભવના સંપૂર્ણ અંશે અંશ સત્ય હકીકત જાણવા જેવી છે.
મને મોસાળ તરફથી વીંટી મળેલી. તેમાં લંબગોળ શનિ હતો. પણ તેમાં અરધે ભાગ ઘેરા નીલ રંગનો અને બાકીનો અરધો ભાગ ખુલ્લા નીલ રંગનો હતો. આ રંગો જરૂર જ કુદરતી હતા. મને શનિની પનોતી હતી. જોશીએ ધારણ કરવા કહેલું. હું પહેરી રાખતો ને શનિવાર કરતો. (૧૯૩૦ની સાલ, મારી ઉંમર વર્ષ ૩૫, શનિ અગિયારમે ઉચ્ચન ને ચંદ્ર બીજે મકરનો).
દેવગઢ બારિયામાં હું હેડમાસ્તર હતો ને પ્રાથમિક શિક્ષણાધિકારી હતો કન્યાશાળાની બાળાઓ પાસે ગરબા મહોત્સવ ઉજવાવવા ગરબાઓનું રીહર્સલ કરાવતા હતા. જમણી આંગળીએ શનિ હતો. રીહર્સલ પૂરૂં થઈ ઘેર આવ્યા. હાથપગ ધોઈ જમવા બેસતાં આંગળી પરની વીંટી ડાબે હાથે બદલવા જતાં શનિ મહારાજ વીંટીમાં નહોતા. કંઈક આશ્ચર્ય ને ગભરામણ થઈ. જમીને બેટરી લઈ પટાવાળાઓ સાથે કન્યાશાળાનું રીહર્સલ સ્થળ ખૂદી વળ્યા પણ શનિ મહારાજ દેખાયા નહિ રાતે અગિયાર વાગે આવીને સુતે. સવારના ત્રણેક વાગે સ્વપ્નમાં અવાજ સંભળા, “હું આવું છું.” ચમકી બેઠે. . માતાજીનું મરણ કરી સૂઈ ગયો. સવારના સ્નાન સંધ્યાપૂજા વગેરે કરીને જમવા જતો હતો (રવિવાર હતો ) ત્યાં જ ૧૦ના વાગે આવેલી ગાડીમાંથી એક મનુષ્ય આજુબાજુ જોયા વિના, સીધે સટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org